મનનું વિજ્ઞાન
મન નાવડા જેવું છે. શું મન મોક્ષનું કે બંધનનું કારણ છે? શું તમે જાણો છો મનને કેવી રીતે વશ કરવું? તો મનમાં આવતા વિચારોનો ઉકેલ મેળવો આ વીડિયોમાં.
મુક્તિની શોધમાં પડેલા ઘણા મુમુક્ષુઓ એવી અણસમજણમાં હોય છે કે મન આપણું દુશ્મન છે અને મોક્ષપ્રાપ્તિ માટે તેનો નાશ થવો જ જોઈએ. બીજી બાજુ મન જયારે સારા-ખરાબ અસંખ્ય વિચારો બતાવ્યા કરે ત્યારે સામાન્ય માણસો મનને મારી નાખવાનો વિચાર કરે છે. જો કે, મનને મારી નાખવાથી વ્યક્તિ બેધ્યાન બની જાય છે, જે કોઈપણ પરિસ્થિતિનો ઉકેલ લાવનારી સમયસૂચકતા અથવા સૂઝને મારી નાખ્યા બરાબર છે. તો આપણે મનની સાથે કેવી રીતે વર્તવુ જોઈએ? તે સમજવા માટે આપણે મનનું વિજ્ઞાન જાણવું પડશે. આપણે મનુષ્યના મનને સમજવું પડશે.
પરમ પૂજ્ય દાદાશ્રીએ મન શું છે અને મનનો સ્વભાવ કેવો છે તેના વિશે અતિસુંદર વૈજ્ઞાનિક ફોડ પાડ્યો છે. તેમણે ખુલ્લું કર્યું છે કે મન એ મોક્ષે જવાનું નાવડું છે. તેમના આધ્યાત્મિક વિજ્ઞાને અહીં એ રહસ્ય ખુલ્લું કર્યુ છે કે કેવી રીતે મન એ સીધા સડસડાટ મોક્ષે જવા માટેનું માર્ગદર્શક એવું જીપીએસ (GPS) છે! પરંતુ સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે માણસનું મન કેવી રીતે કામ કરે છે?
માણસનું મન કેવી રીતે કામ કરે છે? અને કેવી રીતે તે અંતરશાંતિ લાવી શકે તેની વૈજ્ઞાનિક સમજણ માટે આગળ વાંચો.
Q. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
A. ...એને કહેવાય વિજ્ઞાની! હવે મન શાથી ઊભું થયું છે, એ જો શોધી આપે તો હું એને વિજ્ઞાની કહું. સહુ કોઈ... Read More
Q. મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
A. આજનું મન, એટલે ગતભવની માન્યતા! પ્રશ્નકર્તા: મન, જીવ અને આત્મા એ વિશે કંઈ કહો. દાદાશ્રી: આ મન છે... Read More
Q. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકું?
A. સ્વ-સ્વરૂપની ભજના... પ્રશ્નકર્તા: મનની વધુ શાંતિ મેળવવા માટે એવો કયો જપ વધુ કરવો કે જેથી મનની... Read More
Q. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
A. માંડે મન સંસાર જંગલમાંય! આ તો અહીં બેઠાં હોય ને, આ તો સારું છે મારી રૂબરૂમાં બેઠાં, તે જરાક... Read More
Q. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
A. પ્રયત્નો, ખીલે બાંધવાના... દાદાશ્રી: મન સ્થિર કરવાનો શો ઉપાય કર્યો છે અત્યાર સુધી... Read More
Q. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
A. મોક્ષે જવાનું નાવડું! પ્રશ્નકર્તા: બધાય 'મનને મારો' એમ જ કહે છે. દાદાશ્રી: હા. મનને કેમ મારવાનું?... Read More
A. પ્રશ્નકર્તા: મનમાં વિચારો તો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે... Read More
A. મન એનો ધર્મ બજાવ્યા કરે છે. મન કેવું છે? રડારની પેઠે કામ કરી રહ્યું છે. આ પ્લેનમાં જેમ રડાર હોય... Read More
Q. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
A. મન, મગજ ને આત્મા! પ્રશ્નકર્તા: મન એટલે મગજ કહેવાય? દાદાશ્રી: ના, ના, ના. મન તો જુદી વસ્તુ છે.... Read More
Q. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે? શું મન કાબૂમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
A. અસંગપંથી બનવા મનોનિગ્રહ જરૂરી! પ્રશ્નકર્તા: મનોનિગ્રહ એટલે શું? નિગ્રહ એટલે શું? દાદાશ્રી:... Read More
subscribe your email for our latest news and events