મોક્ષ પછી શું થાય છે? મોક્ષ પછી આત્માનું શું થાય છે? એક વખત તમે મોક્ષ પ્રાપ્ત કરો પછી તમે આખા જગતના જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે આત્માના અનંત સુખમાં રહો છો. જ્યારે વ્યક્તિને એવું ભાન થાય છે કે પોતે દેહ નથી અને નામ પણ પોતાનું નથી, પરંતુ પોતે તો સંપૂર્ણ શુદ્ધાત્મા છે, ત્યારે મોક્ષ મેળવે છે. પરંતુ, આત્મા આ સંસારમાં કઈ રીતે આવ્યો? આત્માની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ? ચાલો તે જાણીએ:
આ બ્રહ્માંડમાં અનંત આત્માઓ તેમ જ જડ પરમાણુઓ છે. આત્મા તે છ તત્ત્વોમાંનું એક છે, જે શાશ્વત અને કાયમનું છે. આધ્યાત્મિક વિજ્ઞાનના નિયમ મુજબ જે કાયમનું હોય તેનો આદિ કે અંત હોતો જ નથી.
જ્યારે બે શાશ્વત તત્ત્વો આત્મા અને જડ પરમાણુ સંસર્ગમાં આવ્યા ત્યારે તેમાંથી જીવ અસ્તિત્વમાં આવ્યો. ત્રીજું તત્ત્વ કે જે અહંકાર છે તે એવી માન્યતા સાથે “હું ચંદુ (વાંચનારે પોતાનું નામ સમજવું) છું” ઉદ્ભવે છે. જેમ સૂર્ય અને પાણી ભેગા થવાથી વરાળ ઉત્પન્ન થાય છે તે જ રીતે આ એક કુદરતી ઘટના છે.
આત્મા અજ્ઞાનતાના આવરણથી ઢંકાયેલો છે અને તે શરૂઆતમાં નિગોધમાં (જ્યાં અનંત આત્માઓ સંપૂર્ણ આવરણથી ઢંકાયેલા હોય તેવી જગ્યા) હોય છે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ પછી તે સમસરણ માર્ગમાં પ્રવેશે છે, જ્યાં તે એક ઈન્દ્રિય જીવમાંથી પાંચ ઈન્દ્રિય જીવ મનુષ્ય સુધી વિકસિત થાય છે. જો કે, મનુષ્ય યોનિમાં આવ્યા બાદ કર્તા તરીકેનો અહંકાર ઊભો થાય છે અને તેના પ્રમાણે પાપકર્મ અને પુણ્યકર્મ એમ બાંધે છે. આ કર્મોની ગતિ પ્રમાણે તે કોઈ પણ ચાર ગતિમાં (દેવગતિ, મનુષ્યગતિ, નર્કગતિ અને જાનવર ગતિ) જન્મ લેવાનું બાંધે છે.
એક વખત જ્યારે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનો ભાવ થાય છે અને કાયમના સુખની શોધ શરૂ થાય છે, પછી તેને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. જ્યારે પોતાની સાચી સ્થિતિનો (આત્માની સ્થિતિનો) અનુભવ થાય છે, ત્યારે તે બધા આવરણોથી મુક્ત થાય છે અને સંપૂર્ણ નિરાવરણ પામેલો આત્મા આ બ્રહ્માંડમાંથી મુક્ત થાય છે. (બીજા પ્રકારનો મોક્ષ)
આખું બ્રહ્માંડ જેમ એક મનુષ્ય બે પગ પહોળા રાખી, કમર પર હાથ દઈને ઊભો હોય તેવા આકારનું છે. આપણે (મનુષ્યો, પ્રાણીઓ અને પક્ષીઓ) બ્રહ્માંડના મધ્યભાગમાં (કમરના ભાગમાં) આવેલા છીએ. કમરથી નીચેના ભાગમાં સાત નર્કગતિઓ આવેલી છે. કમરથી ઉપરના ભાગમાં ઘણી દેવગતિઓ આવેલી છે. સૌથી ઉપરનો મસ્તક જેવા ભાગની ઉપર સિદ્ધક્ષેત્ર આવેલું છે. બ્રહ્માંડની થોડી જ ઉપર સિદ્ધક્ષેત્ર આવેલું છે, એટલે કે, બ્રહ્માંડની ધાર ઉપર કે જ્યાં ફક્ત આકાશ તત્ત્વ જ છે, બીજા કોઈ તત્ત્વ નથી. આત્મા સંસારના તમામ પરમાણુઓના હિસાબમાંથી મુક્ત થયા બાદ સિદ્ધક્ષેત્રમાં પહોંચે છે અને તે બીજા પ્રકારનો મોક્ષ છે.
