આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે. પણ મહીં શું એ જોવાનું છે. મહીં જે ચાર્જ થાય છે, તે 'ત્યાં' કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે, એ ડિસ્ચાર્જ છે. આખો બાહ્યાચાર જ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે કે 'મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું.' તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવાદેવા? ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારા આવા પોલને ચાલવા દે. બહાર સામાયિક કરતો હોય ને મહીં શુંય કરતો હોય.
એક શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઈએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈને બારણું ખોલ્યું. એક ભાઈ આવેલા. તેમણે પૂછ્યું, 'શેઠ ક્યાં ગયા છે?' ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, 'ઢેડવાડે.' શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઢેડવાડે જ ગયેલા હતા! અંદર તો ખરાબ વિચારો જ ચાલતા હતા તે સૂક્ષ્મકર્મ ને બહાર સામાયિક કરતા હતા, તે સ્થૂળકર્મ. ભગવાન આવા પોલને ચાલવા ના દે. અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું 'ત્યાં' ચાલે. આ બહારના ઠઠારા 'ત્યાં' ચાલે એવા નથી.
સ્થૂળકર્મ એટલે તને એકદમ ગુસ્સો આવ્યો, ત્યારે ગુસ્સો નથી લાવવો છતાં તે આવે. એવું બને કે ના બને?
પ્રશ્નકર્તા: બને.
દાદાશ્રી: એ ગુસ્સો આવ્યો, એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે, 'જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.' કોઈ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું અહીં ફળ મળી જાય. એટલે ગુસ્સો થવો એ સ્થૂળકર્મ છે અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ગુસ્સો કરવો જ જોઈએ. તે આવતા ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે અને તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઈએ. તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઈ જાય છે તો તને આવતા ભવ માટે બંધન ના રહ્યું.
આ સ્થૂળકર્મમાં તને ગુસ્સો થયો, તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને બંધન નહીં થાય. કારણ સૂક્ષ્મકર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઈએ અને કોઈ માણસ કોઈની ઉપરેય ગુસ્સે નથી થતો. છતાં મનમાં કહેશે કે આ લોકોની ઉપર ગુસ્સો કરીએ તો જ એ સીધા થાય એવા છે. તે આનાથી આવતા ભવે પાછો ગુસ્સાવાળો થઈ જાય! એટલે બહાર જે ગુસ્સો થાય છે, તે સ્થૂળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે, તે સૂક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મને બિલકુલ બંધન નથી, જો આ સમજે તો! તેથી આ સાયન્સ મેં નવી રીતે મૂક્યું છે. અત્યાર સુધી સ્થૂળકર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે અને તેથી લોકો ભડક ભડક થાય છે.
Book Name: કર્મનું વિજ્ઞાન (Page#29 - Paragraph #5, Entire Page #30, Page #31 - Paragraph #1)
Q. ધ્યાનના પ્રકારો કયા કયા છે?
A. ચાર પ્રકારના ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે... Read More
Q. કર્મ અને પૂર્વજન્મના કર્મ ધ્યાન (અંદરના ભાવ) પર કેવી રીતે આધાર રાખે છે?
A. પ્રશ્નકર્તા: હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય... Read More
Q. તપ વખતે પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનની સ્થિતિ કેવી હતી?
A. આમને ક્યાં પહોંચી વળાય? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે! ને ઉપરથી વેર... Read More
Q. ધ્યાન અને ધર્મ વચ્ચે શું તફાવત છે? અને ખરો ધર્મ એટલે શું?
A. ધર્મ કોને કહેવાય? જે ધર્મ થઈને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને... Read More
Q. શું કુંડલિની જાગરણથી આત્માનો અનુભવ કરી શકાય?
A. બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના... Read More
Q. અનાહત નાદના ધ્યાનથી શું પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: અનાહત નાદ એટલે શું? દાદાશ્રી: શરીરના કોઈ પણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી... Read More
Q. સાચા ગુરુ અને સદ્ગુરુ કયા પ્રકારનું ધ્યાન કરાવે છે?
A. આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે! જે કોઈ... Read More
Q. સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?
A. પ્રશ્નકર્તા: દાદા, મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે. દાદાશ્રી: સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર... Read More
subscribe your email for our latest news and events