આધ્યાત્મિક દ્રષ્ટિએ, મોક્ષની વ્યાખ્યા મુક્તિ અને છુટકારા જેવી જ થાય છે. ઘણા માણસો માટે મોક્ષ એટલે બધા દુ:ખોમાંથી મુક્તિ; જ્યારે અમુક લોકો માટે મોક્ષ એટલે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ. બહુ થોડા લોકો એવું પણ માને છે કે મોક્ષ એટલે બધા પાપોમાંથી મુક્તિ. જો કે, શું આ બધા અર્થઘટનો વાસ્તવિક છે? શું મોક્ષ ખરેખર છે? શું મોક્ષ જેવું સત્ય ખરેખર છે? ચાલો જોઈએ!
કોઈ વસ્તુ વાસ્તવિક છે કે કલ્પના છે તે જાણવાનો સરળ રસ્તો તેનો અનુભવ કરવો એ છે. દાખલા તરીકે, જ્યારે તમને ખાસ ચા આપવામાં આવે, ત્યારે તમારે તે ચા ખરેખર મીઠી અને ખાસ છે તેની ખાતરી કરવા ચાખવાની જરૂર પડે છે. એકવાર તમે સ્વાદનો અનુભવ કરી લો પછી તમને તેના વિશે કોઈ શંકા હશે નહીં. આથી, કોઈ પણ વસ્તુ વાસ્તવિક છે તેની ખાતરી કરવા તમારે તેનો ‘અનુભવ’ કરવો પડે છે. આમ, ખરેખર એ વાસ્તવિકતા છે તેની પુષ્ટિ કરવા માટે જરૂરી એવો આ ‘અનુભવ’ છે.
માટે મોક્ષ વાસ્તવિકતામાં છે તેની ખાતરી કરવા, આપણે તેનો અનુભવ કરવાની જરૂર પડે છે. જ્યારે આપણે જીવંત છીએ ત્યારે જ તે માણી લેવો જોઈએ. મોક્ષ રોકડા નાણાની જેમ આપણા હાથમાં આવી જવો જોઈએ.
મોક્ષની વ્યાખ્યા છે – ‘કાયમનું સુખ’. રોકડા નાણાંની જેમ કાયમના સુખનો અનુભવ કઈ રીતે કરવો? ચાલો શોધ કરીએ...
મોક્ષના બે પ્રકારો છે.
જ્યારે તમને આ જ જીવનના દુ:ખોમાંથી છુટકારો અનુભવાશે, તે પહેલા પ્રકારનો મોક્ષ છે. જો કોઈ આપણને દુ:ખ પહોંચાડે છે અથવા આપણા ઘરમાં કશું દુ:ખદ બને છે, આવી પરિસ્થિતિમાં પણ જો આપણું સુખ ટકી રહે, તો કહી શકાય કે વ્યક્તિએ ખરેખર પહેલા પ્રકારનો મોક્ષ અનુભવ્યો છે.
અત્યંત પીડા (ભોગવટો) અથવા પ્રતિકૂળતા વચ્ચે પણ તમને આત્માના આનંદનો અનુભવ થશે. જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને શુદ્ધાત્મા પદમાં જ રહેવાય, ત્યારે જ આ શક્ય બને છે. જ્યારે તમારી સ્વયંની અજ્ઞાનતામાંથી તમે મુક્ત થાવ છો, ત્યારબાદ તમામ દુઃખોથી મુક્ત એવી દશાની પ્રાપ્તિ તમને થશે.
આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી તમને કોઈ દુ:ખ અડશે નહીં. જાગૃત આત્માના પ્રકાશમાં તમે પોતાની ભૂલો જોઈ શકવા સમર્થ થશો.
જ્યારે તમે તમારા બધા કર્મોથી મુક્ત થાવ છો, એટલે કે તમામ સાંસારિક બંધનોમાંથી છુટકારો થાય ત્યારે બીજા પ્રકારનો મોક્ષ પ્રાપ્ત થાય છે. તમારા આત્માને એકપણ અણુ ચોંટેલો રહેતો નથી. બધા કર્મો સંપૂર્ણપણે પૂરા થાય છે અને તમે જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થાવ છો. આ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે તમને આત્માનો સંપૂર્ણ અનુભવ થવો જરૂરી છે અને માનવદેહ હોવો જોઈએ. તમે એવા સૂક્ષ્મદેહથી જ સમગ્ર વિશ્વને, વિશ્વના દરેક અણુ સહિત જોઈ શકો છો અને પછી પૂર્ણ સ્વતંત્રતા મેળવી શકો છો. તમને આ બધા અનુભવો થયા પછી તમે મોક્ષ, સિદ્ધક્ષેત્ર (કે જ્યાં સંપૂર્ણ મુક્ત થયેલ આત્માઓ કાયમ રહેતા હોય)માં જાવ છો. એ મોક્ષ છે!
