• question-circle
  • quote-line-wt

પ્રતિક્રમણ – પાપથી પાછા ફરવું

જીવનમાં જ્યાં પળે પળે અથડામણો થતી હોય, ક્રોધ-માન-માયા-લોભ રૂપી કષાયોના આક્રમણ થયા કરતા હોય, કોઈથી આપણને કે આપણા થકી કોઈને દુઃખ થતું હોય ત્યાં ડગલે ને પગલે પાપ બંધાયા જ કરે છે. ગમે તેટલા ધર્મ, જપ-તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કરીએ છતાં પણ મન-વચન-કાયાથી થતાં દોષો અટકતા નથી, અંતરશાંતિ ક્યાંય મળતી નથી. તેવામાં પાપમાંથી પાછા ફરવું હોય તો તેનો કોઈ સચોટ માર્ગ ખરો? મોક્ષમાર્ગે આગળ વધવા તેમજ સંસારમાં પણ સુખ-શાંતિથી રહેવા માટેનો કોઈ ઉપાય ખરો? કવિ કલાપીએ કહ્યું છે:

“હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”

ગમે તેવું ખોટું કામ થઈ જાય, પણ જો પાછળ પસ્તાવો કરીએ તો એ પાપ ધોવાઈ જાય છે. દરેક ધર્મમાં પસ્તાવાનું મહત્ત્વ મૂક્યું છે, જેને ખ્રિસ્તી ધર્મમાં ‘કન્ફેશન’, ઈસ્લામ ધર્મમાં ‘અસ્તાગફિરુલ્લાહ’, યહૂદી ધર્મમાં ‘તેશુવા’, હિન્દુ ધર્મમાં ‘પશ્ચાત્તાપ’ એમ જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. જૈન ધર્મના શાસ્ત્રોનો સાર પણ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. પ્રતિક્રમણ એ કોઈ ધર્મ પૂરતો સીમિત ખ્યાલ નથી પણ ખોટું કાર્ય થયા પછી માફી માંગવાનો અને વૈજ્ઞાનિક ઢબે પોતાના ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાયોથી બંધાતા પાપથી મુક્ત થવાનો માર્ગ છે.

પોતાના જીવનકાળ દરમ્યાન આપણે સંજોગોના દબાણથી એવી સ્થિતિમાં સપડાઈએ છીએ કે ભૂલો કરવી નથી છતાં ભૂલમાંથી મુક્ત થઈ શકાતું નથી અને સતત મૂંઝવણ અનુભવાય છે. આપણને સૌને ભૂલ ભાંગવા માટે અને જીવન જીવવાનો સાચો રાહ જડી જાય તે માટે જ્ઞાનીઓએ પ્રતિક્રમણરૂપી હથિયાર આપ્યું છે, જેના દ્વારા પોતાના આંતરિક સુખચેનમાં રહી પ્રગતિ સાધી શકાય અને દોષરૂપી પાંગરેલા વિશાળ વૃક્ષને ધોરી મૂળીયા સહિત નિર્મૂલન કરી શકાય.

અહીં આપણે રોજિંદા જીવન વ્યવહારમાં પ્રતિક્રમણથી પાપ બંધાતા કઈ રીતે અટકે તેની વિસ્તૃત સમજણ મેળવીશું. સાથે સાથે પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલા પ્રતિક્રમણનો સાચો અર્થ, તેની સાચી રીત અને તેનું મહત્ત્વ પણ સમજીશું.

ભાવ પ્રતિક્રમણ

આપણે રોજબરોજના વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં જાણતા અજાણતા દુઃખ આપી દેતા હોઈએ છીએ. અને જો પાછળથી આપણી ભૂલ સમજાય તો આપણે માફી મંગાવી જોઈએ. પ્રસ્તુત વીડિયોમાં નીરુમા ભાવ પ્રતિક્રમણ વિશે સમજાવે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. પ્રતિક્રમણ એટલે શું?

    A. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જેમ આપણે કોઈ ખોટા રસ્તે આગળ વધી ગયા તો પછી યુ-ટર્ન લઈને પાછા સાચા... Read More

  2. Q. પ્રતિક્રમણ ક્યારે કરવું?

    A. જ્યાં જ્યાં અતિક્રમણ થાય છે ત્યાં પ્રતિક્રમણ કરવાની જરૂર. સામાન્ય વ્યવહાર એટલે ક્રમણ. પણ જે... Read More

  3. Q. પ્રતિક્રમણ કરવાનું મહત્ત્વ શું છે?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “અતિક્રમણથી જગત ઊભું થયેલું તે પ્રતિક્રમણથી જગત બંધ થઈ જાય. બસ એટલો... Read More

