Related Questions

ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?

સ્થિતપ્રજ્ઞ કે સ્થિતઅજ્ઞ?!

એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા, 'સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું?' તેમણે પૂછ્યું. મેં તેને સમજ પાડી, 'તું પોતે સ્થિતઅજ્ઞ દશામાં છે! હવે તારી જાતે માપી લેજે કે તું આ કિનારે છે, તો સામો કિનારો સ્થિતપ્રજ્ઞ દશાનો કેવો હોય!' તેમને મેં આગળ કહ્યું કે, 'તમને મીઠું લાગે તેવું કહું કે કડવું લાગે તેવું કહું? તમે સ્થિતઅજ્ઞ દશામાં જ છો, પંડિતાઈના કેફમાં ફરો છો, એના કરતા તો આ દારૂનો કેફ સારો કે પાણી રેડતા ઊતરી જાય. તમે તો કાયમનો કેફ કરી નાખ્યો છે, તે ઊંઘમાંય ઊતરતો નથી. અમારા પાંચ જ મિનિટના દર્શનથી તમારું ભવોભવનું કલ્યાણ થાય તેમ છે, અહીં બધા જ ભગવાનના દર્શન થાય તેમ છે, તમારે જેના દર્શન કરવાં હોય તે કરજો.'

સ્થિતપ્રજ્ઞ એ અનુભવદશા નથી. 'આ આત્મા છે અને અન્યથી તે પર છે' એમ શબ્દથી ભેદ પાડવાનું ચાલુ થઈ જાય તો સ્થિતપ્રજ્ઞ દશા ચાલુ થઇ જાય અને તે છેક આત્માનો અનુભવ થાય ત્યાં સુધી જે દશા, તે સ્થિતપ્રજ્ઞ દશા કહેવાય! કૃષ્ણ ભગવાને માર્ગ બાંધ્યો તે સ્થિતપ્રજ્ઞ દશા સુધી આવે, પણ એની આગળ તો ઘણું બધું છે! અમે તમને સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ, ત્યારે સ્થિતપ્રજ્ઞ દશાથી તો ઘણી બધી ઊંચી દશા તમને રહે છે. સ્થિતપ્રજ્ઞ દશા અને આત્મા જાણવો એમાં બહુ ફેર છે. સ્થિતપ્રજ્ઞ એ પ્રજ્ઞામાં સ્થિર થાય તે, પણ તે રીલેટિવ પ્રજ્ઞા, એના પછી એને આત્મા પ્રાપ્ત કરવાનો છે, અને આપણને જે પ્રજ્ઞા છે તે આત્મા પ્રાપ્ત કર્યા પછીની છે, તે રાગ-દ્વેષ કર્યા વગર સમભાવે ઉકેલ આવે! સ્થિતપ્રજ્ઞ દશા એટલે શુદ્ધ થયેલી બુદ્ધિથી આત્માના ગુણધર્મ જાણે અને તેનું ઓળખાણ પડે, પણ અનુભૂતિ ના થાય. સ્થિતપ્રજ્ઞ દશાથી જગતને અને બધા તત્ત્વોને જાણે, ઓળખે, તેને જ શુદ્ધ સમકિત કહેવાય. આ અમે સ્વરૂપ જ્ઞાન આપીએ છીએ, તેનાથી તો આત્માની ડાયરેક્ટ અનુભૂતિ થાય છે, તે 'પરમાર્થ સમકિત' છે, તેનાથી જગતને અને જગતના તત્ત્વોને જોવાય, ઓળખાય અને અનુભવાય!

સ્થિતપ્રજ્ઞ દશાથી ઈમોશનલ ના થાય. મોશનમાં રહે તે સ્થિતપ્રજ્ઞ, પણ સમાધિ ઉત્પન્ન ના થાય. 'જ્ઞાન' વિના સમાધિ ઉત્પન્ન ના થાય. ભ્રાંતિ જાય ત્યારે સમાધિ ઉત્પન્ન થાય!

કૃષ્ણ ભગવાન ગીતામાં છેલ્લું સ્ટેશન કયું કહેવા માગે છે? એમાં સ્થિતપ્રજ્ઞ દશા એ જ છેલ્લું સ્ટેશન છે. 'આ સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કર,' એમ કહે છે, પણ લોકોએ એમને પૂછવું પડ્યું કે, 'સ્થિતપ્રજ્ઞ શું ખાય છે, એ શું પીએ?' ત્યારે ભગવાનને સમજાવવું પડ્યું કે, જે પ્રજ્ઞામાં સ્થિર થયા છે, એ અસારને બાજુએ કરે છે અને સારને ગ્રહણ કરે છે, એ સ્થિતપ્રજ્ઞ દશા!' અને આ તમારી શુદ્ધાત્મા દશા એ તો એથીય ઘણી ઊંચી દશા છે. કૃષ્ણ ભગવાને લખેલું છે ને કે તું વીતરાગ થઈશ તો નિર્ભય થઈશ! 

Related Questions
  1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરૂપ એ શું છે?
  3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
  4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
  5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  6. શ્રીકૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
  7. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  9. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
  13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
  14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  15. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on