ૐ નમો ભગવતે વાસુદેવાય...
પ્રશ્નકર્તા: પછી 'ૐ નમો ભગવતે વાસુદેવાય' સમજાવો.
દાદાશ્રી: વાસુદેવ ભગવાન! એટલે જે વાસુદેવ ભગવાન નરના નારાયણ થયા, તેમને હું નમસ્કાર કરું છું. નારાયણ થાય ત્યારે વાસુદેવ કહેવાય.
પ્રશ્નકર્તા: શ્રીકૃષ્ણ, મહાવીર સ્વામી એ બધા શું છે?
દાદાશ્રી: એ તો બધા ભગવાન છે. એ દેહધારી રૂપે ભગવાન કહેવાય છે. એ ભગવાન શાથી કહેવાય છે કે મહીં સંપૂર્ણ ભગવાન પ્રગટ થયા છે. માટે દેહ સાથે આપણે એમને ભગવાન કહીએ છીએ.
કૃષ્ણ ભગવાનને વાસુદેવ ભગવાન પ્રગટ થયા હતા, એમાં તો બેમત નહીં ને? વાસુદેવ એટલે તો નારાયણ કહેવાય. નરમાંથી જે નારાયણ થયેલા એવા ભગવાન પ્રગટ થયેલા. અને આપણે ભગવાન કહીએ છીએ.
અને જે મહાવીર ભગવાન થયા, ઋષભદેવ ભગવાન થયા એ પૂર્ણ ભગવાન કહેવાય. કૃષ્ણ ભગવાન એ વાસુદેવ ભગવાન કહેવાય. એમને હજુ એક અવતાર રહ્યો. પણ એ ભગવાન જ કહેવાય.
નરમાંથી નારાયણ!
પ્રશ્નકર્તા: 'ૐ નમો ભગવતે વાસુદેવાય'નું જરા વિશેષ રીતે સ્પષ્ટીકરણ કરો.
દાદાશ્રી: આ વાસુદેવ છે તે ઋષભદેવ ભગવાનથી માંડીને અત્યાર સુધીમાં નવ વાસુદેવ થયા. તે વાસુદેવ એટલે નરમાંથી નારાયણ થાય એ પદને વાસુદેવ કહે છે. તપ-ત્યાગ કશું જ નહીં. એમના તો માર-ઝઘડાં-તોફાન અને સામા છે તે પ્રતિવાસુદેવ જન્મે. અહીં વાસુદેવનો જન્મ થાય, એટલે એક બાજુ પ્રતિવાસુદેવ જન્મે. એ પ્રતિનારાયણ! તે બેના થાય ઝઘડાં. અને તેમાં પાછા નવ બળદેવેય હોય. વાસુદેવના બ્રધર, ઓરમાઈ બ્રધર. કૃષ્ણ છે એ વાસુદેવ કહેવાય અને બળદેવ જે છે એ બળરામ કહેવાય. પછી રામચંદ્રજી વાસુદેવ ના કહેવાય. રામચંદ્રજી બળરામ કહેવાય. લક્ષ્મણ એ વાસુદેવ કહેવાય અને રાવણ પ્રતિવાસુદેવ કહેવાય. રાવણ પૂજ્ય છે. ખાસ પૂજા કરવા જેવા રાવણ છે.
આ કાળના વાસુદેવ એટલે કોણ? કૃષ્ણ ભગવાન. એટલે આ નમસ્કાર કૃષ્ણ ભગવાનને પહોંચે છે. એમના જે શાસનદેવો હોય ને, તેમને પહોંચી જાય!
વાસુદેવ પદ અલૌકિક!
એ વાસુદેવ તો કેવા હોય? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય, વાસુદેવની. વાસુદેવ બીજ પડે ક્યારે? એની આમ આંખ દેખીને જ ભડકીને મરી જાય. તે વાસુદેવ થવાના હોય તે કેટલાય અવતાર પહેલેથી આવું હોય. એ વાસુદેવ તો ચાલતો હોય તો ધરતી ખખડે! હા, ધરતી નીચે અવાજ કરે. કેટલાય અવતાર પહેલા! એટલે એ બીજ જ જુદી જાતનું હોય. એની હાજરીથી જ લોક આઘું પાછું થઈ જાય, એ વાત જ જુદી છે! વાસુદેવ તો મૂળ જન્મથી જ ઓળખાય કે વાસુદેવ થવાનો છે. કેટલાય અવતાર પછી વાસુદેવ થવાના હોય તે આજથી જ ઓળખાય. તીર્થંકર ના ઓળખાય પણ વાસુદેવ ઓળખાય, એના લક્ષણ જ જુદી જાતના હોય! એ પ્રતિવાસુદેવેય એવા જ હોય.
પ્રશ્નકર્તા: તો તીર્થંકર એ આગલા અવતારોમાં કેવી રીતે ઓળખાય?
