મન એનો ધર્મ બજાવ્યા કરે છે. મન કેવું છે? રડારની પેઠે કામ કરી રહ્યું છે. આ પ્લેનમાં જેમ રડાર હોય છે ને, તે રડારમાંથી દેખાય કે આ બાજુથી ત્રણ એરોપ્લેન લડવા માટે આવી રહ્યાં છે. તે ઘડીએ એ જોનારો ભડકે નહીં. તે ભડકવા માટે રડારમાં નથી દેખાતું. તે વખતે જોનારો દિશા બદલી નાખે કે આ દિશામાંથી આવે છે, માટે આપણે આ બીજી દિશામાં ચાલો. એવો સદુપયોગ કરવાનો છે. આ રડાર જેવો સ્વભાવ છે એનો. તે જે એને નજદીકમાં ભય દેખાય, તો બૂમાબૂમ કરી મેલે. જેમ રડાર ભડકાવેને પેલાને, એવું અહીં મન ભડકાવે. એ કહેશે, 'એય પાછળ પ્લેન આવ્યા, એય પ્લેન આવે છે બધા.' આપણે કહીએ, 'હા, અમે વાળીએ છીએ. સમજી ગયો.' એટલે કેટલીક ફેર રડારની પેઠે હેલ્પ કરે છે.
આ તો ખાલી મહીં મન છે ને, તે ટિમિડતાવાળું હોય. અમથું જ બૂમાબૂમ કરી મેલે કે 'એ આવ્યા, એ આવ્યા.' ત્યારે કહીએ, 'ભઈ, આવવા દેને, અમે આ બાજુ જઈએ છીએ. તું શું કરવા બૂમાબૂમ કરે છે.' પછી પાછું સત્સંગની વાત કાઢે. પછી એ વાતને પકડી રાખે એવું કશું નથી. આપણે વાંકા છીએ. આપણે ભડકી જઈએ છીએ ને, પછી પેલું મન ખસતું નથી. એને સમજાવીએ એટલે પછી ભડકે નહીં.
પ્રશ્નકર્તા: આજે કોઈ પણ ભગવાન રડારની વાત નથી કરતા.
દાદાશ્રી: હા, તે જ કહું છું ને!
પ્રશ્નકર્તા: 'રડાર' આ જે શબ્દ આપના મોઢે નીકળ્યો તે બરાબર જ છે.
દાદાશ્રી: એવું છે ને, કે આપણને રડાર નિશાન બતાવે કે આવ્યા પાછળ. અને આપણે જોઈએ ત્યારે એ પેલી બાજુ ફરી ગયા હોય. અને એ નિશાન બતાવે છે એ ખોટું નથી. એ આપણે મહીં નોંધ કરી તમારી અને આપણે ચાલીએ આગળ....
કોઈક જગ્યાએ એક્સિડન્ટ થયેલા હોય, એવી જગ્યાએથી જવાનું થયું તો ત્યાં મન આપણને કહેશે કે 'એક્સિડન્ટ થશે તો?' તો આપણે જાણવું કે અત્યારે મન-રડાર આવું બતાડે છે. એટલે 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એમ આપણે શુદ્ધાત્મામાં પેસી જવું અંદર. પછી એવી જગ્યા જતી રહે ત્યારે પછી આપણે બહાર નીકળવું. અગર તો બહાર ભય જેવું હોય તો આપણે શુદ્ધાત્માની ગુફામાં પેસી જવું. અને તે વખતે એક્સિડન્ટ થઈ ગયો તો આપણે શુદ્ધાત્મામાં રહ્યા એટલે બીજું નુકસાન જ નહીં ને! અને મન બીજું કશું કરતું નથી, દેખાડે જ છે, એમાં આપણને શું નુકસાન? આ જગતના લોકોને શું થાય? એક્સિડન્ટ થશે કહ્યું તે સાથે પોતે તન્મયાકાર. તે એ જ પોતે એક્સિડન્ટ જેવો થઈ જાય. આપણે આત્મા જુદો પાડ્યો એટલે તન્મયાકાર ના થાય. આપણે એના જ્ઞાતા-દ્રષ્ટા જ છીએ. પણ રડાર જો કહે તો આપણે શુદ્ધાત્માની ગુફામાં પેસી જવું.
પ્રશ્નકર્તા: આ મન જ્યારે કહે છે, ત્યારે પર્યાય એના કંઈક હોય તો જ કહે ને?
