પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, 'આ જ્ઞાન પછી વિષયનો ક્યારેય મને વિચારેય નથી આવ્યો!' ત્યારે જ આવું વિષય રોગને ઉખેડીને ખલાસ કરી નાખે એવી વાણી નીકળી છે !
પરંતુ, બ્રહ્મચર્ય અને આત્મજ્ઞાનને એકબીજા સાથે શું સંબંધ છે?
બન્ને એકબીજા સાથે ઘણી બધી રીતે સંકળાયેલા છે. બ્રહ્મચર્ય વગર આત્માનો અનુભવ જ ખબર ના પડે. આ સુખ આવે છે તે આત્માનું છે કે પુદ્ગલનું છે એ ખબર જ ના પડે ને! જેને આત્માનું સ્પષ્ટવેદન આ દેહે જ અનુભવવું હોય, તેને વિશુદ્ધ બ્રહ્મચર્ય વિના આની પ્રાપ્તિ શક્ય જ નથી. જ્યાં સુધી ‘વિષયમાં સુખ છે’ એવી સૂક્ષ્માતિસૂક્ષ્મ રોંગ બિલીફ છે, ત્યાં સુધી વિષયના પરમાણુ સંપૂર્ણપણે નિર્જરી જતા નથી. એ ‘રોંગ બિલીફ’ સંપૂર્ણ-સર્વાંગપણે ઊડે ત્યાં સુધી જાગૃતિ અતિ અતિ સૂક્ષ્મપણે રાખવી ઘટે.
બ્રહ્મચર્ય આત્મસુખ પ્રાપ્તિમાં કેવી રીતે મદદ કરે છે? તે બહુ રીતે મદદરૂપ છે. દેહબળ, મનોબળ, બુદ્ધિબળ અને અહંકારનું બળ, અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે! જ્યારે, આખું અંત:કરણ બ્રહ્મચર્યના કારણે ખૂબ જ સુદ્રઢ અને શક્તિશાળી બને છે.
એક વાર આત્મસુખનો સ્વાદ ચાખ્યા પછી વિષયી સુખો મોળાં લાગે. જલેબી ખાધા પછી ચા પીધેલી? તો મોળી લાગે ને? પછી આપણે ચામાં ઘણો ટેસ્ટ કરવા જઈએ, પણ ટેસ્ટ ના બેસે. એવી જ રીતે, આત્મજ્ઞાન પછી પોતે જે આત્મસુખ અનુભવે છે તે વિષયમાંથી મળતા સુખ કરતા અનેક ગણું હોય છે.
આ દેહ એ રેશમી ચાદરથી વીંટેલું હાડમાંસ જ છે. બુદ્ધિ બહારનું રૂપાળું દેખાડે છે, જ્યારે જ્ઞાન આરપાર જેમ છે તેમ દેખાડે. આ આરપાર દ્રષ્ટિ કેળવવા માટે દાદાશ્રીએ થ્રી વિઝનનું અદ્ભુત હથિયાર આપ્યું છે. આ અવતારમાં અક્રમજ્ઞાનથી વિષય બીજથી તદ્દન નિગ્રંથ થઈ શકાય એવું છે! મહીં રુચિનું બીજ પડેલું હોય તે ધીમે ધીમે પકડાય ને તેનાથી છૂટાય. જેને એકાવતારી થવું હોય એને વિષયથી મુક્ત થવું જ પડે.
અણસમજણથી અબ્રહ્મચર્ય ટક્યું છે. જ્ઞાનીની સમજણે સમજી લેવાથી એ અટકે છે. જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિર્વિષયી બનેલા હોય, તેથી તેમનામાં જબરજસ્ત વચનબળ પ્રગટ થયું હોય. જે વિષયનું વિરેચન કરાવનાર બની રહે છે.
પરમ પૂજ્ય દાદાશ્રી પાસે જગતને જોવા માટેની દ્રષ્ટિ છે કે જેના દ્વારા પોતે જોઈ શકે કે શરીર અને પોતે જુદો (આત્મા જુદા) છે. દેહ વિનાશી છે અને તેથી દેહના અંગો તરફ આકર્ષણ થવામાં કંઈ સાર નથી, કારણ કે, અંતે તો પોતે સુખી નથી થતો પરંતુ દુઃખી જ થાય છે. તેઓ એવી રીતે સમજણ આપે છે કે ગમે તેવા મોટા બુદ્ધિશાળીને પણ તે આસાનીથી પચી જાય!
