સંસારનો સાર એ મોક્ષ છે અને પુદ્ગલસાર એ વીર્ય છે. સંસારની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો ધારે તો ઊર્ધ્વગામી થઈ શકે. તેથી, વીર્ય અધ્યાત્મ તરફ ઊર્ધ્વગામી થાય અને અંતે આત્મા તરફ જવાય એવા (બીજ) ભાવ ભાવવા જોઈએ.
પરમ પૂજ્ય દાદાશ્રીએ સમજાવ્યું છે કે, વીર્ય એટલે શું છે, તો ચાલો આપણે એક દ્રષ્ટિ કરીએ:
દાદાશ્રી: ખાય છે-પીવે છે, એનું શું થતું હશે પેટમાં?
પ્રશ્નકર્તા: લોહી થાય.
દાદાશ્રી: અને સંડાસ નહીં થતું હોય?
પ્રશ્નકર્તા: થાય ને! અમુક ખોરાકનું લોહી, અમુક સંડાસ વાટે કચરો બધો નીકળી જાય.
દાદાશ્રી: હા, અને અમુક પાણી વાટે નીકળી જાય. આ લોહીનું પછી શું થાય?
પ્રશ્નકર્તા: લોહીનું વીર્ય થાય.
દાદાશ્રી: એમ! વીર્યને સમજું છું? લોહીનું વીર્ય થાય, તે વીર્યનું પછી શું થાય? લોહીની સાત ધાતુઓ કહે છે ને? એમાંથી એકમાંથી હાડકાં થાય, એકમાંથી માંસ થાય, એમાંથી પછી છેવટે છેલ્લામાં છેલ્લું વીર્ય થાય. છેલ્લી દશા વીર્ય થાય. વીર્ય એ પુદ્ગલસાર કહેવાય. દૂધનો સાર એ ઘી કહેવાય, એવું આ ખોરાક ખાધાનો સાર વીર્ય કહેવાય.
સંડાસનો માલ નીકળી જાય વખતે, રહે નહીં. હમણે કોઈ વિષયનો વિચાર આવ્યો, તરત તન્મયાકાર થયો એટલે મહીં માલ ખરીને નીચે ગયો. એટલે પછી ભેગો થઈને નીકળી જાય હડહડાટ. પણ વિચાર આવે ને તરત ઉખાડી નાખે તો મહીં ખરે નહીં પછી, ઉર્ધ્વગામી થાય. નહીં તો વિચાર આવતાની સાથે ખરી પડે નીચે. એટલું બધું મહીં વિજ્ઞાન છે આખું!!
ભરેલો માલ એ તો નીકળ્યા વગર રહેવાનું નહીં. વિચાર આવ્યો તેને પોષણ આપ્યું, તો વીર્ય મડદાલ થઈ ગયું. એટલે કોઈ પણ રસ્તે ડિસ્ચાર્જ થઈ જાય છે.
પરમ પૂજ્ય દાદાશ્રી અહીં, વીર્ય ડિસ્ચાર્જ થવાનું વિજ્ઞાન સમજાવે છે:
પ્રશ્નકર્તા: વીર્યનું ગલન થાય છે એ પુદ્ગલ સ્વભાવમાં હોય કે કોઈ જગ્યાએ આપણી લીકેજ હોય છે એટલે થાય છે?
દાદાશ્રી: આપણે જોઈએ અને આપણી દ્રષ્ટિ બગડી, એટલે વીર્યનો અમુક ભાગ છે તે 'એક્ઝોસ્ટ' થઈ ગયો કહેવાય.
પ્રશ્નકર્તા: એ તો વિચારોથી પણ થઈ જાય છે.
દાદાશ્રી વિચારોથી પણ 'એક્ઝોસ્ટ' થાય, દ્રષ્ટિથી પણ 'એક્ઝોસ્ટ' થાય. તે 'એક્ઝોસ્ટ' થયેલો માલ પછી ડિસ્ચાર્જ થયા કરે.
પ્રશ્નકર્તા: પણ આ જે બ્રહ્મચારીઓ છે તેમને તો કંઈ એવા સંજોગો ના હોય, તેઓ સ્ત્રીઓથી દૂર રહે છે, ફોટા રાખતા નથી, કેલેન્ડર રાખતા નથી, છતાં એમને ડિસ્ચાર્જ થઈ જાય છે. તો એમનું સ્વાભાવિક ડિસ્ચાર્જ ના કહેવાય?