દાદાશ્રી: તમને ચેતવણી આપે છે અને જેવી લાગે એવી દેખાડે છે તમને, એમાં એનો ગુનો શો બિચારાનો? એને એવા સંજોગો લાગે ને, તેથી આપણને ચેતવે છે. નહીં તો બોલે નહીં પણ સંજોગો બધા જેવા દેખાય છે તેવા નથી હોતા. પણ એને તો પોતાને જેવું દેખાય છે તેવું કહી દે. એ એની ફરજ છે. મન ડ્યુટી બાઉન્ડ (ફરજથી બંધાયેલું) છે. એટલે રડાર તો જોઈએ જ ને! ત્યારે લોકોને આ રડાર કાઢી નાખવું છે. અલ્યા, માઈન્ડ વગર તો કેમ ચાલે? માઈન્ડ તો જોઈએ જ. એ ભય સૂચવે અગર તો આનંદની જગ્યા હોય તો ત્યાંય એ દેખાડે કે બહુ સરસ, આનંદની જગ્યા છે. એટલે એ રડારનું કામ કરે છે.
જગતના લોકો શું કહે છે, આવો ભય ના બતાવશો. એમને મન ભય બતાડે તે નથી ગમતું. પણ આપણને ભય બતાડે તો શુદ્ધાત્મામાં પેસી જવું.
મન મનના ધર્મમાં હોય ત્યારે અવળા વિચાર આવે અને સવળા વિચાર પણ આવે, પણ એ એના ધર્મમાં છે. પણ 'પોતે' સવળો વિચાર આવે ત્યારે કહે કે, મારા સારા વિચાર છે, એટલે 'પોતે' તેમાં ભ્રાંતિથી તન્મયાકાર થઈ જાય છે. અને અવળા વિચાર આવે એટલે 'પોતે' તેનાથી છૂટો રહે અને ત્યારે કહે કે મારી ઈચ્છા નથી છતાં એ આવા અવળા વિચાર આવે છે! અંતઃકરણમાં બધાના ધર્મ જુદા છે. મનના ધર્મ જુદા, ચિત્તના ધર્મ જુદા, બુદ્ધિના ધર્મ જુદા અને અહંકારના ધર્મ જુદા. આમ, બધાના ધર્મ જુદા જુદા છે. પણ 'પોતે' મહીં ડખલ કરીને ડખો ઊભો કરે છે ને! મહીં તન્મયાકાર થઈ જાય છે, એ જ ભ્રાંતિ છે. તન્મયાકાર ક્યારે ના થાય? કે જ્યારે 'જ્ઞાની પુરુષ' સ્વરૂપનું જ્ઞાન આપે ત્યારે તન્મયાકાર ના થાય. પોતે આત્મા થયા પછી નિષ્પક્ષપાતી થાય. પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો, વાણીનો કે દેહનો પક્ષપાત ના રહે. આ તો આરોપિત ભાવથી અહંકારે કરીને તન્મયાકાર થાય છે. આત્મા થયા પછી એ બધાને 'પોતે' છૂટો રહીને જુએ અને જાણે.
ભયનું કારણ શું છે? તમે પોતાને ટેમ્પરરી માનો છો; "હું શાશ્વત આત્મા છું!"નીસમજણથી ભય જતો રહે છે.
Book Name: આપ્તવાણી 10 (P) (Page #106 – Paragraph #4, Entire Page #107, Page #108 – Paragraph #1 to #4)
Q. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
A. ...એને કહેવાય વિજ્ઞાની! હવે મન શાથી ઊભું થયું છે, એ જો શોધી આપે તો હું એને વિજ્ઞાની કહું. સહુ કોઈ... Read More
Q. મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
A. આજનું મન, એટલે ગતભવની માન્યતા! પ્રશ્નકર્તા: મન, જીવ અને આત્મા એ વિશે કંઈ કહો. દાદાશ્રી: આ મન છે... Read More
Q. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકું?
A. સ્વ-સ્વરૂપની ભજના... પ્રશ્નકર્તા: મનની વધુ શાંતિ મેળવવા માટે એવો કયો જપ વધુ કરવો કે જેથી મનની... Read More
Q. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
A. માંડે મન સંસાર જંગલમાંય! આ તો અહીં બેઠાં હોય ને, આ તો સારું છે મારી રૂબરૂમાં બેઠાં, તે જરાક... Read More
Q. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
A. પ્રયત્નો, ખીલે બાંધવાના... દાદાશ્રી: મન સ્થિર કરવાનો શો ઉપાય કર્યો છે અત્યાર સુધી... Read More
Q. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
A. મોક્ષે જવાનું નાવડું! પ્રશ્નકર્તા: બધાય 'મનને મારો' એમ જ કહે છે. દાદાશ્રી: હા. મનને કેમ મારવાનું?... Read More
A. પ્રશ્નકર્તા: મનમાં વિચારો તો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે... Read More
Q. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
A. મન, મગજ ને આત્મા! પ્રશ્નકર્તા: મન એટલે મગજ કહેવાય? દાદાશ્રી: ના, ના, ના. મન તો જુદી વસ્તુ છે.... Read More
Q. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે? શું મન કાબૂમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
A. અસંગપંથી બનવા મનોનિગ્રહ જરૂરી! પ્રશ્નકર્તા: મનોનિગ્રહ એટલે શું? નિગ્રહ એટલે શું? દાદાશ્રી:... Read More
subscribe your email for our latest news and events