મૃત્યુનું રહસ્ય શું?
મૃત્યુ આવવાનું છે એ દરેકને ખબર હોય છે. મૃત્યુ વખતે 'આપણું શું થશે ?' એ વિચાર તો આવ્યા જ કરતા હોય છે. જ્ઞાનીઓની દ્રષ્ટિએ મૃત્યુ એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાની વાત છે. તો મૃત્યુના રહસ્યો જાણો પૂજ્ય નીરુમા દ્વારા.
“મૃત્યુ”, એક એવો શબ્દ છે જેને યાદ કરતા જ શોક, ભય અને દુઃખની લાગણી અનુભવાય છે. દરેક મનુષ્યને જીવનમાં કોઈક ને કોઈક મૃત્યુના સાક્ષી બનવાનું થાય જ છે. મૃતદેહ જોતા જ મૃત્યુ વિશે અસંખ્ય વિચારો મનમાં ઉદ્ભવે છે. તેમાંય પ્રિય સ્વજનનું અકાળ મૃત્યુ થાય ત્યારે કુટુંબીજનો નર્યા દુઃખમાં ડૂબી જાય છે. આવા સમયે મૃત્યુના સ્વરૂપની વાસ્તવિકતા અને તેનું રહસ્ય નહીં ઉકેલાતા દુઃખ કે ભય ઘટતા નથી. વળી જે મૃત્યુ પામે છે, તે અનુભવ કહી શકતા નથી અને જે જન્મ પામે છે, તેને જન્મ પહેલાની અવસ્થાની જાણ નથી. તેથી મૃત્યુ પહેલા, મૃત્યુ સમયે અને મૃત્યુ પછી કઈ દશામાંથી પસાર થવું પડે છે તેનું રહસ્ય અકબંધ રહી જાય છે.
મૃત્યુ એટલે શું? મૃત્યુનું કારણ શું? મૃત્યુ પછી શું? શું પુનર્જન્મ છે? એ બધા રહસ્ય સમજાય તો મૃત્યુનો ભય ઊડી શકે છે! દુઃખના પ્રસંગોમાં સમાધાન રહે છે, એટલું જ નહીં પણ મૃત્યુની હકીકત સમજાય તો મનુષ્ય જીવનનું મહત્ત્વ પણ સમજાઈ જાય. પરિણામે મૃત્યુ એક દુઃખદ ઘટના નહીં પણ મહોત્સવ બની જાય!
પરમ પૂજ્ય દાદા ભગવાને મૃત્યુના તમામ રહસ્યોના વૈજ્ઞાનિક ફોડ આપ્યા છે, જે વાચકોને અહીં પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, મૃત્યુ પછી ફરી જન્મવું ના પડે અને જન્મ-મરણના ફેરામાંથી કાયમ માટે છૂટી શકાય તેના ઉપાયો પણ સૂક્ષ્મતાએ સમજાવ્યા છે. તો ચાલો, મૃત્યુ સંબંધી તમામ પ્રશ્નો સામે વ્યવહારિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમાધાન મેળવીએ.
A. મૃત્યુ એ જીવનનું સત્ય છે, એક અનિવાર્ય હકીકત છે. આ હકીકત આપણે બધા જાણીએ છીએ, છતાં મૃત્યુના નામથી જ... Read More
A. દેખીતી રીતે મૃત્યુના અનેક કારણો હોઈ શકે. કોઈને બીમારીના કારણે મૃત્યુ આવે, તો કોઈને અકસ્માતના કારણે,... Read More
A. મૃત્યુ પછી આત્મા દેહ છોડીને જતો રહે છે એ સૌ માને છે, પણ આત્મા જાય છે ક્યાં? શું આત્મા ફરીથી બીજા... Read More
A. મૃત્યુ પછી આત્મા એક દેહ છોડે છે અને બીજી બાજુ જ્યાં પિતાનું વીર્ય અને માતાનું રજ બે ભેગા થવાનો... Read More
Q. મૃત્યુના ભયથી કેવી રીતે છૂટવું?
A. મૃત્યુ ટાળી શકાય એવું નથી એ જાણવા છતાં મૃત્યુનો ભય દરેકને રહે જ છે. મૃત્યુનો ભય રાખવાનો નથી પણ... Read More
Q. અંતિમ સમયે કઈ જાગૃતિ રાખવી?
A. વ્યક્તિને અંતિમ સમયે ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જશે એમ લાગે છે. અણધાર્યું મૃત્યુ નજીક આવે તો ‘હજુ દીકરીના... Read More
Q. જન્મ-મરણના ફેરામાંથી કઈ રીતે છૂટાય?
A. જો આત્મા અજન્મ-અમર છે, તો પછી આવાગમન એટલે કે જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી ફરી જન્મના ફેરા કોના છે?... Read More
subscribe your email for our latest news and events