Related Questions

વ્યસનમાંથી કેવી રીતે છૂટવું?

પ્રશ્નકર્તા: મને સિગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે.

દાદાશ્રી: તે એને 'તું' એવું રાખજે કે આ ખોટી છે, ખરાબ વસ્તુ છે એવું. અને કો'ક કહે કે સિગરેટ કેમ પીવો છો? તો એનું ઉપરાણું ના લઈશ. ખરાબ છે એમ કહેવું, કે ભઈ, મારી નબળાઈ છે એમ કહેવું. તો કો'ક દહાડો છૂટશે. નહીં તો નહીં છોડે એ.

અમે હઉ પ્રતિક્રમણ કરીએ ને, અભિપ્રાયથી મુક્ત થવું જ જોઈએ. અભિપ્રાય રહી જાય તેનો વાંધો છે.

પ્રતિક્રમણ કરે તો એ માણસ ઉત્તમમાં ઉત્તમ વસ્તુને પામ્યો. એટલે આ ટેકનિકલી છે, સાયન્ટિફિકલી એમાં જરૂર રહેતી નથી. પણ ટેકનિકલી જરૂર છે.

પ્રશ્નકર્તા: સાયન્ટિફિકલી કેવી રીતે?

દાદાશ્રી: સાયન્ટિફિકલી એનું પછી એ ડિસ્ચાર્જ છે, પછી એને જરૂર જ શું છે?! કારણ કે, તમે જુદા છો ને એ જુદા છે. એટલી બધી આ શક્તિઓ નથી એ લોકોની! પ્રતિક્રમણ ના કરો એટલે પેલો અભિપ્રાય રહી જાય. અને તમે પ્રતિક્રમણ કરો એટલે અભિપ્રાયથી જુદા પડ્યા એ ચોક્કસ છે ને આ વાત?! અભિપ્રાયથી જુદા પડ્યા એ વાત ચોક્કસ ને?!

કારણ કે, અભિપ્રાય જેટલો રહે એટલું મન રહી જાય. કારણ કે, મન અભિપ્રાયથી બંધાયેલું છે.

અમે શું કહ્યું કે અત્યારે વ્યસની થઈ ગયો છું તેનો મને વાંધો નથી, પણ જે વ્યસન થયું હોય, તેનું ભગવાન પાસે પ્રતિક્રમણ કરજે કે હવે હે ભગવાન! આ દારૂ ના પીવો જોઈએ, છતાં પીઉ છું. તેની માફી માગું છું. આ ફરી ના પીવાય એવી શક્તિ આપજે. એટલું કરજે બાપ. ત્યારે લોકો વાંધો ઉઠાવે છે કે તું દારૂ કેમ પીવે છે? અલ્યા, તું આને આમ વધારે બગાડું છું. એનું અહિત કરી રહ્યા છો. મેં શું કહ્યું, તું ગમે તેવું મોટું જોખમ કરીને આવ્યો, તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજે.

×
Share on