Related Questions

ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?

શું તમે જાણો છો કે, ભગવાનને અનુભવવાનો અર્થ પોતે પોતાનો જ અનુભવ કરવો કારણ કે, ભગવાન એટલે ખરેખર આપણે પોતે જ છીએ? આપણા દેહની મહીં બિરાજેલ શુદ્ધાત્મા એ જ આપણું ખરું સ્વરૂપ છે. અને જ્યારે આપણે આ શુદ્ધાત્માને અનુભવીએ છીએ ત્યારે તેનો અર્થ એ થાય છે કે, આપણે ભગવાનનો અનુભવ કરી છીએ.

આપણે શુદ્ધાત્માનો અનુભવ કેવી રીતે કરી શકીએ?

આપણે કહીએ છીએ કે, આત્મા આપણા દેહની મહીં બિરાજેલો છે અને આપણો ધ્યેય તેને અનુભવવાનો છે.

પરંતુ, આપણે આત્માને જોઈ કે અનુભવી શકતા નથી; આપણો આત્મા ગાઢ અંધકારમાં છે. તો તેને કેવી રીતે શોધવો?

આપણને કોણ માર્ગદર્શન આપશે અને આપણા ધ્યેય સુધી પહોંચાડી શકશે?

આપણે પુસ્તકોનો, શાસ્ત્રોનો અને આધ્યાત્મિક સાહિત્યનો સહારો, આત્મા શું છે, આત્માના ગુણો કયા છે અને આત્માનો અનુભવ કરવાનું મહત્ત્વ શું છે અને આ અનુભવ ક્યાં લઈ જશે? તે થોડું ઉપરછલ્લું થિયેરીટિકલ સમજણ માટે ચોક્કસ લઈ શકીએ. આપણે આત્મજ્ઞાનીઓના જીવનના અનુભવો પણ વાંચી શકીએ કે જેઓ આ રસ્તે ચાલ્યા અને ખરેખર આત્માનો અનુભવ કર્યો હોય. કારણ કે, આ આપણને આપણા ધ્યેયને પહોંચી વળવા માટે આપણી જાતને પ્રેરિત રાખવા આ વાંચન ખૂબ મોટી પ્રેરણા પૂરી પાડશે.

પરંતુ, શું આ માધ્યમો આપણને આત્માનો ખરો અનુભવ કરાવી આપશે?

ના, કારણ કે કાગળ પર દોરેલો દીવો ક્યારેય પણ અંધકાર દૂર કરી શકે નહીં, માત્ર પ્રગટ દીવો જ અંધકાર દૂર કરી શકે.

એવી જ રીતે, માત્ર જ્ઞાની પુરુષ જ આપણા આત્મા ને જાગૃત કરી શકે.

ચાલો આપણે એક બાળકને એક નોટબૂક, પેન્સિલ અને એક ટેક્સ્ટ બુક વાપરવા આપીએ. તો શું એ પોતાની જાતે બારાક્ષરી શીખી શકશે? ના. કારણ કે તેને કોઈની જરૂર છે કે જે તેને અનુભવ કરાવે કે આ ‘ક’ છે અને આ ‘ખ’ છે. નાના બાળકને જેમ બારાક્ષરી શીખવવા માટે શિક્ષકની જરૂર છે, તેમ જ આપણને આત્મઅનુભવ પ્રાપ્ત કરાવવા આત્મજ્ઞાની (જ્ઞાની પુરુષ)ની જરૂર છે. એવા વ્યક્તિ, કે જે પોતે પ્રગટ જ્ઞાની પુરુષ હોય અને બીજાને પણ જાગૃત (આત્મા પ્રગટ) કરી શકે, એ જ્ઞાની પુરુષ છે. આવા આત્માનુભવી પુરુષની કૃપાથી આપણે પણ આપણા આત્માનો અનુભવ કરી શકીએ છીએ.

આત્માનુભવ કરવાનો આ સૌથી સરળ માર્ગ છે; ભગવાનને અનુભવવાનો અને ભગવાનની હાજરીને માણવાનો આ સૌથી સરળ રસ્તો છે.

સાચો આત્મા માત્ર જ્ઞાની, પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી જ પ્રાપ્ત થાય!

આપણે બધા જ માનતા આવ્યા છીએ કે, ‘હું દેહ છું, હું આ નામ છું’ જો કે, જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની આપણી પર કૃપા કરી આત્માનું જ્ઞાન આપે છે ત્યારે આપણને ભાન થાય છે કે, ‘હું શુદ્ધાત્મા છું.’ આપણે અનુભવીએ છીએ કે શુદ્ધાત્મા એ જ સાચો આત્મા છે; અને આ દેહ, નામ, દરેક વસ્તુ જેને આપણી માનીએ છીએ તે ખરેખર અનાત્મા છે.

