મોક્ષ એ મુક્તિની શરૂઆત છે અને નિર્વાણ જ્યારે વ્યક્તિ અંતિમ મુક્તિ મેળવે છે ત્યારે થાય છે! આ મોક્ષ અને નિર્વાણ વચ્ચેનો ખરેખરો તફાવત છે.
મોક્ષ બે પ્રકારના છે:
નિર્વાણ સાથે અંનત ભવોના જન્મ-મરણના ફેરાનો અંત આવે છે.
જ્યારે જીવ નિર્વાણ પામે છે, ત્યારે તે આત્માને સિદ્ધ ભગવાન તરીકે સંબોધવામાં આવે છે. સિદ્ધ ભગવંતો આ બ્રહ્માંડની બહાર આવેલા સિદ્ધક્ષેત્રમાં બિરાજે છે. તેઓ કાયમ ત્યાં પોતાના શાશ્વત સુખમાં જ રહે છે!
પ્રશ્નકર્તા: પરંતુ, હું એ જાણવા માગુ છું કે મોક્ષ એવી કોઈ જગ્યા છે કે જ્યાં આપણે જવું જોઈએ અથવા કોઈ વસ્તુ છે કે જે મેળવવી જોઈએ અથવા એવી કોઈ જાતની સ્થિતિ છે?
દાદાશ્રી: મોક્ષ એ તમારો સ્વભાવ છે. તમારો પોતાનો સ્વભાવ મોક્ષ સ્વરૂપ જ છે. પરંતુ, તમારા સ્વભાવને ઓળખવા માટે શું તમારે કાંઈ કરવું ન જોઈએ? તમારો સ્વભાવ મોક્ષ છે, પરંતુ તમને આ સ્થિતિની જાણકારી ન હોવાને કારણે તમને અંદરથી આનંદની અનુભૂતિ થતી નથી. તમારે મોક્ષ માટે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તમામ દુ:ખ-દર્દથી મુક્તિ એ પહેલા પ્રકારનો મોક્ષ છે અને સંસારના જીવન-મરણના ચક્કરમાંથી મુક્તિ એ બીજા પ્રકારનો મોક્ષ છે! એક વખત તમે પહેલા પ્રકારનો મોક્ષ પ્રાપ્ત કરશો, બીજા પ્રકારનો મોક્ષ આવશે, તે તમારી પાસે એની જાતે જ આવશે. પહેલો મોક્ષ ‘કારણ’ સ્વરૂપ છે, અને બીજો ‘પરિણામ’ સ્વરૂપ છે. ‘કારણ’માંથી મુક્ત થયા પછી તમે તમારી સાંસારિક ફરજો જેવી કે બાળકોને પરણાવવા વગેરે પૂર્ણ કરશો. આવું કરવામાં પણ તમારો નિશ્ચય તો મોક્ષનો જ હશે. અને અત્યારે ‘પરિણામ’ સ્વરૂપ મોક્ષ શક્ય નથી. હું મારી જાતને ‘કારણ’ સ્વરૂપ મોક્ષમાં જ રાખુ છું અને બીજું બધું કામ એની જાતે ચાલ્યા કરે છે. જે દેહથી જીવ મોક્ષની જાગૃતિ પ્રાપ્ત કરે છે પછી માત્ર એક કે બે ભવ જ બાકી રહે છે.
જ્યારે જીવ નિર્વાણ પ્રાપ્ત કરે છે તે તમામ ભૂલોમાંથી મુક્ત થાય છે અને તેથી તે સંસારના જન્મ-મરણના ચક્કરમાંથી કાયમ માટે છૂટે છે.
જ્યારે કેવળી તથા તીર્થંકર ભગવંતનો આત્મા નિર્વાણની દશાએ પહોંચે છે, ત્યારે તે આત્મા મુક્ત થઈને સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. તે સમયે આત્મા સંપૂર્ણપણે નિરાવરણ થઈ તેમનો દેહ વિલીન થાય છે અને તે આત્માનો પ્રકાશ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. આ આત્માનો મૂળ સ્વભાવ છે. આ જ મોક્ષ અને નિર્વાણ વચ્ચેનો મુખ્ય તફાવત છે.
આજે દરેકનો આત્મા એવો જ છે, પરંતુ હાલમાં તે કર્મોના આવરણોથી ઢંકાયેલ છે. જ્યાં સુધી મનુષ્ય અજ્ઞાનતામાં વર્તે છે, ત્યાં સુધી આત્માનો પ્રકાશ બહાર આવતો નથી. જ્યારે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે આત્માનો પ્રકાશ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. જ્યારે આત્મા ઉપરના બધા આવરણો દૂર થાય છે, ત્યારે આત્મા આખા બ્રહ્માંડમાં ઝળહળીને પ્રકાશિત થાય છે.
