જ્યારે આપણે ભગવાન, આધ્યાત્મિકતા અને મોક્ષ વિશે વાતો કરીએ છીએ, ત્યારે ઘણા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે છે, જેમ કે, “કેટલા સમય સુધી મારે ઉપવાસ કરવા પડશે?”, “મારે કઈ તપશ્ચર્યા કરવી જોઈએ?”, “શું મારે મારો પરિવાર, સંપત્તિ, વગેરે છોડી દેવા પડશે?”, “કેટલા સમય સુધી મારે મંત્રો ઉચ્ચારવા પડશે?” અને “શું મારે ક્રિયાકાંડ કરવા જોઈએ?”
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “મંત્રજાપ તમને સંસારમાં શાંતિ આપે. મનને શાંત કરે એ મંત્ર, એનાથી ભૌતિક સુખો મળે અને મોક્ષ તો જ્ઞાનમાર્ગ વગર નથી.”
મોક્ષના માર્ગમાં કોઈ ક્રિયાઓ હોતી નથી. ક્રિયાકાંડ માત્ર સાંસારિક જીવનમાં જ હોય છે. જેમને ભૌતિક અને બાહ્ય સુખોની વાંછના હોય તેમના માટે જ ક્રિયાઓ છે. કર્મકાંડની ક્રિયાઓથી તમને સાંસારિક ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે; તમને સ્વર્ગ સમાન સુખ-સગવડો પ્રાપ્ત થશે. પરંતુ, જો તમને ક્ષણિક સાંસારિક સુખોની ઈચ્છા ન હોય અને કાયમી સુખ મેળવવા ઈચ્છતા હોવ તો મોક્ષમાર્ગ તમારા માટે જ છે.
અજ્ઞાન ક્રિયાઓથી (પૌદ્ગલિક ક્રિયાથી) મોક્ષ છે જ નહીં. ભલે ને કોઈ આખો દિવસ તપશ્ચર્યા કર્યા કરે તો પણ તેનાથી મોક્ષ નથી. આવું એટલા માટે કે તેઓ સ્વયં પોતાને જ કર્તા માને છે; એવું માને છે કે, ”હું જ તપશ્ચર્યા કરું છું”. “હું કર્તા છું” એવી માન્યતા, તે જ બંધનનું કારણ છે. અજ્ઞાનતાના કારણે બંધન છે; જ્ઞાનથી મુક્તિ છે.
જો હું કાંઈ ક્રિયાઓ કરતો નથી, હું મારા જીવનમાં કાંઈ તપ-ત્યાગ કરતો નથી, તો પછી મને મોક્ષ કેવી રીતે મળી શકે? મોક્ષપ્રાપ્તિ માટે શું જરૂરી છે?
જે મોક્ષપ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેને બે વસ્તુની જરૂર છે: આત્મજ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞાનું અનુસરણ (જ્ઞાનવિધિ પછી તે જ જ્ઞાનદશા જળવાઈ રહે તે માટે જ્ઞાની પુરુષ જે વિશેષ માર્ગદર્શન આપે છે તે). ચાલો જાણીએ આત્મજ્ઞાન વિશે પરમ પૂજ્ય દાદાશ્રી શું કહે છે:
પ્રશ્નકર્તા: તમે કહ્યું કે આપણે કોણ છીએ તે આપણે જાણવું જોઈએ, તો તે કઈ રીતે જાણી શકાય?
દાદાશ્રી: તમારે મારી પાસે આવવું પડે. તમારે એવું કહેવું પડે કે તમે કોણ છો તે જાણવા માગો છો, તો પછી હું તમને તેના માટે મદદ કરી શકું.
પ્રશ્નકર્તા: 'હું કોણ છું' એ જાણવાની જે વાત છે, તે આ સંસારમાં રહીને કેવી રીતે બને?
દાદાશ્રી: તો ક્યાં રહીને જાણી શકાય એ? સંસાર સિવાય બીજી કોઈ જગ્યા છે કે ત્યાં રહેવાય? આ જગતમાં બધા સંસારી જ છે ને બધા સંસારમાં જ રહે છે. અહીં 'હું કોણ છું?' એ જાણવા મળે એવું છે. 'તમે કોણ છો' એ સમજવા માટેનું જ આ સાયન્સ છે અહીં આગળ. અહીંયાં આવજો, અમે તમને ઓળખાવડાવીશું.