  4. Q. પ્રતિક્રમણ કઈ રીતે કરવું?

    A. અતિક્રમણ કરવાની કોઈને રીત નથી શીખવી પડતી. અતિક્રમણ એની મેળે થયા કરે છે. કોઈને ગોદો મારવો હોય,... Read More

  5. Q. સંબંધોને સુધારવા પ્રતિક્રમણ કઈ રીતે કરવા?

    A. આપણે નજીકની વ્યક્તિઓના સંબંધોમાં સૌથી વધારે દુઃખ આપી દઈએ છીએ. ઘણીવાર દુઃખ આપવા બદલ આપણે ખૂબ... Read More

  6. Q. જીવનમાં પાપકર્મથી કઈ રીતે છૂટવું?

    A. ભયંકર કાળ આવી રહ્યો છે. ભયંકર દુઃખો આવવાના છે! વધુ અતિક્રમણનું ફળ જ પશુયોનિ આવશે, એનીય મોટાં... Read More

  7. Q. મિચ્છામિ દુક્કડમ્ એટલે શું?

    A. મિચ્છામિ દુક્કડમ્ એ અર્ધમાગધી (સંસ્કૃતમાંથી ઊતરી આવેલી પ્રાકૃત ભાષા) ભાષાનો શબ્દ છે, જે ભાષામાં... Read More

  8. Q. જો આપણે કોઈને અજાણતા દુઃખ આપી દઈએ તો શું એ પાપ ગણાય?

    A. પ્રશ્નકર્તા: કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું? દાદાશ્રી: અજાણથી હિંસા થાય પણ ખબર પડે... Read More

  9. Q. તમારા દોષોનો પશ્ચાતાપ કેવી રીતે કરશો?

    A. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ... Read More

  10. Q. વ્યસનમાંથી કેવી રીતે છૂટવું?

    A. પ્રશ્નકર્તા: મને સિગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે. દાદાશ્રી: તે એને 'તું' એવું રાખજે કે આ ખોટી છે,... Read More

  11. Q. નેગેટિવ વિચારોને કેવી રીતે બંધ કરવા?

    A. પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કર્મના ફળના કરવાનાં કે સૂક્ષ્મના કરવાના? દાદાશ્રી: સૂક્ષ્મના... Read More

  12. Q. આવશ્યક ધાર્મિક સિદ્ધાંત

    A. મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ... Read More

Spiritual Quotes

  1. આત્મજ્ઞાન એ મોક્ષમાર્ગ છે. આત્મજ્ઞાન થયા પછીનાં પ્રતિક્રમણ મોક્ષમાર્ગ આપે. પછી બધી સાધનાઓ મોક્ષમાર્ગ આપે.
  2. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ચલાવ્યે જ જાવ ગાડી. તે આપણો આ મોક્ષમાર્ગ છે. એમાં ક્રિયાકાંડ ને એવું બધું ના હોય ને ! આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ જ આ મોક્ષમાર્ગ. કેટલાંય અવતારથી અમારી આ લાઈન, કેટલાંક અવતારથી આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરતાં કરતાં અહીં સુધી આવ્યા છીએ.
  3. જો આટલું જ કરોને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તો ય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ ! તારી તૈયારી જોઈએ. એક જ શબ્દ પાળે તો બહુ થઈ ગયું !
  4. માણસનો દોષ થવો સ્વભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલા 'જ્ઞાની પુરુષ' જ એ દેખાડે, 'પ્રતિક્રમણ'.
  5. દાદાની પાસે માફી માગવી, જોડે જોડે જે વસ્તુને માટે માફી માગીએ, તે માટે મને શક્તિ આપો, દાદા શક્તિ આપો. શક્તિ માગીને લેજો, તમારી પોતાની વાપરશો નહીં. નહીં તો તમારી પાસે ખલાસ થઈ જશે. અને માગીને વાપરશો તો ખલાસ નહીં થાય ને વધશે, તમારી દુકાનમાં કેટલો માલ હોય ?
  6. પ્રતિક્રમણથી એનું વેર ઓછું થઈ જાય. એક ફેરો એક ડુંગળીનું પડ જાય, બીજું પડ, જેટલાં પડ હોય એનાં એટલાં જાય. સમજણ પડીને તમને ?
  7. મનનો એટલો વાંધો નથી, વાણીનો વાંધો છે. કારણ કે મન તો ગુપ્ત રીતે ચાલતું હોય. પણ વાણી તો સામાની છાતીએ ઘા વાગે. માટે આ વાણીથી જે જે માણસોને દુઃખ થયાં હોય તે બધાની ક્ષમા માગું છું, એમ પ્રતિક્રમણ કરાય.
  8. જ્ઞાની પુરુષ પાસે ઢાંકે એટલે ખલાસ થઈ ગયું. લોક ઉઘાડું કરવા હારુ તો પ્રતિક્રમણ કરે. પેલો ભઈ બધું લઈને આવ્યો હતોને ? તે ઉલટું ઉઘાડું કરે જ્ઞાની પાસે ! તો ત્યાં કોઈ ઢાંકે તો શું થાય ?!! દોષ ઢાંકે ત્યારે એ ડબલ થાય.
  9. આ 'અક્રમ વિજ્ઞાન' છે. વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. કરવાપણું ના હોય એનું નામ 'વિજ્ઞાન' અને કરવાપણું હોય એનું નામ 'જ્ઞાન' !
  10. આ તો વિજ્ઞાન છે !! ઉગ્યા વગર રહે નહીં. તરત જ ફળ આપનારું છે. 'ધીસ ઈઝ ધ કૅસ બેન્ક ઑફ ડિવાઈન સોલ્યુશન' 'કૅશ બેન્ક' આ જ ! દસ લાખ વર્ષથી નીકળી જ નથી ! બે કલાકમાં મોક્ષ લઈ જાવ !! અહીં આગળ તું જે માગું એ આપવા તૈયાર છું. માગતો ભૂલે.

Related Books

×
Share on