Related Questions

મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?

mind

આજનું મન, એટલે ગતભવની માન્યતા!

પ્રશ્નકર્તા: મન, જીવ અને આત્મા એ વિશે કંઈ કહો.

દાદાશ્રી: આ મન છે એ પૂર્વભવનો માનેલો આત્મા છે. આ મન એ પૂર્વભવનું અનુસંધાન છે અને આ જે જીવ છે, એ આજનો માનેલો આત્મા છે. અને ત્રીજું આત્મા, એ યથાર્થ આત્મા અચળ છે. અને આ માનેલો આત્મા સચર છે, એને જીવ કહેવાય. સચર એટલે મિકેનિકલ આત્મા. એ તમારો માનેલો આત્મા છે, એ રોંગ બિલીફ છે અને રાઈટ બિલીફમાં તમે અચળ છો. એ અચળ, 'જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત થાય. એટલે તમારું અચળપણું, સ્થિરપણું તૂટે નહીં, અસ્થિરતા ઊભી ના થાય પછી.

ગયા અવતારની માન્યતા-જ્ઞાન, તે જે હતું તે આ મન. અત્યારે આ માન્યતા-જ્ઞાન છે તે આવતા અવતારનું મન. મન વિલય થઈ ગયું એટલે મુક્તિ થઈ ગઈ.

મન તો બહુ ઊંચામાં ઊંચી, સારામાં સારી વસ્તુ છે. આ અત્યારનું તમારું મન જે છે ને, તે ગયા અવતારનું પ્રદર્શન છે. ગયા અવતારમાં તમે શેમાં શેમાં હતા ને શું શું કરતા હતા, તે અત્યારે આ બેઝિક પોઈન્ટ તરીકે અંદર છે. જો વિગતવાર કહું તો આવડું મોટું થાય.

ગયા અવતારમાં મનમાં ભાવ કર્યા હોય કે માંસાહાર કરવા જેવો છે, ભલે ગયા અવતારે કર્યો ના હોય, પણ આ અવતારમાં કર્યા વગર ચાલે નહીં. પેલો ભાવ કર્યો છે માટે બીજ પડ્યું.

અત્યારે વિચાર દેખાડે છે તે ઉપરથી આપણે સમજી જવાનું કે ગયા અવતારમાં કેવું હશે આ. બાવો હતો કે ખાનદાન હતો કે દાનેશ્વરી હતો કે નાદાર હતો. એ બધું ખબર પડી જાય. ગયા અવતારની છબી જ છે એ તો. પણ એ બેઝિક છે, ફંડામેન્ટલ છે, બાકી એને વિવરણ કરે ને તો મોટું સ્વરૂપ થાય. અને એના પરથી ઓળખાય કે આ કેટલો ડેવલપ થયેલો છે.

'પૂર્વાત્મા છે સ્થૂળ મન.' જે સ્થૂળ મન છે ને બધાનું, તે એમનો પૂર્વાત્મા છે. તે લોક પૂછે છે કે મન શું છે? તે મૂઆ તારો પહેલાનો માનેલો આત્મા છે. તું વાંચી લે ને કે તું પહેલા ક્યાં હતો, ને તે તારું મન છે. તેના ઉપરથી પૂર્વે પૂર્વભવ શું હતો એ બધુંય ખબર પડે. મન વાંચી લે, તો પૂર્વભવમાં શું કરેલું છે તે એને દેખાય.

મન એટલે ગયા અવતારમાં તમે શું શું વિચાર પૂર્યા, એના પરથી મન, વિચાર બીજ ઉત્પન્ન થાય છે અને એ બીજરૂપે અત્યારે હોય છે, જો એની મહીં આપણે તન્મયાકાર થઈએ તો એ ઝાડરૂપે થાય છે. અને તન્મયાકાર ના થઈએ તો એ બીજ શેકાઈ જાય છે. ભલે ને, જ્ઞાન ના હોય પણ તન્મયાકાર ના થાય, એટલે આમ આડું જુએ ને તોય એ બીજ શેકાઈ જાય.

Related Questions
  1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
  2. મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
  3. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકું?
  4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
  5. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
  6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
  7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબૂમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
  8. મન કેવી રીતે કાર્ય કરે છે?
  9. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
  10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે? શું મન કાબૂમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
×
Share on