Related Questions

ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?

જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળી છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે બનાવ્યું હશે?’

આપણને કહેવામાં આવ્યું છે કે, ‘ભગવાને આ જગત બનાવ્યું!’

પણ, આપણે ભગવાનને જોયા નથી.

તેથી, આપણે કલ્પના કરવા માંડીએ છીએ કે, ભગવાન કેવા દેખાતા હશે. જેને આ સુંદર જગતની રચના કરી એ પોતે કેવા સુંદર હશે?

અને કારણ કે આપણે મનુષ્ય છીએ, તેથી આપણે કલ્પના કરીએ છીએ કે ભગવાન પણ મનુષ્યના સ્વરૂપમાં હશે.

જેમ જેમ આપણે આ જગતને વધુ ને વધુ જોતા જઈએ છીએ, તેમ તેમ આ વિશાળ અને ભવ્ય જગતની સંપૂર્ણ અને ચોકસાઈવાળી ડીઝાઈન આપણને મોહિત કરે છે અને આપણે એવી કલ્પના કરવા માંડીએ છીએ કે ભગવાન એ કોઈક સર્વોચ્ચ અસ્તિત્વ, સંપૂર્ણ વ્યક્તિ છે!

અને જ્યારે આપણે આપણી આસપાસના જગતમાં કંઈક અણધાર્યું કે અસામાન્ય વસ્તુ કે જેને બુદ્ધિથી સમજી ના શકાય કે તેનું કોઈ કારણ ના જડે એવું જોઈએ, સાંભળીએ અને અનુભવીએ, ત્યારે લોકો તેને ભગવાનના ચમત્કારો કહે છે; અને આપણે એવી કલ્પના કરી છી કે ભગવાન એ કોઈક અસાધારણ, અલૌકિક, દિવ્ય વ્યક્તિ છે! 

સમય વીતતા આપણી કલ્પના માન્યતામાં રૂપાંતરિત થાય છે અને આગળ જતા તે એકદમ મજબૂત, ચુસ્ત માન્યતા બની જાય છે અને એને જ આપણે સત્ય માનીએ છીએ.

પરંતુ, જેમાં આપણે વધુ મનન કરીને વિચારીએ તો...

આવું અદ્ભુત વ્યક્તિત્વ કે જેને આપણે ભગવાન કહીએ છીએ તેને કોણે બનાવ્યા? કયા અને કેવી રીતે તેમણે બનાવવામાં આવ્યા? 

જો ભગવાને આપણી જેમ જ જન્મ લીધો હોય તો, એનો અર્થ કે જગતનું અસ્તિત્વ પહેલાથી હતું જ. તો પછી આ જગત તેમણે કેવી રીતે બનાવ્યું હોઈ શકે?  

અને જો કહીએ કે ભગવાનનો જન્મ જ નથી થયો તો, પછી ભગવાન ક્યાંથી આવ્યા છે?

જો ભગવાનનું સર્જન કરવામાં આવ્યું હોય તો પછી જેણે ભગવાનનું સર્જન કર્યું, તેનું સર્જન કોણે કર્યું અને જેણે ભગવાનનું સર્જન કરનારનું સર્જન જેણે કર્યું, તેનું સર્જન કોણે કર્યું. તુર્ત જ કદી અંત ન પામનાર પ્રશ્નોની વંશાવળી વરસવાનું શરૂ થઈ જશે.

પરંતુ, જો આપણે આ પ્રશ્નોને ઉત્સુકતાથી અને અત્યંત જીણવટપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું, તો આપણે ધીમે ધીમે ખરી હકીકત પર પહોંચીશું!

આપણે ભગવાન કોણ છે, ભગવાનને કોણે બનાવ્યા, આ જગત કોણે બનાવ્યું, આ જગત આટલું સુંદર અને સાથે જ નિર્દયી શા માટે છે, તે માટેની સાચી સમજણ ભેગી કરવાનું શરૂ કરીશું! 

જ્ઞાનીથી શરૂઆત કરીશું તો બહુ જ સરસ રહેશે (અને બહુ જ જલદી તમે સમજી જશો કે તેમના થકી જ આ પ્રશ્નોનો અંત આવશે) કે જ્યાંથી આપણે આ શોધખોળ શરૂ કરી શકી છીએ. કારણ કે, તેઓ આધ્યાત્મિક વિજ્ઞાની છે કે જેમની પાસે ફક્ત આપણા પ્રશ્નોની બહુ જ સ્પષ્ટ, ચોક્કસ અને સંતોષકારક સમજણ જ નહીં, પરંતુ તેઓ એવા સમર્થ પણ છે કે આપણને ખરી વાસ્તવિકતાનો અનુભવ કરાવી શકે!

તો, આવો આપણે ભગવાનના અસ્તિત્વની ખરી વાસ્તવિકતા મેળવી, એમને કોણે બનાવ્યાં; એ વિશેની જ્ઞાનીની સમજણને અનુસરીએ.  

શું તમે જાણો છો કે આ બ્રહ્માંડમાં છ અવિનાશી તત્ત્વોનું અસ્તિત્વ કાયમ રહ્યું છે, તેમના નામ આ પ્રમાણે છે:

  1. આત્મા (ચેતન તત્ત્વ),
  2. પરમાણુ (જડ તત્ત્વ),
  3. આકાશ (આકાશ તત્ત્વ),
  4. કાળ (કાળ તત્ત્વ),
  5. ધર્માસ્તિકાય (ગતિસહાયક તત્ત્વ),
  6. અધર્માસ્તિકાય (સ્થિતિસહાયક તત્ત્વ).

અવિનાશી તત્ત્વ એટલે એનું ક્યારેય પણ સર્જન થયું નથી અને તેથી જ તેનો વિનાશ પણ કરી શકાતો નથી. તેનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. આમાંના કોઈ પણ તત્ત્વની શરૂઆત કે અંત નથી.

આત્મા છ અવિનાશી તત્ત્વોમાનું એક તત્ત્વ છે અને એ જ ભગવાન છે!

ભગવાન એ આત્મા છે અને તે જ બ્રહ્માંડના બધા જીવમાત્રની મહીં રહેલા છે. કોઈ પણ આત્માને બનાવી શકે નહીં કે કોઈ તેનો વિનાશ પણ કરી શકે નહીં.

તેથી, ભગવાને કોઈને બનાવ્યા નથી; કે તેમને કોઈએ બનાવ્યા નથી. ભગવાનની શરૂઆત નથી, ભગવાન એ પોતે જ મૂળ તત્ત્વ છે. ભગવાન કોઈના આધારે નથી, ભગવાન નિરાલંબ છે. ભગવાનનું અસ્તિત્વ કાયમ હોય જ છે. ભગવાન શાશ્વત છે. માત્ર દેહ કે, જેમાં ભગવાન રહે છે તે એક જન્મ પછી બીજો જન્મ, એમ દેહ બદલાતો રહે છે. જેવી રીતે આપણે જૂનો કોટ બદલીને નવો કોટ પહેરી છીએ તેવી જ રીતે. ભગવાનનું સ્વયં પોતાના સ્વાભાવિક ગુણોથી ક્યારેય પરિવર્તન થતું નથી.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on