જે મુક્ત થયા છે તેમની પાસે જવું અને કહેવું કે, “સાહેબ, મને મુક્ત કરાવો” એ જ કાયમનું સમાધાન, શ્રેષ્ઠ સમાધાન છે. “હું કોણ છું” તે એક વખત નક્કી થઈ ગયું, તો તે મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરી શકશે. અને જ્યાં સુધી જ્ઞાની પુરુષ ન મળે ત્યાં સુધી જ્ઞાની પુરુષના પુસ્તકો વાંચવા જોઈએ.
આત્મા એ વૈજ્ઞાનિક વસ્તુ છે. તે પુસ્તકોમાંથી પ્રાપ્ત થઈ શકે એમ નથી. તે તેના ગુણધર્મો અને કાર્યો સહિત હોય છે, તે ચેતન છે અને તે જ પરમાત્મા છે. એક વખત તમને આનો અનુભવ થાય પછી કશું કરવાનું રહેતું નથી; મોક્ષની પ્રાપ્તિ તમને થાય છે અને વાસ્તવિકતામાં તમે એ જ સ્વરૂપે છો!
મોક્ષમાર્ગમાં કોઈ તપશ્ચર્યા કે ત્યાગની જરૂર નથી. ફક્ત જ્ઞાની પુરુષને મળવાની જ જરૂર છે. પછી પાંચ આજ્ઞાનું પાલન એ જ તમારો ધર્મ અને એ જ તપ. સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચરિત્ર અને અંતરતપ એ ચાર મોક્ષના પાયા છે. આજ્ઞાનું સીધું પરિણામ મુક્તિ (મોક્ષ) આવે છે, કારણ કે, તેમાં આ ચારેય પાયા સમાયેલા છે.
જ્ઞાની પુરુષનો ભેટો થયા બાદ મોક્ષમાર્ગ અત્યંત સરળ અને સહેલો બની જાય છે. પછી તો તે ખીચડી બનાવવા કરતાં પણ સહેલો બની જાય છે.
Q. મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો શું અર્થ છે? વ્યક્તિ શા માટે મોક્ષની શોધ કરે છે?
A. જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો અર્થ જુદો જુદો થાય છે. જો કે, આધ્યાત્મિક માર્ગમાં... Read More
Q. શું આત્માની મુક્તિ ખરેખર થાય છે? કોણ મોક્ષ પ્રાપ્ત કરે છે?
A. ઘણા લોકો એવું માને છે કે મોક્ષ એટલે આત્માની મુક્તિ અથવા બધા બંધનોથી આત્માનો છુટકારો. આ જે બંધાયેલો... Read More
Q. મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્ય જીવનની શું મહત્ત્વતા છે?
A. આપણે સાંભળીએ છીએ કે મનુષ્ય જીવન કિંમતી છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે શા માટે તે કિંમતી છે?... Read More
Q. શું મોક્ષની વ્યાખ્યા વાસ્તવિક છે? કે પછી મોક્ષ એ માત્ર કલ્પના જ છે?
A. આધ્યાત્મિક દ્રષ્ટિએ, મોક્ષની વ્યાખ્યા મુક્તિ અને છુટકારા જેવી જ થાય છે. ઘણા માણસો માટે મોક્ષ એટલે... Read More
Q. કળિયુગમાં (વર્તમાન કાળચક્રમાં) મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય?
A. જો આપણે એરપોર્ટ જવા માગતા હોઈએ, તો રસ્તો ન જાણવાને કારણે તે ઘણું અઘરું થઈ જશે. જો કે, જ્યારે આપણે... Read More
Q. મોક્ષપ્રાપ્તિ બાદ શું થાય છે?
A. મોક્ષ પછી શું થાય છે? મોક્ષ પછી આત્માનું શું થાય છે? એક વખત તમે મોક્ષ પ્રાપ્ત કરો પછી તમે આખા જગતના... Read More
Q. મોક્ષના માર્ગના બાધક કારણો કયા છે?
A. જેને મોક્ષના માર્ગમાં આગળ પ્રગતિ કરવી હોય અને સતત તે જ માર્ગમાં આગળ વધવું હોય, તે સહુએ આ માર્ગમાં... Read More
Q. મોક્ષ અને નિર્વાણ: બન્ને વચ્ચે શું ફરક છે?
A. મોક્ષ એ મુક્તિની શરૂઆત છે અને નિર્વાણ જ્યારે વ્યક્તિ અંતિમ મુક્તિ મેળવે છે ત્યારે થાય છે! આ મોક્ષ... Read More
subscribe your email for our latest news and events