Related Questions

ભગવાન કોણ છે?

આ જગતમાં, જો તમે એન્જિનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જિનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન, દવા લખો અને સારવાર કરો તો, લોકો તમને ડૉક્ટર કહેશે, શું બરોબર ને?

  1. જેમના ક્રોધ-માન-માયા-લોભ નાશ પામ્યા હોય,
  2. જેમને દેહ પ્રત્યે રાગ ના હોય,
  3. જેમની મહીં આત્માના ગુણ સંપૂર્ણ પ્રગટ થાય હોય,
  4. જેમણે ભગવાન પદની પ્રાપ્તિ કરી હોય,

લોકો આવા પ્રકારના ગુણો ધરાવતી વ્યક્તિને ભગવાન કહે છે.

જો કે, આપણી સાચી સમજણ માટે ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર અને ભગવાન રામે બહુ જ ચોકસાઈ થી સ્પષ્ટ કર્યું છે કે; 

તમે જેને તમારી આખોંથી જુઓ છો તે ભગવાન નથી. જેને તમે ભગવાન માનો છો તે તો વિનાશી છે; ભગવાન એ કોઈ પણ રીતે આ દેહ (શરીર) નથી. શરીર એ માત્ર બહારનું પેકિંગ છે કે જે ટેમ્પરરી છે અને એક દિવસ વિનાશ થઈ જશે. એવા કે જે શાશ્વત તત્ત્વરૂપે મહીં રહેલા છે. પરમાત્મા – એમને જ આપણે ભગવાન કહીએ છીએ. 

આત્મા એ દરેક જીવમાત્રની મહીં શાશ્વત તત્ત્વ તરીકે રહેલું છે. શુદ્ધાત્મા એ જ ભગવાન છે!

ભગવાન મહાવીર, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને જ્ઞાની પુરુષની મહીં ભગવાન જાગૃત (પ્રગટ) છે. તેમના વિનાશી દેહ મહીં તેમણે અવિનાશી ભગવાનને જોયા, જાણ્યા અને અનુભવ્યા! તેથી, તેઓ જ્ઞાની પુરુષ કહેવાયા.

  • તેમણે અનુભવ્યું કે, ‘હું શુદ્ધાત્મા છું.’ અને બીજુ બધુંરીલેટિવ(સંસારી) છે, કશાકના આધારે અને કાલ્પનિક છે.
  • તેઓ પોતે, બધી જ પીડા દેહ ને અડે છે અને આત્માને કોઈ પણ રીતે અડી શકતી નથી, એવું જાણીને સર્વ પીડા અને દુઃખોથી મુક્ત થયા
  • જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવા અને મોક્ષ પ્રાપ્તિ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી, નવા કર્મો બાંધવાનું બંધ થાય છે અને ધીમે ધીમે કર્મો ખપાવાની શરૂઆત થાય છે.

આપણે આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી છીએ પરંતુ ‘ભગવાન કોણ છે?’ તે જાણ્યા વિના

ભગવાનને ભજવા, આપણે તેમણે જાણવા જરૂરી છે અને ભગવાન ને જાણવા, આપણે પહેલા તો સાચા ભગવાન કોણ છે તે ઓળખવું જરૂરી છે...

આ જ્ઞાનીઓ, જેમની આપણે ખૂબ પ્રેમથી, શ્રદ્ધાથી અને આદરથી ભજના કરી છીએ તેમણે હંમેશાં એ વાત પર ભાર મૂક્યો હતો કે આત્માને ઓળખો [ભગવાનને જાણો]. તમારા કર્મો ખપાવીને સર્વ ભોગવટા અને દુઃખોથી મુક્ત થઈ અને મોક્ષને પામો.

તેઓ પોતે જે (આત્મજ્ઞાનનાં) રસ્તે ચાલ્યા અને લોકોને પણ તે જ રસ્તો દેખાડ્યો, પરંતુ એ પછી લોકો એ માર્ગ પરથી ભટકી ગયા. તેમણે ભગવાનના નામે જુદા જુદા ધર્મો અને વાડા (સંપ્રદાય અને વાડા)ની સ્થાપના કરી.

જ્યારે આપણને ભગવાનની ઓળખાણ થશે, ત્યારે અનુભવ થશે કે, ‘ભગવાન રામ તો મારી અંદર જ છે, મારો શુદ્ધાત્મા એ ખરા ભગવાન રામ છે, મારો શુદ્ધાત્મા એ જ ભગવાન મહાવીર, ભગવાન કૃષ્ણનું ખરું સ્વરૂપ છે. (કે જે બીજા કોઈ પણ ભગવાન કે જેની તમે રોજ ભજના કરો છો.)’

પણ ભગવાન ને આપણે કેવી રીતે ઓળખીશું?

અજ્ઞાન દશામાં તમે તમારા ખરા સ્વરૂપની (ખરા સેલ્ફ) અજ્ઞાનતાથી જ્યારે તમે માનો છો કે, ‘હું ચંદુલાલ છું. (ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.)’ ત્યારે તમે એક સામાન્ય જીવાત્મા છો. પરંતુ, જ્યારે તમને અનુભવ થાય છે કે, “હું ચંદુલાલ નહીં પરંતુ હું શુદ્ધાત્મા છું. હું આ દેહ કે નામ સ્વરૂપે નથી, પરંતુ હું શુદ્ધાત્મા સ્વરૂપે છું.” ત્યારે તમને ભગવાનની ખરી ઓળખાણ થાય છે. આ એ પરમજ્ઞાન છે જેના દ્વારા વ્યક્તિ ભગવાન બને છે.

આ જગતમાં, માત્ર જ્ઞાનીઓ જ ભગવાન કોણ છે તેની ઓળખાણ પાડી શકે છે. જેમ કે, આપણે બધા જ જાણી છીએ કે, ભગવાન કૃષ્ણે અર્જુનને ભગવાનની ઓળખાણ કરાવી હતી. જો કે, આવા જ્ઞાનીઓને મળવું અને એમની પાસેથી સાચું જ્ઞાન મેળવવા, એમની કૃપા પ્રાપ્ત કરવી સહેલી નથી. પોતાની પાસે જબરજસ્ત પુણ્ય હોય તો જ આવું શક્ય બને અને તો જ પ્રત્યક્ષ જ્ઞાનીને મળવાનો સંયોગ પ્રાપ્ત થાય.

તેથી, જો કે જ્ઞાનીને મળવું ખૂબ જ જરૂરી અને લાભકારી હોવા છતાંય તેમને આપણા જીવનમાં ભેગા થવું અત્યંત દુર્લભ છે.

આવું શક્ય બને તે માટે, જ્યારે આપણે જે પણ ભગવાનને માનતા હોય ત્યારે તેમની ભજના કરતા આપણે, એક મુમુક્ષુ તરીકે આપણે ચોક્કસ અને નિરંતર આપણે જ્ઞાનીને મળવાની ઉત્સુકતા (ઉત્કૃષ્ટ ઈચ્છા) પ્રકટ કરી અને એમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. 

એકવાર જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણે ભગવાન કોણ છે તે ખરી રીતે સમજી જશું. પછી એક ‘મહાત્મા’ તરીકે જ્યારે આપણે જ્ઞાનીએ બતાવેલ માર્ગ પર ચાલવાનું શરૂ કરીશું, ભગવાનની તેમના ખરા સ્વરૂપની ભજના શીખીને; એક દિવસ એવો આવશે કે આપણે ખુદ જ પરમાત્મા બની જઈશું!

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on