Related Questions

ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?

એકાગ્રતા રહિતની ભજના અર્થહીન બની રહે છે.

બાળપણથી જ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આપણે ભગવાનની ભજના કરવી જ જોઈએ. અને આપણે જુદા જુદા માધ્યમો દ્વારા જેવા કે, જપ, તપ, ભક્તિ, આરતી, ધ્યાન વિગેરે દ્વારા ભગવાનની ભજના કરીએ જ છીએ.

જો કે, આ ભક્તિ વંદના કરતી વખતે શું આપણું ધ્યાન ખરેખર ભગવાન પર કેન્દ્રિત હોય છે?

સાધારણ રીતે, આપણને એવું અનુભવમાં આવે છે કે, આપણે દૈહિક રીતે આ ક્રિયાઓમાં કાર્યરત હોવા છતાં આપણું મન કોઈક બીજી જ જગ્યાએ ભટકતું હોય છે. જેના પરિણામે, આપણને ભગવાનની ભજનાનું જોઈતું (જોઈએ તેવું) પરિણામ નથી મળતું.

તો, આપણે ભગવાન પર કેવી રીતે એકાગ્રતા લાવી શકીએ?

એકાગ્રતા આવે ન્ટરેસ્ટથી

પોતાને જ્યાં ઈન્ટરેસ્ટ હોય ત્યાં પોતે એકાગ્ર થઈ શકે.

જ્યારે ઘરે આપણે પૈસા ગણતી વખતે કે પછી જ્યારે વસ્ત્રો ખરીદવા બહાર નીકળ્યા હોઈએ, ત્યારે શું એવું આપણને અનુભવમાં આવે છે કે આપણું મન કેવું તન્મયાકાર અને એકાગ્ર થઈ જાય છે? ત્યાં કેવી સરસ તે ક્રિયાઓમાં તરત જ એકાગ્ર થઈ જાય છે?

એવો જ ઈન્ટરેસ્ટ જો આપણને ભગવાનમાં હોય, તો પછી આપણને ભગવાન પર એકાગ્રતા કરવામાં કોઈ જ મુશ્કેલી નહીં નડે. જ્યારે આપણે ભગવાન પર એકાગ્રતા કરવામાં અસમર્થ થઈ જઈએ તો એનો અર્થ એવો થાય કે, આપણા તરફથી ભગવાનમાં રસ (ઈન્ટરેસ્ટ) ઓછો છે.

જ્યારે આપણી મહીં પરમાત્મ પ્રેમ પ્રગટ થઈ જશે ત્યારે મન નહીં ભટકે અને આપણે સરળતાથી એકાગ્રતા સાધી શકીશું. મન એવી જ (ભૌતિક) વસ્તુઓની પાછળ ભટકે છે જેની આપણે કિંમત મૂકી હોય. આપણે જેટલી વધારે કિંમત કોઈક વસ્તુ/વ્યક્તિની મૂકીએ, તેની સાથે આપણે તેટલા જ બંધનમાં (લાગણીમાં) આવી જઈએ છીએ.

ભગવાનનો સંદેશો સરળ છે

‘જો તને સંસાર ગમતો હોય તો ત્યાં જજે અને તેના પર રાગ કરજે; નહીં તો મારા પર રાગ કરજે. અને જો તને મારા પર રાગ થયો તો તને કાયમનું સુખ પ્રાપ્ત થશે; અને ત્યાં સંસારમાં ક્યારેય તૃપ્તિ નહીં વળે!’

આપણે ભૌતિક વસ્તુઓ પર આકર્ષિત થઈને તેની સાથે બંધન બાંધીએ છીએ, માત્ર જ્યાં સુધી આપણને તેમાં રસ (ઈન્ટરેસ્ટ) હોય ત્યાં સુધી. તેના બદલે જો આપણને ભગવાનમાં રસ પડે તો, ભૌતિક વસ્તુઓનો રસ (ઈન્ટરેસ્ટ) એની મેળે જ કશું જ કર્યા વિના ખરી પડશે. તેથી જ, આપણો (ઈન્ટરેસ્ટ) રસ બદલવો બહુ જ જરૂરી છે.

ભગવાન માટેનો ઈન્ટરેસ્ટ એટલો સહેલાઈથી કેમ ઉત્પન્ન નથી થતો?

આવું બને છે કારણ કે, આપણે ભગવાનને જોયા જ નથી. આપણે સુંદર રંગોથી સુશોભિત તેમના વસ્ત્રોને (ભગવાનના વાઘા) જોયા છે, તેથી આપણો ઈન્ટરેસ્ટ તેના તરફ કુદરતી રીતે જ આવે છે.

પરંતુ, પોતે કોઈ એવી વસ્તુનો ઈન્ટરેસ્ટ કેવી રીતે ઉત્પન્ન કરી શકે જેને ક્યારેય જોઈ જ નથી કે પહેલા ક્યારેય અનુભવી જ નથી? જો આપણે ભગવાનને જોઈ શકીએ તો બધું જ અચાનક બદલાઈ જાય છે.

પરંતુ, ભગવાનને જોઈ શકતા નથી. તો હવે આપણે શું કરીએ?

જ્ઞાની પુરુષમાં કે જે ભગવાનના પ્રતિનિધિ છે તેમનામાં ઈન્ટરેસ્ટ ડેવલપ કરો.

આપણે જ્ઞાનીને આપણી આંખોથી પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ.

આના થકી આપણને તેમનામાં ઈન્ટરેસ્ટ સરળતાથી ઉદ્ભવશે. અને જ્ઞાની એવા છે કે જેમનામાં પોતાને ઈન્ટરેસ્ટ કેળવવામાં બહુ કંઈ કરવું જ નથી પડતું. તે તેની મેળે જ સ્વયં જ ઉત્પન્ન થઈ જાય છે. દરેકને તેમના તરફ કુદરતી રીતે જ આકર્ષણ થાય છે. આપણને હમેશાં તેમને નિહાળવાનું અને તેમની સાથે રહેવાનું ગમે છે.

જે ઘડીએ આપણો ઈન્ટરેસ્ટ જ્ઞાની પર બેસશે ત્યારે તે ઈન્ટરેસ્ટ સીધો ભગવાનને પહોંચે છે!

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on