Related Questions

તમારા દોષોનો પશ્ચાતાપ કેવી રીતે કરશો?

દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ જાય. એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તો એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ.

પ્રશ્નકર્તા: એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું?

દાદાશ્રી: આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદ્દેશીને કરવાનું, હે ભગવાન! પશ્ચાત્તાપ કરું છું, માફી માગું છું અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ!

પ્રશ્નકર્તા: ધોવાઈ જાય ખરું એ?

દાદાશ્રી: હા, હા, ચોક્કસ વળી!! પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને?! બહુ મોટું કર્મ હોય તો આમ બળેલી દોરી જેવું દેખાય પણ હાથથી અડીએ તો ખરી પડે.

પ્રશ્નકર્તા: એ પસ્તાવો કેવી રીતે કરું? બધાંને દેખતાં કરું કે મનમાં કરું?

દાદાશ્રી: મનમાં. મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે હવે ફરી નહીં કરું, એવું મનમાં યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતાં કરતાં એ બધું દુઃખ ભૂલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે. પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય.

આ એકલો જ માર્ગ એવો માર્ગ છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતા કરતા દોષ ખલાસ થતા જાય.  

×
Share on