શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે? મંદિરમાં છે? આપણા હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યાએ છે?
ભગવાનનું સાચું સરનામું નહીં જાણવાથી, આપણે તેમની કલ્પના અહીંયા ને ત્યાં બધે જ કર્યા કરીએ છીએ.
“ગોડ ઈઝ ઈન એવરી ક્રીએચર, વેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ. ગોડ ઈઝ ઈન ક્રીએચર, નોટ ઈન ક્રિએશન.”
ભગવાન દરેક જીવમાત્રમાં છે, પછી તે આંખે દેખાય એવા કે ન દેખાય એવા હોય, તમારી ને મારી વચ્ચે દૂરબીનથીય ન જોઈ શકાય એવા અનંત જીવો છે; એ દરેકની મહીં ભગવાન બેઠા છે! જો કે, આ સોફા, ટેબલ, કેમેરા, ટ્યૂબ લાઈટ કે રેકોર્ડર પ્લેયરમાં નથી કારણ કે, આ બધા મેન મેઈડ ક્રિએશન છે. મનુષ્યોએ બનાવેલી વસ્તુ હોય તેમાં, ભગવાન નથી, પરંતુ કુદરતી બનાવટ છે, એમાં ભગવાન છે. એટલે એકેન્દ્રિય, બે ઈન્દ્રિય, ઝાડ-પાન, પશું-પક્ષી, મનુષ્યો બધામાં. આપણને જે બહારથી દેખાય છે તે દેહ છે અને એની મહીં ભગવાન રહેલા છે!
હા છે.
જ્યાં પણ ભગવાનની હાજરી હોય ત્યાં વૃદ્ધિ થાય અને ત્યાં લાગણીઓ હોય.
ભગવાન શક્તિ સ્વરૂપે દરેક જીવમાત્રની મહીં રહેલા છે અને આ શક્તિની હાજરીમાં દરેક જીવ વૃદ્ધિ પામે છે. દાખલા તરીકે, જો આપણે અનાજને ભીના કપડાંમાં રાખીએ તો ઊગી નિકળશે ને? પણ, જો આપણે પથરાંને ભીના કપડામાં વર્ષો સુધી રાખીએ તો શું એ ઊગશે? નહીં. જે વસ્તુમાં ભગવાન નથી, તે ઊગી નહીં શકે કે પછી લાગણી પણ અનુભવી નહીં શકે.
જો ભગવાનનું અસ્તિત્વ નથી તો પછી, આ જગતમાં સુખ કે દુઃખનો અનુભવ થઈ શકે નહીં. માત્ર ભગવાનની હાજરીમાં જ આપણે લાગણીઓ અનુભવી શકીએ છીએ. દાખલા તરીકે, જો આપણે કીડીને પકડવા જઈએ, તો તે આપણાથી ડરીને નાસી જાય છે અને હકીકતમાં આપણે તેને અડીએ તે પહેલા જ દોડવા માંડે છે. કારણ કે, એને આપણી હાજરી અને આપણા આશયની ખબર પડી જાય છે. તેથી કીડીમાં ભગવાન રહેલા છે. જ્યારે આપણે ટેબલ પકડી અને તેને તોડી નાખીએ તો ટેબલ ભાગી નહીં જાય. કારણ કે, તે જીવતું નથી અને તેને કોઈ પણ લાગણીઓ અનુભવાતી નથી. તેથી ટેબલમાં ભગવાન નથી.
જ્યાં પણ આપણે વૃદ્ધિ કે લાગણીઓ જોઈએ છીએ, ત્યાં જાણવું કે મહીં ભગવાન રહેલા છે. વૃદ્ધિ અને લાગણીઓ ભગવાનની હાજરીનો સૌપ્રથમ અને સરળ પુરાવો છે. નિર્જીવ વસ્તુઓમાં ભગવાન નથી અને તેથી જ તેઓ વૃદ્ધિ નથી પામતા કે લાગણીનો અનુભવ નથી કરી શકતા.
