એવી ધાર્મિક માન્યતા છે કે:
'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કર્તા અને મહેશ વિનાશ કરનાર છે.’
તો ખરેખર હકીકત શું છે? શું જગત ખરેખર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે બનાવ્યું છે?
ખરેખર આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પ્રકૃતિના ત્રણ ગુણને નામ (રૂપક) આપ્યા છે, કે જે દરેક વ્યક્તિની મહીં હોય છે:
દરેક વ્યક્તિની પ્રકૃતિ હોય છે અને પ્રકૃતિ જડ પરમાણુની બનેલી છે.
મૂળ જડ પરમાણુનો સ્વભાવ પરમેનન્ટ છે, જ્યારે પ્રકૃતિના પર્યાય દરેક ક્ષણે ઊભા થાય છે અને મરે (ક્ષય થાય) છે. પર્યાય નિરંતર ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે. એવી જ રીતે, જીવમાત્રમાં આત્મા શાશ્વત (અવિનાશી) તત્ત્વ છે, જ્યારે આત્માના પર્યાય નિરંતર ઉત્પન્ન થાય છે અને વિનાશ થાય છે.
વીતરાગોએ સનાતન તત્ત્વોનાં ગુણો ઉત્પાદ્, વ્યય ને ધ્રુવ - એમાં ઉત્પન્ન થવું ને વિનાશ થવું એ વસ્તુના પર્યાયોનું અને સ્થિર રહેવું એ વસ્તુના ગુણને કહ્યું. જેના સ્થૂળ રૂપકોમાં લોકોએ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ માન્યા ને તેમની મૂર્તિઓ મૂકી:
આવી રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે.
આ ગોઠવણી એકદમ સાયન્ટિફિક અને ગુહ્ય છે. તેનું આ લોકોએ રૂપક મૂકેલું આપણને સરળતાથી સમજાય તે માટે. એ શોધખોળ માનો ને! સારું કરવા ગયા, પણ પછી બહુ દહાડે તો અવળું જ થઈ જાય ને કે ના થઈ જાય? એટલે પછી તેમની મૂર્તિઓ મૂકી લોકોએ, એટલું જ નહીં પણ તેમની જ ભજના કરવા લાગ્યા!!
જરા વિચાર તો કરો...
હવે બ્રહ્મા ખોળવા જઈએ તો ક્યાં મળે? દુનિયામાં કોઈ જગ્યાએ મળે? ના.
અને વિષ્ણુ ખોળી આવે, તો વિષ્ણુ જડે? ના.
અને મહેશ્વર? ના મળે.
ઉપર આકાશમાં કે સ્વર્ગમાં કોઈ બાપોય નથી જગતને ચલાવનાર. નથી બ્રહ્મા નામનો કોઈ ઊભો થયો, નથી વિષ્ણુ નામનો કોઈ ઊભો થયો, નથી શિવ નામનો કોઈ થયો.
જો આ જગત ખરેખર ભગવાનનું બનાવેલું હોય તો શું એ બધી બાબતોમાં સંપૂર્ણ અને નિરંતર સુંદર ના હોવું જોઈએ?
પરંતુ એવું નથી...
આ જગતની વિકૃત બાજુ પણ છે! ત્યાં ચિંતાઓ, ડર, આફતો, આંસુઓ, બીમારીઓ, પીડા, વેદના અને એન્ડલેસ (અનંત) ભોગવટાઓ આખા જગતમાં છે.
આપણે ભગવાનને આવા જગતના સર્જનહાર ‘ક્રિએટર’ કહીને, તેમને આપણે ચિંતા અને આફતોના ‘ક્રિએટર’ પણ બનાવીએ છીએ. અજાણતા જ આપણે આ જગતમાં જેટલી પણ (વેદના) પીડા જોઈએ છીએ, તેના જવાબદાર (રિસ્પૉન્સિબલ) ભગવાનને ઠરાવીએ છીએ. ભગવાને આવું જગત શા માટે બનાવવું જોઈએ અને સહાય માટે આવડી મોટી ગંભીર જવાબદારી લેવી જોઈએ?
આ બધી જ કુદરતી રચના છે; જે કોઈના બનાવ્યા સિવાય બની છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે, 'આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે!'
અજ્ઞાનતાથી આપણે સંખ્યાબંધ રોંગ બિલીફોને પોષણ આપ્યું છે (ઊભી કરી છે). પણ જેવા આપણે આધ્યાત્મ તરફ વળીએ છીએ તો, જગતની ખરી વાસ્તવિકતા સમજવાનું શરૂ કરીએ છીએ.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. આ જગતમાં, જો તમે એન્જિનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જિનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન,... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે? મંદિરમાં છે? આપણા હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યાએ... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શક્તિઓ પણ મેળવી... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. બાળપણથી જ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આપણે ભગવાનની ભજના કરવી જ જોઈએ. અને આપણે જુદા જુદા... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. મૂર્તિપૂજા એ જીવનનો બહુ જ મોટો આધાર છે! તેના પાછળ ઘણા કારણો અને જબરદસ્ત ફાયદાઓ રહેલા છે. તો જોઈએ... Read More
A. ભગવાન એ આત્મા છે જે તમારી, મારી અને પ્રત્યેક જીવમાત્રની મહીં બિરાજેલા છે. શરીર એ તો ખોખું (આઉટર... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. શું તમે જાણો છો કે, ભગવાનને અનુભવવાનો અર્થ પોતે પોતાનો જ અનુભવ કરવો કારણ કે, ભગવાન એટલે ખરેખર આપણે... Read More
Q. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
A. જો આપણને ખબર હોય કે ભગવાન કેવા હોય, તો આપણે સમજી શકીએ કે ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરી શક્ય... Read More
Q. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
A. દેવી અંબિકા, જે દુર્ગા માતા કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્દુસ્તાનના ઘણા ધર્મોએ... Read More
A. મા સરસ્વતી એ જ્ઞાનના દેવી છે! સરસ્વતી એટલે ‘આત્મજ્ઞાન તરફ દોરી જાય તે.’ તે સંસ્કૃત જોડાક્ષરથી... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. લક્ષ્મીજી એ તો સંપત્તિ (ધન)ના દેવી છે. પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે.... Read More
subscribe your email for our latest news and events