દાદાશ્રી: તીર્થંકર તો સાદા હોય. એમની લાઈન જ સીધી હોય. એને વાંક જ ના આવે, એમની લાઈનમાં વાંક જ ના આવે અને વાંક આવે તો ગડમથલ થઈને પણ પાછા ત્યાં ને ત્યાં આવી જાય. એ લાઈન જુદી છે. અને આ વાસુદેવ ને પ્રતિવાસુદેવ તો કેટલાય અવતાર પહેલા ય એવા ગુણ હોય. અને વાસુદેવ થવું એટલે નરના નારાયણ કહેવાય! નરના નારાયણ એટલે કયા ફેઝથી કે જેમ આ પડવો થાય છેને, ત્યાંથી પૂનમ સુધી થાય. એટલે પડવો થાય ત્યારથી ખબર ના પડે કે આ પૂનમ થવાની છે. એવું એના કેટલાય અવતાર પહેલા ખબર પડે કે આ વાસુદેવ થવાના છે.
ન બોલાય અવળું કૃષ્ણ કે રાવણનું!
આ ત્રેસઠ શલાકા પુરુષ કહેવાય. જેને ભગવાને મહોર મારી કે ભગવાન થવાને લાયક છે આ બધા. એટલે આપણે એકલા અરિહંતને ભજીએ અને આ વાસુદેવને ના ભજીએ તો વાસુદેવ ભવિષ્યમાં અરિહંત થવાના છે. આ વાસુદેવનું અવળું બોલીએ તો આપણું શું થાય? લોક કહે છે ને, 'કૃષ્ણ ભગવાનને આમ થયું છે, તેમ થયું છે...' અલ્યા, ના બોલાય. કશું બોલીશ નહીં. એમની વાત જુદી છે અને તું સાંભળી લાવ્યો એ વાત જુદી છે. જોખમદારી શું કરવા વહોરે છે? જે કૃષ્ણ ભગવાન આવતી ચોવીશીમાં તીર્થંકર થવાના છે, જે રાવણ આવતી ચોવીશીમાં તીર્થંકર થવાના છે, તેમની જોખમદારી શું કરવા વહોરો છો?
Book Name: ત્રિમંત્ર (Page #26 - Paragraph #4 to #9, Entire Page #27 & #28, Page #29 - Paragraph #1)
Q. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
A. ગીતાનું રહસ્ય! અહીં બે જ શબ્દમાં!! પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ... Read More
Q. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરૂપ એ શું છે?
A. અર્જુનને વિરાટ દર્શન! પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વદર્શન કરાવેલું એ શું છે? દાદાશ્રી:... Read More
Q. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
A. યથાર્થ નિષ્કામ કર્મ પ્રશ્નકર્તા: નિષ્કામ કર્મમાં કેમ કરીને કર્મ બંધાય? દાદાશ્રી: 'હું ચંદુભાઈ... Read More
Q. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
A. બ્રહ્મનિષ્ઠ તો જ્ઞાની જ બનાવે! 'પોતે' પરમાત્મા છે, પણ જ્યાં સુધી એ પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી... Read More
Q. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
A. સ્થિતપ્રજ્ઞ કે સ્થિતઅજ્ઞ?! એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા, 'સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું?'... Read More
A. પુરુષ અને પ્રકૃતિ આખું જગત પ્રકૃતિને સમજવામાં ફસાયું છે. પુરુષ અને પ્રકૃતિને તો અનાદિથી ખોળ ખોળ... Read More
Q. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
A. કૃષ્ણનું ગોવર્ધન - ગાયોનું વર્ધન! કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી... Read More
Q. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
A. ઠાકોરજીની પૂજા! દાદાશ્રી: કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી: પૂજા કરો... Read More
Q. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
A. પુષ્ટિમાર્ગ શું છે? વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢ્યો. પાંચસો વર્ષ ઉપર જ્યારે મુસલમાનોનો બહુ કેર... Read More
Q. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
A. કૃષ્ણનો સાક્ષાત્કાર! પ્રશ્નકર્તા: મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે... Read More
Q. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
A. પ્રકૃતિ પર નથી ઈશ્વરનીય સત્તા! પ્રશ્નકર્તા: ગીતાનું પેલું વાક્ય કહે છે, 'પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ.'... Read More
Q. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
A. કયા ધર્મને શરણે જવું? પ્રશ્નકર્તા: બધા ધર્મો કહે છે, 'મારા શરણે આવ', તો જીવે કોના શરણે... Read More
A. છેલ્લું વિજ્ઞાન, પ્રશ્નોત્તરીરૂપે આખી ગીતા પ્રશ્નોત્તરીરૂપે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે ને કૃષ્ણ... Read More
Q. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
A. દાદાશ્રી: ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા? એ તો બધી વાતો છે.... Read More
subscribe your email for our latest news and events