સ્વપ્નદોષના બે મુખ્ય કારણો છે:
તો ચાલો, આપણે ઊંડાણમાં જાણીએ કે વિકારી આકર્ષણ કઈ રીતે સ્વપ્નદોષ કરાવે છે અને પરમ પૂજ્ય દાદાશ્રીએ સમજાવ્યા પ્રમાણે સ્વપ્નદોષ કેવી રીતે અટકાવી શકાય:
બ્રહ્મચર્ય વ્રત લીધું હોય. કશુંક અવળું-હવળું થાયને ત્યારે ગૂંચાય. એક છોકરો મૂંઝાતો'તો, મેં કહ્યું, 'કેમ ભઈ, મૂંઝાઉ છું?' તમને કહેતા મને શરમ આવે છે. મેં કહ્યું, 'શું શરમ આવે છે? લખીને આપ બળ્યું.' મોઢે કહેતા શરમ આવે તો લખીને આપ. 'મહિનામાં બે-ત્રણ વખત મને ડિસ્ચાર્જ થઈ જાય છે.' કહે છે. 'મેર ગાંડિયા, એમાં તો શું આટલો બધો ગભરાઉ છું! તારી દાનત નથી ને? તારી દાનત ખોટી છે?' ત્યારે કહે, 'બિલકુલ નહીં, બિલકુલ નહીં.' ત્યારે મેં કહ્યું, 'તારી દાનત ચોખ્ખી હોય તો બ્રહ્મચર્ય જ છે' કહ્યું. ત્યારે કહે, 'પણ આવું થાય?' મેં કહ્યું, ભઈ, એ ગલન ન્હોય? એ તો પૂરણ થયેલું ગલન થઈ જાય. એમાં તારી દાનત ના બગડવી જોઈએ. એવું રાખજે, એ સાચવવી. દાનત ના બગડવી જોઈએ કે આમાં સુખ છે. મહીં મૂંઝાયને બિચારો! તો ચોખ્ખું તરત કરી આપું.
પ્રશ્નકર્તા: એ દાનત જ મૂળ છે વાત! 'દાનત કેવી છે' એના ઉપર જ છે બધું આખું.
દાદાશ્રી: તમારી દાનત પછી કઈ બાજુ છે? તમારી દાનત ખરાબ હોય અને વખતે ડિસ્ચાર્જ ના થાય તેથી કરીને તું બ્રહ્મચારી નહીં થઈ જઉં. ભગવાન બહુ પાકા હતા, કોણ આવી સમજણ પાડે? અને કુદરત તો એના નિયમમાં જ હોય ને. ઊલટી થઈ ગઈ એટલે મરી જઈશ એવું થઈ ગયું? શરીર હોય તો ઊલટી ના થાય તો શું થાય? રોજ સુલટી થાય, પછી ઊલટી ના થાય પાછી?
પ્રશ્નકર્તા: હમણાં છેલ્લા થોડા વખતમાં બહુ બધી વખત પતન થયું હતું, ડિસ્ચાર્જ થયું હતું.
દાદાશ્રી: જેટલું તમારું કશામાં ચિત્ત ચોંટ્યું એટલું મહીં એની મેળે જ ડિસ્ચાર્જ થઈ ગયેલું હોય, તે પછી નીકળી જાય છે. મડદાલ થઈ જાય એ નીકળી જાય. જે મડદાલ નથી થયું એ નીકળે નહીં.
પ્રશ્નકર્તા: ના, એનો મતલબ એ થાય છે કે હજી કશેક ચિત્ત ચોંટે છે.
દાદાશ્રી: હં, ચોંટ્યું નથી. મહીં ચોંટતું હશે થોડું ઘણું, એનું ફળ છે. આ બધું ચોંટ્યા પછી ઉખાડી લ્યો, તમે આમ પ્રતિક્રમણ કરીને. થોડું ચોંટી જાય ને? એટલે ચોંટ્યું તો કાયદો એવો છે કે તરત છે તે પેલું મહીં છૂટું પડી જાય અને પછી મડદાલ થયું. એ તો મહીં રહે, તેના કરતા નીકળી જાય તેનો વાંધો નહીં રાખવાનો.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, રાત્રે વધારે પડતું ખાવાથી સ્વપ્નદોષ થાય છે, તો ચાલો આપણે સ્વપ્નદોષને કેવી રીતે અટકાવી શકાય તે હકીકતને સમજીએ એમના શબ્દોમાં:
પ્રશ્નકર્તા: સ્ત્રીની બાબતમાં જે કંઈ સ્વપ્ના આવે, તે આપણને આ બ્રહ્મચર્યની ભાવનાના કારણે ગમતા ના હોય ને? તો એનો કંઈ ઉપાય ખરો?
દાદાશ્રી: સ્વપ્ના એ તો જુદી વસ્તુ છે. આપણને ગમતું હોય તો નુકસાન કરે ને ના ગમતું હોય તો કંઈ નુકસાન ન કરે. એ ગમે તે આવે, ગમતું હોય તો ફરી આપણે ત્યાં એવું ઊભું થાય અને ના ગમતું હોય તો કશી ભાંજગડ જ નથી.
પ્રશ્નકર્તા: સ્વપ્નદોષ કેમ થતા હશે?
દાદાશ્રી: ઉપર ટાંકી હોય પાણીની, તે પાણી નીચે પડવા માંડે એટલે ના સમજીએ કે ઉભરાઈ! સ્વપ્નદોષ એટલે ઉભરાવું. ટાંકી ઉભરાઈ! તે કો'ક ના રાખવો જોઈએ?