જો વિકારી ભાવોને અંદર જ સમજણથી, આત્મજ્ઞાન દ્વારા અને પુરુષાર્થથી જ શમાવી નાખે તો પોતે વિષયથી મુક્ત થઈ જાય.
૧) આ જગતમાં સાયન્ટિસ્ટોને બધા લોકો કહે છે કે વીર્ય-રજ અધોગામી છે. પણ અજ્ઞાનતા છે, તેને લીધે અધોગામી છે. જ્ઞાનમાં તો ઊર્ધ્વગામી થાય છે. કારણ કે, જ્ઞાનનો પ્રતાપ છે ને! જ્ઞાન હોય તો કશો વિકાર જ ના થાય ને ભલે પછી ગમે તેવી બોડી હોય, ગમે એટલું ખૂબ ખાતો હોય. એટલે મુખ્ય વસ્તુ જ્ઞાન છે.
૨) બ્રહ્મચર્ય એટલે પુદ્ગલસાર અને અધ્યાત્મસાર એટલે શુદ્ધાત્મા. જેને પુદ્ગલસાર (બ્રહ્મચર્ય) અને અધ્યાત્મસાર (શુદ્ધાત્મા) બેઉ પ્રાપ્ત થઈ ગયો એનું તો થઈ ગયું કલ્યાણ જ ને!
૩) બ્રહ્મચર્ય સિવાય કોઈ દા’ડોય આત્મા પ્રાપ્ત થાય નહીં!
૪) આ જ્ઞાનથી એવું ઊંચું સુખ મળે છે. છતાં આ જ્ઞાન પછી તરત વિષય જતા નથી, પણ ધીમે ધીમે જતા રહે. છતાં પણ પોતે વિચારવું તો જોઈએ કે આ વિષયો એ કેટલો ગંદવાડો છે!
૫) અત્યારે જો પાંચ વર્ષ આ જ્ઞાનના આધારે બ્રહ્મચર્ય પાળે તો કેટલી બધી શક્તિઓ પ્રગટ થઈ જાય અને આ દેહનું બંધારણ કેવું સરસ થઈ જાય! આખી જિંદગી તાવતરિયો જ ના આવે ને!
Q. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?
A. બ્રહ્મચારી એ બ્રહ્મચર્યનું વ્રત લીધેલા વ્યક્તિ કરતા ઘણું વધારે છે. તો ચાલો, આપણે આ સવાલનો જવાબ... Read More
Q. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
A. અધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય એ મોટામાં મોટું તેમ જ પવિત્રમાં પવિત્ર સાધન છે! અણસમજણથી અબ્રહ્મચર્ય... Read More
A. જ્યારે પણ આપણે જોખમ શબ્દ સાંભળીએ તો એની મેળે જ આપણે સજાગ અને જાગૃત થઈ જઈએ છીએ અને આપણે પોતાની જાત... Read More
Q. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
A. સ્વપ્નદોષના બે મુખ્ય કારણો છે: વિષયનું આકર્ષણ – આ દોષના કારણે વીર્યનું શરીરમાંથી સૂક્ષ્મમાં... Read More
Q. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
A. સંસારનો સાર એ મોક્ષ છે અને પુદ્ગલસાર એ વીર્ય છે. સંસારની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો... Read More
Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?
A. પરમાણુઓના સામસામી હિસાબના કારણે પુરુષ અને સ્ત્રી વચ્ચે આકર્ષણ થાય છે! ઉદાહરણ: સ્ત્રી અને પુરુષ... Read More
Q. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
A. બ્રહ્મચર્ય પાળવામાં અને જાગૃતિ ટકાવવામાં ખોરાક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ખોરાક જે પેટમાં જાય છે,... Read More
Q. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
A. મન એ વિરોધાભાસી છે. તે બન્ને તરફના વિચારો બતાડશે, બ્રહ્મચર્ય પાળવાના અને તમને પૈણવાના પણ વિચારો... Read More
Q. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
A. એક એવી સ્ત્રી, જે એટલી શુદ્ધ હોય કે એને પોતાના પતિ સિવાય કયારેય બીજા કોઈ પુરુષનો વિચાર જ ના આવે,... Read More
Q. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
A. વિષય એવી વસ્તુ છે ને કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે... Read More
subscribe your email for our latest news and events