ઘણા લોકો એવું માને છે કે મોક્ષ એટલે આત્માની મુક્તિ અથવા બધા બંધનોથી આત્માનો છુટકારો. આ જે બંધાયેલો છે તે જ મુક્ત થાય છે. હવે, તે દેહ છે કે આત્મા, જે બંધાયેલો છે? કેદ કોણ ભોગવે છે, કેદી કે કેદ? તેથી આ દેહ એ કેદ જેવું છે અને તેની અંદર જે રહેલો છે, તે બંધાયેલો છે. આત્મા દેહની અંદર રહેલો છે, તો પછી તેનો અર્થ એવો થાય છે કે આત્મા બંધાયેલો છે? ના.
પરમ પૂજ્ય દાદાશ્રી આ બાબતે શું કહે છે તે વિશે વધુ વાંચો અહીં.
પ્રશ્નકર્તા: દેહના બંધનોને કારણે શું આત્માને ભવોભવ ભટકવું પડે છે?
દાદાશ્રી: પોતાની જાતને કોઈ વળગણ નથી. આ બધો અહંકારનો ડખો છે. જ્યાં અહંકાર છે, ત્યાં પોતે નથી અને જ્યાં પોતે છે, ત્યાં અહંકાર નથી.
પ્રશ્નકર્તા: પરંતુ મુક્તિ તો પોતાને જ મળે છે, ખરું ને?
દાદાશ્રી: પોતે હંમેશાં મોક્ષમાં (મુક્ત) જ છે. તેને કોઈ પણ પ્રકારનું દુ:ખ છે જ નહીં. જેને પીડા અને દુ:ખ થાય છે તેને જ મુક્ત થવાની જરૂર છે, પોતે ક્યારેય બંધનમાં આવ્યો જ નથી; પોતે હંમેશાં મુક્ત જ છે. પોતાની જાતની અજ્ઞાનતાને કારણે તે એવું માને છે કે, ‘હું બંધાયેલો છું’ અને જ્યારે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે ‘હું મુક્ત છું’, પછી તે મુક્ત થાય છે. ખરેખર તો તે બંધાયેલો નથી, માત્ર તેની માન્યતા જ છે.
“જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા ‘પરમેનન્ટ’ વસ્તુ છે. આ જન્મ-મરણ ‘ઈગોઈઝમ’ના છે.”
- પરમ પૂજ્ય દાદા ભગવાન
વૈજ્ઞાનિક રીતે, જ્યારે બે જુદા જુદા તત્ત્વો ભેગા થાય છે, ત્યારે ત્રીજું તત્ત્વ ઊભું થાય છે. જ્યારે જડ તત્ત્વ અને આત્મા ભેગા થાય છે, ત્યારે આ રીતે અહંકાર ઊભો થાય છે.
અહંકાર એટલે ‘હું’. તે ‘હું છું’નું અસ્તિત્વ સૂચવે છે. દરેક જીવ “હું છું”ના તેઓના પોતાના અસ્તિત્વને જાણતા હોય છે. જો કે, તેઓ એ જાણતા નથી, “હું કોણ છું”. તેથી આપણે બધા આપણા દેહને અથવા દેહને જે નામ આપેલ છે, તેને આપણી ઓળખ માનીએ છીએ. દાખલા તરીકે, કોઈ એમ કહે છે, ‘હું ચંદુભાઈ છું’, પરંતુ તે તો શરીરને ઓળખવા માટે આપેલું નામ છે. તમે ‘ચંદુભાઈ’ નથી અને છતાં તમે એવું માનો છો કે તમે ‘ચંદુભાઈ’ છો.
ખરેખર જે તમે નથી તેને માનવું કે તમે છો, તેને અહંકાર કહેવાય છે. “હું આ શરીર છું”, “હું એક એન્જિનિયર છું”, “હું તેનો પતિ છું”, “હું આ ઉંમરનો છું”, “હું સાચો છું” વગેરે અહંકારના પ્રકારો છે.
