Related Questions

શું કુંડલિની જાગરણથી આત્માનો અનુભવ કરી શકાય?

કરોળિયાના જાળા જ્યમ!

બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના થાય. મન સ્થિર થાય એટલે માણસ મસ્તીમાં આવે. મનનું સ્થિર થવું અને અહંકાર મહીં ભળવો, એનું નામ મસ્તી. એટલે મસ્તીમાં આવે એટલે બસ, હવે કંઈક છે!

પ્રશ્નકર્તા: કુંડલિનીના બધા અનુભવો થયા હોય એટલે એ જ આખો દ્રઢ આગ્રહ થઈ ગયો હોય.

દાદાશ્રી: એ તો મગજમાં જાતજાતના ચમકાર થાય બધા. તે ચિત્તના ચમત્કાર છે. ચિત્તના ચમત્કાર છે. ઘણા ખરા તો આ કુંડલિનીવાળા તે ગાડીઓમાં મળે ને, તે મને જોઈને એકદમ દર્શન કરી જાય. ઓળખવાની શક્તિ સારી. દ્રષ્ટિ ઉપરથી ઓળખી જાય અને મોઢાના આનંદ પરથી સમજી જાય આ કંઈક છે. એટલે પછી હું કહું કે ક્યાં આગળ કુંડલિની જાગૃત કરી છે?

પ્રશ્નકર્તા: ઈગો (અહમ્) બહુ હોય.

દાદાશ્રી: ઈગો વધારીને આ દશા થઈ છે. એટલે પછી મારી પાસે વિધિ કરે છે ને, ત્યારે એ ઈગો નીકળવા માંડે છે. એટલે પછી આખું શરીર ખદબદ, ખદબદ, કૂદાકૂદ, કૂદાકૂદ, આમ ફડ ફડ ફડ કરે. પછી એ નીકળી જાય છે. ત્યાર પછી એ હલકો થાય છે. ઈગો વધારીને આ જાળું ઊભું કરે છે. પછી જાળામાં આનંદ માણે છે!

પ્રશ્નકર્તા: આ કરોળિયાના જાળા જેવું?

દાદાશ્રી: હા.

×
Share on