ગીતાનો મર્મ જ્ઞાનીની દ્રષ્ટિએ
ગીતામાં 'આત્મા તત્ત્વ' માટે 'હું' શબ્દ વપરાયો છે. એ સિવાય બધો અનાત્મા વિભાગ. આત્મા પ્રાપ્ત થયો છે તેવા જ્ઞાની તમને ભેદ પાડી આપે ત્યારે આત્મા અને અનાત્માની ઓળખાણ થાય.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એક અત્યંત ગહન ગ્રંથ છે. રણભૂમિ ઉપર પોતાના ભાઈઓ, કાકા, મામા, ગુરુ વગેરેને સામા પક્ષે ઊભેલા જોઈને, તેમને મારી નાખવાના વિચારથી અર્જુન અત્યંત હતપ્રભ થઈ ગયા હતા. તેમને યુદ્ધ કરવા માટે ઊભા કરવા અર્થે શ્રીકૃષ્ણ ભગવાને જે જ્ઞાન આપ્યું તે ભગવદ્ ગીતા તરીકે ઓળખાયું.
હજારો વર્ષો પછી આજે ભગવદ્ ગીતાના જુદા જુદા અર્થઘટન થયા છે, પણ શ્રીકૃષ્ણ ભગવાનના હૃદયની વાત યથાર્થ રીતે ભાગ્યે જ કોઈ સમજી શક્યું છે. જેમ નવી જનરેશન, પચ્ચીસ-ત્રીસ વર્ષના અંતરે જૂની જનરેશનના આશયને નથી સમજી શકતી, તો હજારો વર્ષો પહેલાંનો શ્રીકૃષ્ણ ભગવાનનો આશય આપણે આજે કઈ રીતે સમજી શકીએ?
શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને સારરૂપે એટલું જ કહ્યું છે કે, તું જેને મારવાની વાત કરે છે, તે દેહ વિનાશી છે અને આત્મા અવિનાશી છે, “આત્મવત્ સર્વભૂતેષુ”, એટલે કે, સર્વ જીવને આત્મરૂપે જો. અર્જુન, તું મને કૃષ્ણ નહીં, અવિનાશી સ્વરૂપે ઓળખ! હું નિત્ય છું, શાશ્વત છું, અવિનાશી છું, પ્રકૃતિ સ્વરૂપ મારું નથી. શ્રીકૃષ્ણ ભગવાને સમજાવ્યું કે, મનુષ્ય અજ્ઞાન દશામાં પ્રકૃતિમય રહે છે, મોહથી અહંકાર કરે છે, ખરાબ કર્મ બાંધી અધોગતિમાં જાય છે. જ્યારે મનુષ્ય આત્માને ઓળખે છે, આત્મજ્ઞાનને પામે છે, પ્રકૃતિથી છૂટો પડે છે, ત્યારે તે અવિનાશી પદને, મોક્ષપદને વરે છે. પછી તે જન્મ-મરણના ફેરામાં ફરી નથી ફસાતો.
ભગવદ્ ગીતામાં જુદા જુદા ફોડ મૂક્યા છે, જેમાં પહેલી વખત સમજીએ તો વિરોધાભાસ લાગી શકે. જેમ કે, એક તરફ શ્રીકૃષ્ણ ભગવાન એમ કહે છે કે પરમાત્મા જ જગતનું સંચાલન કરનારા છે, કર્તાહર્તા-ભોક્તા છે. પ્રકૃતિનું સર્જન, વિનાશ બધું જ મારા હાથમાં છે. જ્યારે બીજી બાજુ એમ પણ કહે છે કે મનુષ્યના કર્તાપણામાં, કર્મમાં, કર્મફળમાં પ્રભુ દખલ કરતા જ નથી, જગત સ્વભાવથી જ ચાલે છે. એક તરફ તેમણે સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રિગુણ ધરાવતી પ્રકૃતિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તો બીજી બાજુ એમ પણ કહ્યું છે કે આત્મા તો ત્રિગુણાત્મક પ્રકૃતિથી પર છે. એક તરફ એમણે અર્જુનને એમ કહ્યું છે કે તું ક્ષત્રિય છે, લડ્યા વગર રહેવાનો નથી. તો બીજી બાજુ તામસી પ્રકૃતિ જે બીજાને દુઃખ આપે છે તે અધોગતિમાં લઈ જાય છે એમ પણ કહ્યું છે. એક બાજુ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું આસક્તિ વગરનો થા, કર્તુત્વનું અભિમાન ન કરીશ, કામના રાખીશ નહીં. પછી આગળ એમ પણ કહે છે કે, આત્મા કંઈ કરતો જ નથી અને એવું જેને શ્રદ્ધામાં બેઠું છે તે મોક્ષે જાય છે. જ્યારે આત્મા કરે છે એવું જે માને છે એ કર્મ બાંધીને ચાર ગતિમાં ભટકે છે.