મોક્ષના બે પ્રકારો વિશેનો પરમ પૂજ્ય દાદાશ્રી સાથેનો સંવાદ નીચે દર્શાવ્યા પ્રમાણે છે.
પ્રશ્નકર્તા: મોક્ષનો અર્થ સાધારણ રીતે આપણે જન્મ-મરણમાંથી મુક્તિ એમ કરીએ છીએ.
દાદાશ્રી: હા, એ ખરું છે. પણ એ છેલ્લી મુક્તિ છે, એ સેકન્ડરી સ્ટેજ છે. પણ પહેલા સ્ટેજમાં, પહેલો મોક્ષ એટલે સંસારી દુઃખનો અભાવ વર્તે. સંસારના દુઃખમાંય દુઃખ અડે નહીં, ઉપાધિમાંય સમાધિ રહે, એ પહેલો મોક્ષ. અને પછી આ દેહ છૂટે ત્યારે આત્યંતિક મોક્ષ છે. પણ પહેલો મોક્ષ અહીં થવો જોઈએ. મારો મોક્ષ થઈ જ ગયેલો છે ને! સંસારમાં રહે છતાં પણ સંસાર અડે નહીં એવો મોક્ષ થઈ જવો જોઈએ. તે આ અક્રમ વિજ્ઞાનથી એવું થઈ શકે એમ છે.
Q. મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો શું અર્થ છે? વ્યક્તિ શા માટે મોક્ષની શોધ કરે છે?
A. જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો અર્થ જુદો જુદો થાય છે. જો કે, આધ્યાત્મિક માર્ગમાં... Read More
Q. શું આત્માની મુક્તિ ખરેખર થાય છે? કોણ મોક્ષ પ્રાપ્ત કરે છે?
A. ઘણા લોકો એવું માને છે કે મોક્ષ એટલે આત્માની મુક્તિ અથવા બધા બંધનોથી આત્માનો છુટકારો. આ જે બંધાયેલો... Read More
Q. મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્ય જીવનની શું મહત્ત્વતા છે?
A. આપણે સાંભળીએ છીએ કે મનુષ્ય જીવન કિંમતી છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે શા માટે તે કિંમતી છે?... Read More
Q. કળિયુગમાં (વર્તમાન કાળચક્રમાં) મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય?
A. જો આપણે એરપોર્ટ જવા માગતા હોઈએ, તો રસ્તો ન જાણવાને કારણે તે ઘણું અઘરું થઈ જશે. જો કે, જ્યારે આપણે... Read More
Q. મોક્ષમાર્ગમાં ધાર્મિક ક્રિયાઓની શું ભૂમિકા છે? શું મોક્ષ મેળવવા ત્યાગ જરૂરી છે?
A. જ્યારે આપણે ભગવાન, આધ્યાત્મિકતા અને મોક્ષ વિશે વાતો કરીએ છીએ, ત્યારે ઘણા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે... Read More
Q. મોક્ષપ્રાપ્તિ બાદ શું થાય છે?
A. મોક્ષ પછી શું થાય છે? મોક્ષ પછી આત્માનું શું થાય છે? એક વખત તમે મોક્ષ પ્રાપ્ત કરો પછી તમે આખા જગતના... Read More
Q. મોક્ષના માર્ગના બાધક કારણો કયા છે?
A. જેને મોક્ષના માર્ગમાં આગળ પ્રગતિ કરવી હોય અને સતત તે જ માર્ગમાં આગળ વધવું હોય, તે સહુએ આ માર્ગમાં... Read More
Q. મોક્ષ અને નિર્વાણ: બન્ને વચ્ચે શું ફરક છે?
A. મોક્ષ એ મુક્તિની શરૂઆત છે અને નિર્વાણ જ્યારે વ્યક્તિ અંતિમ મુક્તિ મેળવે છે ત્યારે થાય છે! આ મોક્ષ... Read More
subscribe your email for our latest news and events