આત્માનો મૂળ સ્વભાવ શાશ્વત છે અને હલકો હોવાને કારણે તે ઉર્ધ્વગામી સ્વભાવનો છે. જો કે, આત્મા ઉપર અજ્ઞાનતાનું આવરણ હોવાને કારણે આત્મા ભારે થઈ જાય છે અને આવરણના પ્રકાર પ્રમાણે નીચલી યોનિમાં જન્મ લે છે. આત્મજ્ઞાન પછી તમે તમામ સંસારી પરમાણુઓના રાગ-દ્વેષથી મુક્ત થઈ જાવ છો. આત્માને વીંટળાઈને રહેલા તમામ અણુઓ ખરી પડે છે અને આત્મા સિદ્ધક્ષેત્રમાં (તમામ મુક્ત થયેલા આત્માનું કાયમી નિવાસ સ્થાન) સ્થાન પામે છે. મોક્ષપ્રાપ્તિ પછીની આ ખરી વાસ્તવિકતા છે.
સિદ્ધક્ષેત્ર એ એવું ક્ષેત્ર છે કે જ્યાં તમને કોઈ અણુ કે પરમાણુ ચોંટી શકતા નથી. એવું એટલા માટે કે ત્યાં તમને અસર કરી શકે એવા કોઈ અણુ કે પરમાણુ છે જ નહીં.
આત્મા ત્યાં કાયમ પોતાના નિજ સુખમાં આનંદનો અનુભવ કરે છે અને તે પોતાની જ જગ્યા પર રહે છે. તેથી શું કરવાનું રહ્યું? જોવા અને જાણવાનું કાર્ય સતત ચાલ્યા કરે છે! જોવા અને જાણવાનું પરિણામ આનંદ છે. તેથી, જો કોઈ અહીં હાથ ઊંચો કરે તો સિદ્ધક્ષેત્રમાં બિરાજેલા મુક્ત આત્મા તે નિહાળી શકે છે.
તેમની પાસે અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વની જાગૃતિ હોય છે. વસ્તુત્વનું ભાન હોવાને કારણે ત્યાં હંમેશાં સુખ જ, પરમાનંદ જ હોય છે!
Q. મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો શું અર્થ છે? વ્યક્તિ શા માટે મોક્ષની શોધ કરે છે?
A. જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો અર્થ જુદો જુદો થાય છે. જો કે, આધ્યાત્મિક માર્ગમાં... Read More
Q. શું આત્માની મુક્તિ ખરેખર થાય છે? કોણ મોક્ષ પ્રાપ્ત કરે છે?
A. ઘણા લોકો એવું માને છે કે મોક્ષ એટલે આત્માની મુક્તિ અથવા બધા બંધનોથી આત્માનો છુટકારો. આ જે બંધાયેલો... Read More
Q. મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્ય જીવનની શું મહત્ત્વતા છે?
A. આપણે સાંભળીએ છીએ કે મનુષ્ય જીવન કિંમતી છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે શા માટે તે કિંમતી છે?... Read More
Q. શું મોક્ષની વ્યાખ્યા વાસ્તવિક છે? કે પછી મોક્ષ એ માત્ર કલ્પના જ છે?
A. આધ્યાત્મિક દ્રષ્ટિએ, મોક્ષની વ્યાખ્યા મુક્તિ અને છુટકારા જેવી જ થાય છે. ઘણા માણસો માટે મોક્ષ એટલે... Read More
Q. કળિયુગમાં (વર્તમાન કાળચક્રમાં) મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય?
A. જો આપણે એરપોર્ટ જવા માગતા હોઈએ, તો રસ્તો ન જાણવાને કારણે તે ઘણું અઘરું થઈ જશે. જો કે, જ્યારે આપણે... Read More
Q. મોક્ષમાર્ગમાં ધાર્મિક ક્રિયાઓની શું ભૂમિકા છે? શું મોક્ષ મેળવવા ત્યાગ જરૂરી છે?
A. જ્યારે આપણે ભગવાન, આધ્યાત્મિકતા અને મોક્ષ વિશે વાતો કરીએ છીએ, ત્યારે ઘણા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે... Read More
Q. મોક્ષના માર્ગના બાધક કારણો કયા છે?
A. જેને મોક્ષના માર્ગમાં આગળ પ્રગતિ કરવી હોય અને સતત તે જ માર્ગમાં આગળ વધવું હોય, તે સહુએ આ માર્ગમાં... Read More
Q. મોક્ષ અને નિર્વાણ: બન્ને વચ્ચે શું ફરક છે?
A. મોક્ષ એ મુક્તિની શરૂઆત છે અને નિર્વાણ જ્યારે વ્યક્તિ અંતિમ મુક્તિ મેળવે છે ત્યારે થાય છે! આ મોક્ષ... Read More
subscribe your email for our latest news and events