Related Questions

કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?

કૃષ્ણનો સાક્ષાત્કાર!

પ્રશ્નકર્તા: મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે થયેલો?

દાદાશ્રી: મીરાંને, નરસિંહને દેખાયા તે કૃષ્ણ નથી, તેનો જોનારો કૃષ્ણ છે! જે કહે છે કે, 'કૃષ્ણ મહીં દેખાય છે' તે તો દ્રશ્ય છે; તેનો જોનારો, દ્રષ્ટા તે જ ખરો કૃષ્ણ છે અને એ ખરા કૃષ્ણના સાક્ષાત્કાર તો એક 'જ્ઞાની પુરુષ' જ કરાવી શકે. તે વખતે 'જ્ઞાની પુરુષ' નહોતા એટલે તેમને ખરો સાક્ષાત્કાર થયો તેમ ના કહેવાય; પણ નરસિંહ, મીરાં, કબીરો, અખો, જ્ઞાનદેવ, તુકારામ એ બધા ભક્તો અત્યારે અહીંના અહીં જ છે, કોઇ મોક્ષે ગયું નથી, અત્યારે અમારી પાસેથી સ્વરૂપનું જ્ઞાન લઈ ગયા છે!

જ્યાં સુધી તું ભક્ત છે ત્યાં સુધી ભગવાન જુદા. ભક્ત ને ભગવાન એક થાય ત્યારે કામ પૂર્ણ થાય. કૃષ્ણને તો કોઈ ઓળખી જ શક્યું નથી. કોઈએ વાંસળીવાળો, તો કોઈએ ગોપીઓવાળો વગેરે વગેરે કૃષ્ણને બનાવ્યા. અલિયો વહોરો છબીઓ વેચે ને આપણે ખરીદીએ ને તેને ભજીએ, આ બધો વેપાર છે! કૃષ્ણ એવા ના હોય, તમે જેવા કલ્પો છો તેવા તે નથી. આ તો લોકો બાળકૃષ્ણને ભજે છે. કોઈ જ્ઞાનમાં ઘરડા થયેલા, જ્ઞાનવૃદ્ધ થયેલા યોગેશ્વર કૃષ્ણને ભજતા નથી. બાળકૃષ્ણને લોક હિંડોળે ચઢાવે છે. કૃષ્ણ કહે છે, 'લોક ઊંધા છે, દર સાલ લોકો મારા જન્મદિવસે ભૂખ્યા રહે છે ને બીજે દિવસે માલમલીદા ખાય છે. એવા મારા પોતાના જ ભક્તો પણ મારા વિરોધીઓ થઈ ગયા છે. મને મોરલીવાળો બનાવે છે, કપટી કહે છે, લીલા કરે છે એમ કહે છે, મારું જેટલું ઊંધું થાય તેટલું કર કર કરે છે.' મૂર્તના દર્શન કરવાથી મૂર્ત થવાય અને અમૂર્તને ભજવાથી અમૂર્ત થવાય, એનાથી મોક્ષ મળે. સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર્ય. શુદ્ધ દશાથી અભેદતા લાગે. આત્મવત્ સર્વ ભૂતેષુ લાગે, તે નર્યું શુદ્ધ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ને સુખ ઉત્પન્ન થયું તે જ્યોત, આ દીવો તે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા તે જ કૃષ્ણ, દ્રશ્ય તે કૃષ્ણ નથી.

 

Related Questions
  1. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
  3. સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  4. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
  5. પરધર્મ ભયાવહ એટલે શું?
  6. બ્રહ્મસંબંધ કોને કહેવાય?
  7. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
  8. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
  9. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
  10. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
  11. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  12. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  13. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  14. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  15. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  16. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on