દાદાશ્રી: તો પણ એમને મનમાં આ બધું દેખાય છે. બીજું, એ ખોરાક બહુ ખાતો હોય અને એનું વીર્ય બહુ બનતું હોય, પછી એ પ્રવાહ વહી જાય એવુંય બને.
પ્રશ્નકર્તા: રાત્રે વધારે ખવાય તો ખલાસ...
દાદાશ્રી: રાત્રે વધારે ખવાય જ નહીં, ખાવું હોય તો બપોરે ખાવું. રાત્રે જો વધારે ખવાય તો તો વીર્યનું સ્ખલન થયા વગર રહે જ નહીં. વીર્યનું સ્ખલન કોને ના થાય? જેનું વીર્ય બહુ મજબૂત થઈ ગયું હોય, બહુ ઘટ્ટ થઈ ગયેલું હોય, તેને ના થાય. આ તો બધા પાતળાં થઈ ગયેલાં વીર્ય કહેવાય.
પ્રશ્નકર્તા: મનોબળથી પણ એને અટકાવી શકાય ને?
દાદાશ્રી: મનોબળ તો બહુ કામ કરે ! મનોબળ જ કામ કરે ને! પણ તે જ્ઞાનપૂર્વકનું હોવું જોઈએ. એમ ને એમ મનોબળ રહે નહીં ને!
વીર્યનો એવો સ્વભાવ નથી, અધોગતિમાં જવું. એ તો પોતાનો નિશ્ચય નહીં એટલે અધોગતિમાં જાય છે. નિશ્ચય કર્યો એટલે બીજી બાજુ વળે અને પછી મોઢા પર બીજા બધાને તેજ દેખાતું થાય અને બ્રહ્મચર્ય પાળતાં મોઢા પર કંઈ અસર ના થઈ, તો 'બ્રહ્મચર્ય પૂરું પાળ્યું નથી' એમ કહેવાય.
Q. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?
A. બ્રહ્મચારી એ બ્રહ્મચર્યનું વ્રત લીધેલા વ્યક્તિ કરતા ઘણું વધારે છે. તો ચાલો, આપણે આ સવાલનો જવાબ... Read More
A. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, 'આ જ્ઞાન પછી વિષયનો ક્યારેય મને વિચારેય નથી આવ્યો!' ત્યારે જ આવું... Read More
Q. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
A. અધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય એ મોટામાં મોટું તેમ જ પવિત્રમાં પવિત્ર સાધન છે! અણસમજણથી અબ્રહ્મચર્ય... Read More
A. જ્યારે પણ આપણે જોખમ શબ્દ સાંભળીએ તો એની મેળે જ આપણે સજાગ અને જાગૃત થઈ જઈએ છીએ અને આપણે પોતાની જાત... Read More
Q. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
A. સ્વપ્નદોષના બે મુખ્ય કારણો છે: વિષયનું આકર્ષણ – આ દોષના કારણે વીર્યનું શરીરમાંથી સૂક્ષ્મમાં... Read More
Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?
A. પરમાણુઓના સામસામી હિસાબના કારણે પુરુષ અને સ્ત્રી વચ્ચે આકર્ષણ થાય છે! ઉદાહરણ: સ્ત્રી અને પુરુષ... Read More
Q. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
A. બ્રહ્મચર્ય પાળવામાં અને જાગૃતિ ટકાવવામાં ખોરાક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ખોરાક જે પેટમાં જાય છે,... Read More
Q. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
A. મન એ વિરોધાભાસી છે. તે બન્ને તરફના વિચારો બતાડશે, બ્રહ્મચર્ય પાળવાના અને તમને પૈણવાના પણ વિચારો... Read More
Q. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
A. એક એવી સ્ત્રી, જે એટલી શુદ્ધ હોય કે એને પોતાના પતિ સિવાય કયારેય બીજા કોઈ પુરુષનો વિચાર જ ના આવે,... Read More
Q. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
A. વિષય એવી વસ્તુ છે ને કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે... Read More
subscribe your email for our latest news and events