એટલે ખોરાક ઉપર કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. તેથી આ મહારાજ આ એક વખત આહાર કરે છે ને ત્યાં! બીજું કશું લેવાનું જ નહીં, ચા-બા કશું નહીં લેવાનું.
પ્રશ્નકર્તા: એમાં રાત્રિનો ખોરાક મહત્ત્વનો. રાત્રિનું ઓછું કરવું જોઈએ.
દાદાશ્રી: રાતના ખોરાક જ ના જોઈએ, આ એક જ વખત મહારાજ આહાર લે છે. પણ ચાર રોટલી ખઈ જાય છે, આ એની ઉંમર તો ખરી ને! બીજું ચા નહીં, બીજી કોઈ ભાંજગડ જ નહીં ને! આખો દહાડો એ ટાંકી ભરી લીધી. તે ટાંકી ભરી લીધી, તે પેટ્રોલ ચાલ્યા કરે.
એટલે ડિસ્ચાર્જ તો આ ખાવાનું જો કંટ્રોલમાં હોય તો બીજું કશું ના થાય. આ તો ઠોક ને ઠોક ખાવાનું રાખે છે. જે હોય તે અને અજુગતું વસ્તુ આહાર હોય, ત્યારે શું થાય? જૈન તો કેવો ડાહ્યો! આવા આહાર નહીં. એવું તેવું ના હોય કશું. છતાં ડિસ્ચાર્જ થાય એનો વાંધો નહીં. એ તો ભગવાને કહ્યું, વાંધો નહીં. એ ભરાય પછી બૂચ ખુલ્લો થઈ જાય. ઊર્ધ્વગમન થયું નથી બ્રહ્મચર્ય, ત્યાં સુધી અધોગમન જ થાય. ઊર્ધ્વગમન તો બ્રહ્મચર્ય લેવાની શરત કરી, ત્યારથી જ શરૂઆત થાય.
ચેતીને આપણે ચાલવું સારું. મહિનામાં ચાર વખત થાય તોય વાંધો નહીં. આપણે જાણીજોઈને ડિસ્ચાર્જ કરવું ના જોઈએ. એ ગુનો છે. એમ ને એમ થાય તેનો વાંધો નહીં. આ તો આ બધું આડાઅવળું ખાવાનું પરિણામ છે. જાણીજોઈને ડિસ્ચાર્જ કરવું એ ભયંકર ગુનો. આપઘાત કહેવાય.
૧) લોકોમાં એવી માન્યતા પ્રર્વતે છે કે વીર્યનું ગલન થવું એ એક શરીરનો કુદરતી ધર્મ છે. એ લીકેજ નથી. જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ કહે છે કે વ્યક્તિની વિકારી દ્રષ્ટિ અને વિકારી વિચારોના કારણે વીર્યનો કેટલોક ભાગ ‘એક્ઝોસ્ટ’ થયેલો ગણાય છે. પછી તે ડિસ્ચાર્જ થઈ જાય છે.
૨) આ પાછલી ખોટો સ્વપ્નાવસ્થામાં બધી જતી રહે. સ્વપ્નાવસ્થા માટે આપણે ગુનેગાર ગણતા નથી. આપણે જાગૃત અવસ્થાને ગુનેગાર ગણીએ છીએ, ઉઘાડી આંખે જાગૃત અવસ્થા! છતાં પણ સ્વપ્નાં આવે. માટે એને બિલકુલ કાઢી નાખવા જેવું નથી, ત્યાં ચેતતા રહેવું. સ્વપ્નાવસ્થા પછી સવારમાં પસ્તાવો કરવો પડે, એનું પ્રતિક્રમણ કરવું પડે કે આવું ના હો.
Q. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?
A. બ્રહ્મચારી એ બ્રહ્મચર્યનું વ્રત લીધેલા વ્યક્તિ કરતા ઘણું વધારે છે. તો ચાલો, આપણે આ સવાલનો જવાબ... Read More
A. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, 'આ જ્ઞાન પછી વિષયનો ક્યારેય મને વિચારેય નથી આવ્યો!' ત્યારે જ આવું... Read More
Q. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
A. અધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય એ મોટામાં મોટું તેમ જ પવિત્રમાં પવિત્ર સાધન છે! અણસમજણથી અબ્રહ્મચર્ય... Read More
A. જ્યારે પણ આપણે જોખમ શબ્દ સાંભળીએ તો એની મેળે જ આપણે સજાગ અને જાગૃત થઈ જઈએ છીએ અને આપણે પોતાની જાત... Read More
Q. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
A. સંસારનો સાર એ મોક્ષ છે અને પુદ્ગલસાર એ વીર્ય છે. સંસારની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો... Read More
Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?
A. પરમાણુઓના સામસામી હિસાબના કારણે પુરુષ અને સ્ત્રી વચ્ચે આકર્ષણ થાય છે! ઉદાહરણ: સ્ત્રી અને પુરુષ... Read More
Q. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
A. બ્રહ્મચર્ય પાળવામાં અને જાગૃતિ ટકાવવામાં ખોરાક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ખોરાક જે પેટમાં જાય છે,... Read More
Q. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
A. મન એ વિરોધાભાસી છે. તે બન્ને તરફના વિચારો બતાડશે, બ્રહ્મચર્ય પાળવાના અને તમને પૈણવાના પણ વિચારો... Read More
Q. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
A. એક એવી સ્ત્રી, જે એટલી શુદ્ધ હોય કે એને પોતાના પતિ સિવાય કયારેય બીજા કોઈ પુરુષનો વિચાર જ ના આવે,... Read More
Q. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
A. વિષય એવી વસ્તુ છે ને કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે... Read More
subscribe your email for our latest news and events