અને જેવી રીતે સોનીને શુદ્ધ સોનાને અન્ય ધાતુઓથી જુદા પાડવામાં તકનીકી કુશળતા હોય છે, તેવી જ રીતે જ્ઞાનીને આપણા શુદ્ધાત્માને અનાત્મથી છૂટું પાડવાની દિવ્ય આધ્યાત્મિક કુશળતા હોય છે.

મોક્ષ માટે પગથિયા વિનાનો લિફ્ટ માર્ગ એટલે અક્રમ વિજ્ઞાન:

  1. જ્ઞાની આ સેપેરેશન માત્ર એક જ કલાકમાં કરી આપે છે અને આપણને ‘હું શુદ્ધાત્મા છું’ (સેલ્ફ રિયલાઈઝેશન)નો અનુભવ કરાવે છે. આ આત્માના જાગૃત થવાથી, આપણને ભગવાનનો અનુભવ થવાની શરૂઆત થાય છે.
  2. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી, આપણું મન, બુદ્ધિ, અહંકાર, આપણા કર્મો આ બધાનું અસ્તિત્વ તો એનું એ જ રહે છે પરંતુ, તેઓ હવે જ્ઞાની પુરુષને સમર્પિત થયેલા છે.
  3. જ્ઞાની આપણને પાંચ આજ્ઞા આપે છે, જ્યારે તેને પાળવામાં આવે ત્યારે તે આપણને ભગવાનનો સંપૂર્ણ અનુભવ કરવા માટે પ્રગતિ કરાવે છે.

જ્યારે આપણે જ્ઞાનીના આશ્રયમાં આવીએ છીએ તો બધું બદલાઈ જાય છે.

જ્ઞાની તરફની સંપૂર્ણ આધીનતા અને પરમ વિનયની જ જરૂર છે. સંપૂર્ણ સમર્પણ અર્થાત્કે જ્ઞાની જે કહે તેને આપણે બુદ્ધિને વચ્ચે લાવ્યા સિવાય અનુસરીએ. જ્યાં સિન્સિયારિટી અને મોરાલિટીવિશેષ, અનુપમ સ્તરે છે અને જ્ઞાની સાથે અભેદતા છે, જ્ઞાની સાથે કોઈ એક પણ માન્યતામાં જુદાઈ નથી ત્યાં પરમ વિનય છે.

પ્રત્યક્ષ જ્ઞાનીના આશ્રયે અને માર્ગદર્શન નીચે આપણા આત્માની જાગૃતિ વધે છે અને આપણે મોક્ષ માર્ગ પર પ્રગતિ કરીએ છીએ.

  1. ક્રોધ, માન, માયા, અને લોભરૂપી આંતરિક નબળાઈઓ ધીમે ધીમે ઘટવાની શરૂ થાય છે.
  2. અહંકાર અને બુદ્ધિ ઘટતા જાય છે.
  3. મન, દેહ અને વાણી વધુ ને વધુ સહજ થતા જાય છે.
  4. દિવસો જતા, આપણો આત્માનુભવ વધતો જાય છે.

અને આખરે એ સ્ટેજ એની મેળે જ આવે છે જ્યાં:

  1. મહીં અહંકાર અને બુદ્ધિ સંપૂર્ણ નિર્મૂળ થઈ જાય છે.
  2. બાહ્યકરણમાં મન, વાણી અને દેહ કર્માનુસાર સહજતાથી કામ કરે છે
  3. આપણો જાગૃત આત્મા દરેક બંધનોથી મુક્ત થઈને તેના સ્વાભાવિક સહજાનંદ સ્વરૂપમાં આવી જાય છે.

આવું થાય ત્યારે આપણને ભગવાનનો સંપૂર્ણ અનુભવ થયો કહેવાય.

જ્યારે આપણે આત્માનો અનુભવ કરીએ ત્યારે, આપણે અનુભવથી જાણી શકીએ કે આપણે પોતે જ ભગવાન છીએ.

તો, આવો પ્રત્યક્ષ જ્ઞાની પાસે, જ્ઞાની પુરુષ પાસે અને તેમની પ્રત્યક્ષ કૃપાથી અનુભવો તમારા આત્માને અને મહીં બિરાજેલા ભગવાનને!

તમારી નજીક જ્ઞાનવિધિ (આત્માનુભવ પ્રયોગ) માટે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on