ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય છે.
ભગવાનના પ્રેમની પાછળ કોઈ આશય નથી હોતો. ભગવાન આપણને પ્રેમ કરે છે કારણ કે, ભગવાન એ કંઈ બીજું નહીં ફક્ત પ્રેમ છે. ભગવાનનો સ્વાભાવિક ગુણ એ પ્રેમ છે.
જો આપણને ભગવાન ખરા દિલથી ગમતા હોય તો તેઓ આપણાથી દૂર ક્યારેય હોતા જ નથી. પરંતુ, આજે આપણને ભગવાન સિવાય બીજું બધું જ ગમે છે. છતાં પણ ભગવાન આપણને પ્રેમ કરે છે અને હંમેશાં પ્રેમ કરશે, તેઓ આપણાથી દૂર ક્યાંય ગયા જ નથી.
ભગવાનનો પ્રેમ બિનશરતી હોય છે. ભગવાનનો પ્રેમ કોઈ પણ પ્રકારના આસક્તિ કે લાગણી (મમતા)થી પર છે. એ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનો હોય છે. ભગવાનનો પ્રેમ બધા ઉપર નિરંતર, એકધારો, કોઈ પણ શરત વગરનો, કોઈ પણ બદલાની અપેક્ષા વગરનો વહેતો હોય છે.
ભગવાન કોઈનો પણ કિંચિત્માત્ર દોષ જોતા નથી. તેઓ કોઈને પણ સારા કે ખરાબ, ઊંચા કે નીચા, તવંગર કે ગરીબ, સાચા કે ખોટા તરીકે જોતા નથી. ભગવાન ક્યારેય પણ પક્ષપાત કરતા નથી. ભગવાનને ત્યાં ‘મારું કે તારું નથી હોતું’ અને એટલા માટે જ તેમનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. કારણ કે, શુદ્ધ પ્રેમ ત્યાં જ રહે છે કે જ્યાં “મારા-તારા” ની લાગણી નથી હોતી.
ચાલો, આપણે શીખીએ એ રીત પ્રત્યક્ષ પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી:
દાદાશ્રી: તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો છે?
પ્રશ્નકર્તા: હા, કરવો છે. છેવટે દરેક માનવનો ધ્યેય આ જ છે ને? મારો પ્રશ્ન અહીંયા જ છે કે ઈશ્વરનો પ્રેમ સંપાદન કરવો કેવી રીતે?
દાદાશ્રી: પ્રેમ તો અહીં બધા લોકોને કરવો હોય, પણ મીઠો લાગે તો કરે ને? એવું ઈશ્વર કોઈ જગ્યાએ મીઠો લાગ્યો એ મને દેખાડો ને!
પ્રશ્નકર્તા: કારણ કે, આ જીવ છેલ્લી ક્ષણે જ્યારે દેહ છોડે છે, છતાં પણ ઈશ્વરનું નામ નથી લઈ શકતો.
દાદાશ્રી: શી રીતે ઈશ્વરનું નામ લઈ શકે? એને જ્યાં રુચિ હોય ને તે નામ લઈ શકે. જ્યાં રુચિ ત્યાં એની પોતાની રમણતા હોય. ઈશ્વરમાં રુચિ જ નથી ને તેથી ઈશ્વરમાં રમણતા જ નથી. એ તો જ્યારે ભય લાગે ત્યારે ઈશ્વર સાંભરે છે.
પ્રશ્નકર્તા: ઈશ્વરમાં રુચિ તો હોય. છતાં અમુક આવરણ એવાં બંધાઈ જાય એટલે ઈશ્વરનું નામ નહીં લઈ શકતા હોય.
દાદાશ્રી: પણ ઈશ્વર પર પ્રેમ આવ્યા વગર શેનો નામ લે તે? ઈશ્વર પર પ્રેમ આવવો જોઈએ ને! અને ઈશ્વરને બહુ પ્રેમ કરીએ એમાં શું ફાયદો? મારું કહેવાનું કે આ કેરી હોય તે મીઠી લાગે તો પ્રેમ થાય ને કડવી લાગે કે ખાટી લાગે તો? એવું ઈશ્વર ક્યાં આગળ મીઠો લાગ્યો, તે તમને પ્રેમ થાય?
એવું છે, જીવમાત્રની અંદર ભગવાન બેઠેલા છે, ચેતનરૂપે છે, કે જે ચેતન જગતના લક્ષમાં જ નથી અને ચેતન જે નથી તેને ચેતન માને છે.
આ શરીરમાં જે ભાગ ચેતન નથી તેને ચેતન માને છે અને જે ચેતન છે એ એના લક્ષમાં જ નથી, ભાનમાં જ નથી. હવે એ શુદ્ધચેતન એટલે શુદ્ધાત્મા અને એ જ પરમેશ્વર છે.
એનું નામ ક્યારે યાદ આવે? કે જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય ને તો જ એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવે ને, તે આપણને યાદ આવે તો તેનું નામ લઈ શકીએ. એટલે પ્રેમ આવે એવા આપણને મળે ત્યારે એ આપણને યાદ રહ્યા કરે. તમને 'દાદા' યાદ આવે છે?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી: એમને પ્રેમ છે તમારી પર, તેથી યાદ આવે છે. હવે પ્રેમ કેમ આવ્યો? કારણ કે, 'દાદા'એ કંઈક સુખ આપ્યું કે જેથી પ્રેમ ઉત્પન્ન થયો અને એ પ્રેમ ઉત્પન્ન થાય એટલે પછી ભૂલાય જ નહીં ને! એ યાદ કરવાનું હોય જ નહીં.
