Related Questions

વિષયના જોખમો શું છે?

જ્યારે પણ આપણે જોખમ શબ્દ સાંભળીએ તો એની મેળે જ આપણે સજાગ અને જાગૃત થઈ જઈએ છીએ અને આપણે પોતાની જાત અને આપણા સગાંવહાલાંને બચાવવા માટે જાગૃત રહીએ છીએ. પરંતુ, જ્યારે વિષયની વાત આવે ત્યારે? શું આપણે સજાગ છીએ? શું આપણે જાગૃત છીએ? ના. શા માટે? કારણ કે, આપણે ક્યારેય પણ વિષયના જોખમો કે નુકસાન સાંભળ્યા જ નથી. 

જ્ઞાની પુરુષ, પરમ પૂજ્ય દાદા ભગવાને વિષયના જોખમો અને વિષય-વિકારીના નુકસાનનો ખૂબ જ સૂક્ષ્મતાએ વિગતવાર ફોડ પાડ્યા છે. આ પ્રમાણે છે:

  • આ જગતમાં લઢવાડ ક્યાં હોય? જ્યાં આસક્તિ હોય ત્યાં જ. ઝઘડા ફક્ત ક્યાં સુધી હોય? વિષય છે ત્યાં સુધી!
  • એક વિષયમાં કરોડો જીવ મરી જાય છે. સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે. સમજતા નથી ને! ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ.
  • વિષય પછી દેહબળ, મનોબળ ને વચનબળ ઓછું થઈ જાય છે.
  • આ બધા જ રોગ અબ્રહ્મચર્યના કારણે છે.
  • દેહબળ, મનોબળ, બુદ્ધિબળ અને અહંકારનું બળ; અબ્રહ્મચર્યથી આ બધા ખલાસ થઈ જાય છે!
  • તે આત્મા પર અજ્ઞાનનું આવરણ ગાઢ કરે છે.
  • વિષય ભોગવીને માણસ બેભાન થઈ જાય છે.
  • વિષયમાં ચિત્ત ફસાયું એટલે ઐશ્વર્ય તૂટી ગયું. ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો.
  • મનુષ્યનું મનુષ્યપણું મટીને હેવાનપણું થઈ જાય છે.
  • બ્રહ્મચર્ય પાળ્યા વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી.
  • વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે આવતા જન્મ માટે વેર બંધાય છે અને વેરના 'ફાઉન્ડેશન' પર આ જગત ઊભું રહ્યું છે. આમ, વિષય એ વેરનું કારણ છે.
  • જે ખોરાક ખાઈએ છીએ તેનો અર્ક થઈને છેલ્લે એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે.
  • વિષયથી બસ અધોગતિ છે. કારણ કે, એક વિષયમાં તો કંઈ કરોડો જીવ મરી જાય છે! સમજણ ના હોય છતાંય જોખમદારી વહોરે છે ને!
  • વિષય વસ્તુ એવી છે કે એક દહાડાનો વિષય ત્રણ દહાડા સુધી કોઈ પણ પ્રકારની એકાગ્રતા ના થવા દે, એકાગ્રતામાં હાલમ-ડોલમ થયા કરે. જ્યારે મહિના સુધી વિષય ના સેવે, તો એની એકાગ્રતામાં હાલમ-ડોલમ ના થાય.
  • વિષયનો મોહ એવો છે કે ગમે તેવા નિર્મોહીને પણ મોહી બનાવી દે. અરે, સાધુ આચાર્યોનેય ટાઢા પાડી મેલે!
  • એક જ ફેરાનો વિષય એ કેટલાય જીવો ખલાસ કરી નાખે! આ જીવો એક અથવા બીજી રીતે વેર લે જ.
  • વિષયની જોખમદારી બહુ જ મોટી છે. મોટામાં મોટી જોખમદારી હોય તો તે વિષયની છે. એનાથી જૈન ધર્મમાં બતાવેલ પાંચેય મહાવ્રત ( સત્ય, અહિંસા, પરિગ્રહ, ચોરી, બ્રહ્મચર્ય અને અણુવ્રત) તૂટે છે.
  • જેમ શ્વાસોશ્વાસ વધારે વપરાય તેમ આયુષ્ય ઓછું થાય. શ્વાસોશ્વાસ શેમાં વધારે વપરાય? ભયમાં, ક્રોધમાં, લોભમાં, કપટમાં અને એથી વધારે વિષયમાં. આમ આયુષ્ય ઘટી જાય.

બધા તો માત્ર હક્કના વિષયના જોખમો છે, પરંતુ અણહક્કના વિષયનાં તો વધારે જોખમી છે.

Related Questions
  1. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?
  2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
  3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
  4. વિષયના જોખમો શું છે?
  5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
  6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?
  8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
  9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
  10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
  11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on