કૃષ્ણનું ગોવર્ધન - ગાયોનું વર્ધન!
કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી શું કર્યું? ગોવર્ધન પર્વત ઝાલ્યો, એક આંગળીથી. હવે ગોવર્ધન પર્વત આંગળી પર ઝાલ્યો, એ શબ્દ સ્થૂળમાં રહ્યો. પણ લોક એની સૂક્ષ્મ ભાષા સમજ્યા નહીં. ગોવર્ધન એટલે ગાયોનું વર્ધન કેમ થાય એવું બધું ઠેર ઠેર પ્રયોજન કર્યું અને ગોરક્ષાનું પ્રયોજન કર્યું. વર્ધનનું અને રક્ષાનું બન્ને પ્રયોજન કર્યું. કારણ કે હિન્દુસ્તાનના લોકોનું મુખ્ય જીવન જ આની પર છે. એટલે બહુ જ હિંસા વધી જાયને ત્યારે બીજું બધું છોડી દઈને પહેલું આ સાચવો. અને જે હિંસક જાનવરો છે ને, એને માટે તો આપણે કશું કરવાની જરૂર નથી. એ જાનવરો પોતે જ હિંસક છે. એને માટે તમારે કશું કરવાની જરૂર નથી. તે એને કોઈ મારતા ય નથી ને એ ખવાય પણ નહીં ને! આ બિલાડાને કોણ ખાય? કૂતરાને કોણ ખઈ જાય? કોઈ ના ખાય ને કોઈથી ખવાય પણ નહીં. એટલે આ એકલું જ, ગોવર્ધન અને ગોરક્ષા, બે વસ્તુ જ પહેલી પકડવા જેવી છે.
ગોવર્ધનના બહુ ઉપાય કરવા જોઈએ. કૃષ્ણ ભગવાને એક આંગળી ઉપર ગોવર્ધન કર્યુંને, તે બહુ ઊંચી વસ્તુ કરી હતી! એમણે ઠેર ઠેર બધી ગોવર્ધનની સ્થાપના કરી હતી અને ગોશાળાઓ ચલાવી દીધી. હજારો ગાયોનું પોષણ થાય એવું કર્યું. ગોવર્ધન અને ગોરક્ષા, આ બે મૂકી દીધું. રક્ષા કરી તેથી અટક્યું. અને પછી ઠેર ઠેર દૂધ-ઘી બધીય ચીજ મળ્યા કરે ને! એટલે ગાયો બચાવવા કરતા ગાયોની વસ્તી કેમ કરીને વધે એ બહુ કરવાની જરૂર છે.
ગાયો રાખવાથી આટલા ફાયદા છે, ગાયોના દૂધમાં આટલા ફાયદા છે, ગાયોના ઘીમાં આટલા ફાયદા છે, એ બધું ઓપન કરવામાં આવે અને ફરજિયાત તો નહીં પણ મરજિયાતમાં લોકોને પોતે સમજાવી અને દરેક ગામોમાં ગાયોનો રિવાજ કરવામાં આવે તો ગાયો બધી બહુ વધી જાય. પહેલા બધે ગોશાળા રાખતા હતા, તે હજાર-હજાર ગાયો રાખતા હતા. એટલે ગાયો વધારવાની જરૂર છે. આ તો ગાયો વધતી નથી અને એક બાજુ આ ચાલ્યા કરે છે. પણ આ તો ના કહેવાય નહીં કોઈનેય આપણે! ના કહીએ તો ગુનો કહેવાય. અને કોઈ ઓછું-ખોટું કરે છે? બચાવે છે ને!!
પ્રશ્નકર્તા: અમે ગાયો છોડાવતા નથી, પણ આવતી અટકાવીએ છીએ.
દાદાશ્રી: હા, આવતી અટકાવો. એના મૂળ માલિકને સમજાવો કે આવી રીતે ના કરશો. અત્યારે તો ગોવર્ધન અને ગોરક્ષા, પહેલા આ બે કાયદા પકડો. બીજા બધા સેકન્ડરી! આ કમ્પ્લીટ થઈ જાય, પછી બીજા.
એટલે આ ગોવર્ધન અને ગોરક્ષા, આ બે કૃષ્ણ ભગવાને વધારે પકડ્યું હતું અને ગોવર્ધન કરનારા ગોપ અને ગોપી. ગોપ એટલે ગોપાલન કરનારા!