એટલે ભગવાન યાદ ક્યારે આવે? કે ભગવાન આપણી ઉપર કંઈક કૃપા દેખાડે, આપણને કંઈક સુખ આપે ત્યારે યાદ આવે.
આ પ્રેમ તો ઈશ્વરીય પ્રેમ છે. એવું બધે હોય નહીં ને! આ તો કોઈક જગ્યાએ આવું હોય તો બને, નહીં તો બને નહીં ને!
એટલે પ્રેમ 'જ્ઞાની પુરુષ'નો જ જોવા જેવો! આજે પચાસ હજાર માણસ છે, પણ કોઈ પણ માણસ સહેજેય પ્રેમ રહિત થયો નહીં હોય. એ પ્રેમથી જીવી રહ્યા છે બધા.
હમણે શરીરે જાડો દેખાય તેની ઉપરેય પ્રેમ, ગોરો દેખાય તેની પરેય પ્રેમ, કાળો દેખાય તેની ઉપરેય પ્રેમ, લૂલો-લંગડો દેખાય તેની પરેય પ્રેમ, સારા અંગવાળો માણસ દેખાય તેની પરેય પ્રેમ. બધે સરખો પ્રેમ દેખાય. કારણ કે, એના આત્માને જ જુએ. બીજી વસ્તુ જુએ નહીં. જેમ આ સંસારમાં લોકો માણસનાં કપડાં જોતા નથી, એના ગુણ કેવા છે એવું જુએ, એવી રીતે 'જ્ઞાની પુરુષ' આ પુદ્ગલને ના જુએ. પુદ્ગલ તો કોઈનું વધારે હોય, કોઈનું ઓછું હોય, કંઈ ઠેકાણું જ નહીં ને!
અને આવો પ્રેમ હોય ત્યાં બાળકો પણ બેસી રહે. અભણ બેસી રહે, ભણેલા બેસી રહે, બુદ્ધિશાળીઓ બેસી રહે. બધા લોકો સમાય. બાળકો તો ઊઠે નહીં. કારણ કે, વાતાવરણ એટલું બધું સુંદર હોય.
આપણે ભગવાનને જોઈ કે અનુભવી નથી શકતા. તેથી આપણા સ્ટેજ પર ભગવાનના પ્રેમને સમજવો મુશ્કેલ છે. પરંતુ, જ્ઞાનીનો પ્રેમ એવો છે કે જેને આપણે જોઈ અને અનુભવી શકીએ છીએ: આ રીયલ પ્રેમ છે કે જેનું આ પૃથ્વી પર અસ્તિત્વ છે! જ્ઞાનીનો પ્રેમ તે શુદ્ધ પ્રેમ અને તે પરમાર્થ પ્રેમનું અલૌકિક ઝરણું હોય. એ પ્રેમઝરણું આખાય જગતના અગ્નિને ઠારે. જ્ઞાનીને સંસારી જીવનના કાદવમાં સપડાયેલા સૌની મોક્ષની ઉત્કૃષ્ટ ભાવના હોય છે.
આત્મજ્ઞાન વિના મોક્ષ શક્ય નથી; અને આ જ્ઞાન શસ્ત્રોમાં (પુસ્તકોમાં) નથી, તે જ્ઞાની પુરુષના હૃદયમાં છે. સંસારમાં જ્યારથી જ્ઞાની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તે ઘડીએ સાચો પ્રેમ ઉત્પન્ન થવાનો શરૂ થાય!
આત્માનું જ્ઞાન સાચો પ્રેમ ઉત્પન્ન કરે છે. જો કોઈ સાચા પ્રેમના રસ્તા પર ચાલવાનું શરૂ કરે તો તે ભગવાન બની જાય. જ્યાં સાચો પ્રેમ છે ત્યાં મુક્તિ છે.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. આ જગતમાં, જો તમે એન્જિનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જિનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન,... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે? મંદિરમાં છે? આપણા હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યાએ... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા... Read More
Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શક્તિઓ પણ મેળવી... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. બાળપણથી જ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આપણે ભગવાનની ભજના કરવી જ જોઈએ. અને આપણે જુદા જુદા... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. મૂર્તિપૂજા એ જીવનનો બહુ જ મોટો આધાર છે! તેના પાછળ ઘણા કારણો અને જબરદસ્ત ફાયદાઓ રહેલા છે. તો જોઈએ... Read More
A. ભગવાન એ આત્મા છે જે તમારી, મારી અને પ્રત્યેક જીવમાત્રની મહીં બિરાજેલા છે. શરીર એ તો ખોખું (આઉટર... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. શું તમે જાણો છો કે, ભગવાનને અનુભવવાનો અર્થ પોતે પોતાનો જ અનુભવ કરવો કારણ કે, ભગવાન એટલે ખરેખર આપણે... Read More
Q. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
A. જો આપણને ખબર હોય કે ભગવાન કેવા હોય, તો આપણે સમજી શકીએ કે ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરી શક્ય... Read More
Q. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
A. દેવી અંબિકા, જે દુર્ગા માતા કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્દુસ્તાનના ઘણા ધર્મોએ... Read More
A. મા સરસ્વતી એ જ્ઞાનના દેવી છે! સરસ્વતી એટલે ‘આત્મજ્ઞાન તરફ દોરી જાય તે.’ તે સંસ્કૃત જોડાક્ષરથી... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. લક્ષ્મીજી એ તો સંપત્તિ (ધન)ના દેવી છે. પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે.... Read More
subscribe your email for our latest news and events