Related Questions

ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.

દાદાશ્રી: ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા? એ તો બધી વાતો છે. કૃષ્ણ તો મહાન યોગેશ્વર હતા. એમને રાસલીલામાં લોકોએ લાવી દુરુપયોગ કર્યો.

કૃષ્ણનું બે રીતે આરાધન કરવામાં આવે છે. બાળમંદિરના મનુષ્યો છે, એમણે બાળકૃષ્ણના દર્શન કરવા અને વૈકુંઠમાં જવું હોય એણે યોગેશ્વર કૃષ્ણના દર્શન કરવા. આ બે રીતોમાં તમારે શું જોઈએ?

Reference: Book Excerpt: આપ્તવાણી 5 (Page #159 - Paragraph #6 & #7)

સુદર્શન ચક્ર!

પ્રશ્નકર્તા: કૃષ્ણનું સુદર્શન ચક્ર એ શું હતું?

દાદાશ્રી: એ તો નેમીનાથ ભગવાને તેમને સમ્યક્ દર્શન આપેલું તે! સુદર્શન એટલે સમ્યક્ દર્શન, તેના લોકોએ ચક્રો ચીતરી માર્યા! તે લોકો એવું સમજયા કે ચક્ર લોકોને કાપી નાખે છે!

Reference: Book Excerpt: આપ્તવાણી 2 (Page #369 Paragraph #1 & #2)

પાંચ હજાર વર્ષ પહેલા કાલિયા નાગની વાત રૂપકમાં મૂકી, તે કાલિયા નાગને નાથનારા કૃષ્ણ નહોતા. આ તું ચિઢાય છે, ગુસ્સે થાય છે, એ જ નાગ. પેલા નાગમાં તો મદારીનું કામ હતું, તેમાં કૃષ્ણ ભગવાનનું શું કામ હતું? ને કૃષ્ણ ભગવાને નાગને નાથવાની શી જરૂર પડેલી? તે શું તેમને મદારી નહોતા મળતા? પણ કોઈ વાતને જ સમજતા નથી અને તે રૂપક હજી ચાલ્યા કરે છે. કાલિયદમન થયું ત્યાં કૃષ્ણ હોય. આ કાલિયાદમનમાં નાગ એટલે ક્રોધ, તો ક્રોધને વશ કર્યો હોય ત્યારે કૃષ્ણ થવાય. કર્મને કૃષ કરે તે કૃષ્ણ!

Reference: Book Excerpt: આપ્તવાણી 2 (Page #361 – Paragraph #3)

કૃષ્ણ ભગવાને નિયાણું બાંધેલું. નિયાણું એટલે શું? આપણી વસ્તુના બદલામાં વસ્તુ ઈચ્છવી, વસ્તુ સામે વસ્તુની ઈચ્છા કરવી. પોતાની પુણ્યૈની બધી જ મૂડી કોઈ એક વસ્તુ પ્રાપ્ત કરવામાં ખર્ચવી તે નિયાણું. કૃષ્ણ ભગવાન આગલા અવતારમાં વણિક હતા, તે એમને જ્યાં ત્યાંથી તિરસ્કાર જ મળેલો, પછી સાધુ થયેલા. એમણે તપ, ત્યાગનો આચાર જબરજસ્ત લીધો, એના બદલામાં શું નક્કી કર્યું? મોક્ષની ઈચ્છા કે બીજી ઈચ્છા? એમની એવી ઈચ્છા હતી કે જગત આખું મને પૂજે. તે એમનું પુણ્ય આ પૂજાવાના નિયાણામાં વપરાઈ ગયું, તે આજે એમના નિયાણાને પાંચ હજાર વર્ષ પૂરા થાય છે.

Reference: Book Excerpt: આપ્તવાણી 2 (Page #361 – Paragraph #5, Page #362 Paragraph #1)

જ્ઞાનીઓ જાગૃત ત્યાં જગત...

પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને કહ્યું, 'જ્યાં જગત જાગે છે, ત્યાં અમે ઊંઘીએ છીએ ને જ્યાં જગત ઊંઘે છે, ત્યાં અમે જાગીએ છીએ.' એ ના સમજાયું, એ સમજાવો.

દાદાશ્રી: જગત ભૌતિકમાં જાગે છે, ત્યાં કૃષ્ણ ઊંઘે છે ને જગત ઊંઘે છે, ત્યાં કૃષ્ણ ભગવાન જાગે છે. છેવટે અધ્યાત્મની જાગૃતિમાં આવવું પડશે. સંસારી જાગૃતિ એ અહંકારી જાગૃતિ છે, ને નિરહંકારી જાગૃતિ એનાથી મોક્ષ છે.

Reference: Book Name: આપ્તવાણી 4 (Page #18 - Paragraph #3, Page #19 - Paragraph #1)

 

Related Questions
  1. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
  3. સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  4. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
  5. પરધર્મ ભયાવહ એટલે શું?
  6. બ્રહ્મસંબંધ કોને કહેવાય?
  7. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
  8. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
  9. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
  10. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
  11. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  12. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  13. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  14. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  15. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  16. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on