પ્રશ્નકર્તા: ગોવર્ધન, આ વાત બહુ નવી જ મળી.
દાદાશ્રી: હા, વાતો છે જ બધી. પણ જો એનું વિવરણ થાય તો કામનું. બાકી તો વાતો બધી હોય છે જ ને સાચી જ હોય છે. પણ આ લોકો પછી એને સ્થૂળમાં લઈ ગયા. કહેશે, 'ગોવર્ધન પર્વત ઊંચક્યો.' એટલે પેલા ફોરેનના સાયન્ટિસ્ટો કહેશે, 'ગાંડી છે આ વાત, પર્વત ઊંચકાતો હશે કોઈથી?!' ઊંચકે તો હિમાલય કેમ ના ઊંચક્યો?! અને પછી તીર વાગવાથી કેમ મરી ગયા?! પણ એવું ના હોય.
ગોવર્ધન એમણે બહુ સુંદર રીતે કરેલું. કારણ કે, તે વખતમાં હિંસા બહુ વધી ગયેલી, જબરજસ્ત હિંસા વધી ગયેલી.
હિંસક ભાવ તો ના જ હોવો જોઈએ ને?! માણસને અહિંસક ભાવ તો હોવો જ જોઈએ ને! અહિંસા માટે જીવન ખર્ચી નાખવું, એનું નામ અહિંસક ભાવ કહેવાય.
Book Name: અહિંસા (Page #28 - Paragraph #3 & #4, Entire Page #29, Page #30 - Paragraph #1 & #2)
Q. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
A. ગીતાનું રહસ્ય! અહીં બે જ શબ્દમાં!! પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ... Read More
Q. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરૂપ એ શું છે?
A. અર્જુનને વિરાટ દર્શન! પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વદર્શન કરાવેલું એ શું છે? દાદાશ્રી:... Read More
Q. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
A. યથાર્થ નિષ્કામ કર્મ પ્રશ્નકર્તા: નિષ્કામ કર્મમાં કેમ કરીને કર્મ બંધાય? દાદાશ્રી: 'હું ચંદુભાઈ... Read More
Q. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
A. બ્રહ્મનિષ્ઠ તો જ્ઞાની જ બનાવે! 'પોતે' પરમાત્મા છે, પણ જ્યાં સુધી એ પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી... Read More
Q. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
A. સ્થિતપ્રજ્ઞ કે સ્થિતઅજ્ઞ?! એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા, 'સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું?'... Read More
A. પુરુષ અને પ્રકૃતિ આખું જગત પ્રકૃતિને સમજવામાં ફસાયું છે. પુરુષ અને પ્રકૃતિને તો અનાદિથી ખોળ ખોળ... Read More
A. ૐ નમો ભગવતે વાસુદેવાય... પ્રશ્નકર્તા: પછી 'ૐ નમો ભગવતે વાસુદેવાય' સમજાવો. દાદાશ્રી: વાસુદેવ... Read More
Q. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
A. ઠાકોરજીની પૂજા! દાદાશ્રી: કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી: પૂજા કરો... Read More
Q. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
A. પુષ્ટિમાર્ગ શું છે? વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢ્યો. પાંચસો વર્ષ ઉપર જ્યારે મુસલમાનોનો બહુ કેર... Read More
Q. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
A. કૃષ્ણનો સાક્ષાત્કાર! પ્રશ્નકર્તા: મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે... Read More
Q. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
A. પ્રકૃતિ પર નથી ઈશ્વરનીય સત્તા! પ્રશ્નકર્તા: ગીતાનું પેલું વાક્ય કહે છે, 'પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ.'... Read More
Q. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
A. કયા ધર્મને શરણે જવું? પ્રશ્નકર્તા: બધા ધર્મો કહે છે, 'મારા શરણે આવ', તો જીવે કોના શરણે... Read More
A. છેલ્લું વિજ્ઞાન, પ્રશ્નોત્તરીરૂપે આખી ગીતા પ્રશ્નોત્તરીરૂપે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે ને કૃષ્ણ... Read More
Q. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
A. દાદાશ્રી: ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા? એ તો બધી વાતો છે.... Read More
subscribe your email for our latest news and events