તો હવે આપણે જાણીએ છીએ કે દરેક જીવમાત્રની મહીં ભગવાન છે, તો હવે આપણે તેમને કેવી રીતે જોઈ શકીએ?
આપણે આખી જિંદગી, ભગવાનને બહાર ખોળવા મથીએ છીએ, પણ ખરેખર ભગવાનનો મહીં (આંતરિક) જ અનુભવ થવો જોઈએ.
આપણી નારી આંખે (ચર્મચક્ષુથી), આપણને બહાર માત્ર ટેમ્પરરી અને વિનાશી (ક્ષણિક) વસ્તુઓ જ દેખાય છે.
ભગવાનને કોઈ દેહ નથી. દેહ તો માત્ર બાહ્ય આવરણ (બહારનું પેકિંગ) છે. તે પેકિંગ તો આંબાના ઝાડનું કે ગધેડાનું, મનુષ્યનું કે બીજા કોઈ પણ જીવનું હોઈ શકે અને તે તો એક દિવસ સડી જાય કે ફાટી જાય. જ્યારે ભગવાન તો અવિનાશી શુદ્ધ તત્ત્વરૂપે મહીં બિરાજેલા છે, તે દરેકમાં સમાન ભાવે રહેલા છે. આ શાશ્વત તત્ત્વ એ આપણી ખરી ઓળખાણ છે! આ મહીંરહેલું તત્ત્વ એ જ પોતે છે. પોતે જ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા એ ભગવાન છે!
દરેકની મહીં રહેલા શાશ્વત (અવિનાશી) ભગવાનને માત્ર દિવ્યચક્ષુથી જ જોઈ શકાય, કે જે પ્રત્યક્ષ જ્ઞાનીની કૃપા દ્વારા જ્ઞાનવિધિમાં આત્મજ્ઞાન પ્રાપ્તિ સમયે જ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન પછી, આપણે દરેક જીવમાત્ર, આપણી પોતાની, બીજા મનુષ્યોની મહીં, આપણી આજુબાજુ રહેલા આ ઝાડ કે પછી પશુની મહીં પણ ભગવાન જોઈ શકીએ છીએ. ભગવાન ત્યાં જ છે! એ જ ભગવાનનું એડ્રેસ છે!
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. આ જગતમાં, જો તમે એન્જિનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જિનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન,... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા... Read More
Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શક્તિઓ પણ મેળવી... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. બાળપણથી જ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આપણે ભગવાનની ભજના કરવી જ જોઈએ. અને આપણે જુદા જુદા... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. મૂર્તિપૂજા એ જીવનનો બહુ જ મોટો આધાર છે! તેના પાછળ ઘણા કારણો અને જબરદસ્ત ફાયદાઓ રહેલા છે. તો જોઈએ... Read More
A. ભગવાન એ આત્મા છે જે તમારી, મારી અને પ્રત્યેક જીવમાત્રની મહીં બિરાજેલા છે. શરીર એ તો ખોખું (આઉટર... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. શું તમે જાણો છો કે, ભગવાનને અનુભવવાનો અર્થ પોતે પોતાનો જ અનુભવ કરવો કારણ કે, ભગવાન એટલે ખરેખર આપણે... Read More
Q. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
A. જો આપણને ખબર હોય કે ભગવાન કેવા હોય, તો આપણે સમજી શકીએ કે ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરી શક્ય... Read More
Q. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
A. દેવી અંબિકા, જે દુર્ગા માતા કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્દુસ્તાનના ઘણા ધર્મોએ... Read More
A. મા સરસ્વતી એ જ્ઞાનના દેવી છે! સરસ્વતી એટલે ‘આત્મજ્ઞાન તરફ દોરી જાય તે.’ તે સંસ્કૃત જોડાક્ષરથી... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. લક્ષ્મીજી એ તો સંપત્તિ (ધન)ના દેવી છે. પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે.... Read More
subscribe your email for our latest news and events