ભગવદ્ ગીતામાં ફક્ત અર્જુનના વિષાદને દૂર કરવા પૂરતી વાત હતી. શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને આપેલો “તું લડ” એ ઉપદેશ એકાંતે નહોતો. આજે આપણે એનું અર્થઘટન એવું કરીએ કે, “મારા કુટુંબવાળા મને પૈસા નથી આપતા, હું પણ કોર્ટમાં કેસ લડીશ.” તો એ યોગ્ય નથી. શ્રીકૃષ્ણ ભગવાને તો એમ પણ કહ્યું છે કે “તું આત્માને ઓળખ”, પણ એ વાત આપણે ગ્રહણ ન કરી શક્યા. તેમણે કહ્યું કે, “જ્ઞાની એ જ મારો આત્મા છે, તું જ્ઞાનીના શરણે જા.” પણ એ વાતનું મહત્ત્વ જ ના રહ્યું.
હજારો અજ્ઞાનીઓ એક પુસ્તકના હજાર અર્થઘટન કરી શકે. પણ લાખો જ્ઞાનીઓનો મત એક જ હોય, તેમાં વિરોધાભાસ ના હોય. જ્ઞાની પુરુષ, જે ભગવદ્ ગીતાની ગહનતાનો તાગ મેળવીને બેઠા છે, તે જ આપણને શ્રીકૃષ્ણ ભગવાનના હૃદયની વાત સમજાવી શકે. ભગવદ્ ગીતાના સમગ્ર ફોડ યથાર્થ સમજીએ તો વિરોધાભાસ નથી રહેતો. તે સમજવા માટેની સમ્યક્ સમજણ આપણને પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી અહીં પ્રાપ્ત થાય છે.
A. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા કહ્યું હતું. કારણ કે, અર્જુન રણભૂમિ ઉપર પોતાના... Read More
Q. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
A. ભગવદ્ ગીતામાં પાંચમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને મોક્ષના બે રસ્તા બતાવ્યા છે. એક છે સંન્યાસ અને બીજો... Read More
A. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને સ્થિતપ્રજ્ઞ થવા કહે છે. પોતે જે દશાએ પહોંચવાનું લક્ષ્ય... Read More
Q. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
A. શાસ્ત્રોમાં અનાસક્ત થવાની રીતો બતાવી છે, જેને વાંચીને આપણે અનાસક્ત થવા મથીએ છીએ. જો કોઈ ઘરમાં... Read More
A. ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયના છાસઠમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે... Read More
A. બ્રહ્મ શબ્દ સંસ્કૃત ભાષાનો છે, જેનો અર્થ થાય છે આત્મા. બ્રહ્મસંબંધ એટલે બ્રહ્મ એટલે કે આત્મા સાથેનો... Read More
Q. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
A. ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન ।નિર્દ્વંદ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥... Read More
Q. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
A. ભગવદ્ ગીતામાં ભગવાન સાથે અનુસંધાન કરવાના અને પૂર્ણદશાએ પહોંચવાના વિભિન્ન માર્ગ દર્શાવ્યા છે, જેમ... Read More
Q. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
A. ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયમાં અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે કે, “હે યોગેશ્વર! જો આપ... Read More
Q. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
A. ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયના ચૌદમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ન કર્તૃત્વં ન કર્માણિ... Read More
A. ૐ નમો ભગવતે વાસુદેવાય... પ્રશ્નકર્તા: પછી 'ૐ નમો ભગવતે વાસુદેવાય' સમજાવો. દાદાશ્રી: વાસુદેવ... Read More
Q. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
A. કૃષ્ણનું ગોવર્ધન - ગાયોનું વર્ધન! કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી... Read More
Q. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
A. ઠાકોરજીની પૂજા! દાદાશ્રી: કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી: પૂજા કરો... Read More
Q. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
A. પુષ્ટિમાર્ગ શું છે? વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢ્યો. પાંચસો વર્ષ ઉપર જ્યારે મુસલમાનોનો બહુ કેર... Read More
Q. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
A. કૃષ્ણનો સાક્ષાત્કાર! પ્રશ્નકર્તા: મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે... Read More
Q. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
A. દાદાશ્રી: ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા? એ તો બધી વાતો છે.... Read More
subscribe your email for our latest news and events