દાખલા તરીકે, જ્યારે તમે માટલામાં બલ્બ મૂકો છો અને તેને સંપૂર્ણ રીતે ઢાંકી દો છો, ત્યારે તેમાંથી કોઈ પ્રકાશ બહાર આવી શકશે નહીં; પ્રકાશ માત્ર માટલાની અંદર જ રહેશે. જો કે, જો તમે માટલાને તોડી નાખશો, પ્રકાશ ક્યાં સુધી જશે? પ્રકાશ જે પાત્રમાં બલ્બ હશે તેમાં બધે ફેલાશે અને જે ઓરડામાં તેને મૂક્યો છે તેમાં પણ ફેલાશે. તે જ રીતે, જો આત્મા આવરણોથી મુક્ત થશે, તે બ્રહ્માંડના દરેક ખૂણામાં ફેલાશે. વધારામાં, જ્યારે તમે બલ્બને માટલામાં મૂકો છો, તેનો પ્રકાશ તીવ્ર જ હોય છે. જ્યારે માટલાને તોડવામાં આવે છે, ત્યારે પ્રકાશ રૂમમાં ફેલાય છે પરંતુ તેની તેવ્રતા ઘટે છે. પ્રકાશ જેમ જેમ વધારે ફેલાય છે, તેમ તેની તીવ્રતા ઘટતી જાય છે. આવું એટલા માટે કે તે ભૌતિક પ્રકાશ છે. તેની સામે આત્માનો પ્રકાશ ગમે તેટલો ફેલાય તો પણ તેની તીવ્રતા ઘટતી નથી; નિર્વાણ સમયે તે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે, તો પણ પ્રકાશ હંમેશાં સરખો જ રહે છે.
દરેક આત્મા પાસે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરવાની ક્ષમતા છે. આત્મજ્ઞાન પછી જેમ જેમ બાકી રહેલ કર્મો પૂરા થતા જાય છે અને આત્મા તમામ પ્રકારના કર્મોથી મુક્ત થાય છે, તે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે છે. તે છેલ્લો ભવ હોય છે જ્યારે આત્મા બધા આવરણોથી મુક્ત હોય છે અને ચરમ શરીર પ્રાપ્ત થયેલ હોય છે. ત્યારે નિર્વાણ થાય છે અને આત્માનો પ્રકાશ સિદ્ધક્ષેત્રમાં જતા પહેલા આખા બ્રહ્માંડમાં ફેલાય છે. આ મોક્ષ અને નિર્વાણ વચ્ચેનો મુખ્ય તફાવત છે.
Q. મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો શું અર્થ છે? વ્યક્તિ શા માટે મોક્ષની શોધ કરે છે?
A. જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો અર્થ જુદો જુદો થાય છે. જો કે, આધ્યાત્મિક માર્ગમાં... Read More
Q. શું આત્માની મુક્તિ ખરેખર થાય છે? કોણ મોક્ષ પ્રાપ્ત કરે છે?
A. ઘણા લોકો એવું માને છે કે મોક્ષ એટલે આત્માની મુક્તિ અથવા બધા બંધનોથી આત્માનો છુટકારો. આ જે બંધાયેલો... Read More
Q. મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્ય જીવનની શું મહત્ત્વતા છે?
A. આપણે સાંભળીએ છીએ કે મનુષ્ય જીવન કિંમતી છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે શા માટે તે કિંમતી છે?... Read More
Q. શું મોક્ષની વ્યાખ્યા વાસ્તવિક છે? કે પછી મોક્ષ એ માત્ર કલ્પના જ છે?
A. આધ્યાત્મિક દ્રષ્ટિએ, મોક્ષની વ્યાખ્યા મુક્તિ અને છુટકારા જેવી જ થાય છે. ઘણા માણસો માટે મોક્ષ એટલે... Read More
Q. કળિયુગમાં (વર્તમાન કાળચક્રમાં) મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય?
A. જો આપણે એરપોર્ટ જવા માગતા હોઈએ, તો રસ્તો ન જાણવાને કારણે તે ઘણું અઘરું થઈ જશે. જો કે, જ્યારે આપણે... Read More
Q. મોક્ષમાર્ગમાં ધાર્મિક ક્રિયાઓની શું ભૂમિકા છે? શું મોક્ષ મેળવવા ત્યાગ જરૂરી છે?
A. જ્યારે આપણે ભગવાન, આધ્યાત્મિકતા અને મોક્ષ વિશે વાતો કરીએ છીએ, ત્યારે ઘણા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે... Read More
Q. મોક્ષપ્રાપ્તિ બાદ શું થાય છે?
A. મોક્ષ પછી શું થાય છે? મોક્ષ પછી આત્માનું શું થાય છે? એક વખત તમે મોક્ષ પ્રાપ્ત કરો પછી તમે આખા જગતના... Read More
Q. મોક્ષના માર્ગના બાધક કારણો કયા છે?
A. જેને મોક્ષના માર્ગમાં આગળ પ્રગતિ કરવી હોય અને સતત તે જ માર્ગમાં આગળ વધવું હોય, તે સહુએ આ માર્ગમાં... Read More
subscribe your email for our latest news and events