તે અહંકાર છે, જે ખોટી માન્યતાઓથી ઊભો થયેલો છે, તેનાથી કર્મ બંધાય છે (કોઈ પણ ક્રિયા માટે એવી કર્તાપણાની દ્રઢ માન્યતાને કારણે કર્મ બંધાય છે કે જેના કારણે તેની અસરોનું ચક્ર એક ભવ પછી બીજો ભવ એમ ચાલ્યા રાખે છે). જે કર્મનું ફળ ભોગવે છે તે પણ અહંકાર જ છે. જ્યારે આ અહંકાર જાય છે, ત્યારે તમે તમારી મૂળ જગ્યાએ પાછા આવો છો, આત્મામાં, જ્યાં કોઈ બંધનો નથી.
જ્યારે કોઈ પરિસ્થિતિ જાતને વળગી ન શકે કે ચોંટી ન શકે, ત્યારે એક પણ કર્મ વળગતું નથી. મુક્ત થયેલ આત્મા માટે કોઈ કર્મો રહેતા નથી અને તે માત્ર સિદ્ધક્ષેત્રમાં (સંપૂર્ણપણે મુક્ત થયેલ આત્મા કાયમી જ્યાં રહે છે) જ જોવા મળે છે.
અહંકારથી ઝડપથી અને સહેલાઈથી છુટકારો મેળવવા માટે જ્ઞાની પુરુષની કૃપાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ જ્ઞાનથી તમારો અહંકાર નષ્ટ થશે.
Q. મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો શું અર્થ છે? વ્યક્તિ શા માટે મોક્ષની શોધ કરે છે?
A. જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો અર્થ જુદો જુદો થાય છે. જો કે, આધ્યાત્મિક માર્ગમાં... Read More
Q. મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્ય જીવનની શું મહત્ત્વતા છે?
A. આપણે સાંભળીએ છીએ કે મનુષ્ય જીવન કિંમતી છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે શા માટે તે કિંમતી છે?... Read More
Q. શું મોક્ષની વ્યાખ્યા વાસ્તવિક છે? કે પછી મોક્ષ એ માત્ર કલ્પના જ છે?
A. આધ્યાત્મિક દ્રષ્ટિએ, મોક્ષની વ્યાખ્યા મુક્તિ અને છુટકારા જેવી જ થાય છે. ઘણા માણસો માટે મોક્ષ એટલે... Read More
Q. કળિયુગમાં (વર્તમાન કાળચક્રમાં) મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય?
A. જો આપણે એરપોર્ટ જવા માગતા હોઈએ, તો રસ્તો ન જાણવાને કારણે તે ઘણું અઘરું થઈ જશે. જો કે, જ્યારે આપણે... Read More
Q. મોક્ષમાર્ગમાં ધાર્મિક ક્રિયાઓની શું ભૂમિકા છે? શું મોક્ષ મેળવવા ત્યાગ જરૂરી છે?
A. જ્યારે આપણે ભગવાન, આધ્યાત્મિકતા અને મોક્ષ વિશે વાતો કરીએ છીએ, ત્યારે ઘણા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે... Read More
Q. મોક્ષપ્રાપ્તિ બાદ શું થાય છે?
A. મોક્ષ પછી શું થાય છે? મોક્ષ પછી આત્માનું શું થાય છે? એક વખત તમે મોક્ષ પ્રાપ્ત કરો પછી તમે આખા જગતના... Read More
Q. મોક્ષના માર્ગના બાધક કારણો કયા છે?
A. જેને મોક્ષના માર્ગમાં આગળ પ્રગતિ કરવી હોય અને સતત તે જ માર્ગમાં આગળ વધવું હોય, તે સહુએ આ માર્ગમાં... Read More
Q. મોક્ષ અને નિર્વાણ: બન્ને વચ્ચે શું ફરક છે?
A. મોક્ષ એ મુક્તિની શરૂઆત છે અને નિર્વાણ જ્યારે વ્યક્તિ અંતિમ મુક્તિ મેળવે છે ત્યારે થાય છે! આ મોક્ષ... Read More
subscribe your email for our latest news and events