આમને ક્યાં પહોંચી વળાય? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે! ને ઉપરથી વેર બંધાય. એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે, 'મારે તો મોક્ષે જવું નથી, પણ તનેય હું મોક્ષે જવા નહીં દઉં!' આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે આઠ ભવથી કેવું વેર હતું? તે વેર, ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટ્યું! કમઠથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે! આજના મનુષ્યનું તો ગજું જ નહીં. એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં ભગવાને બધું સમતાભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઈ નાખ્યું.
બિલાડીને ઉંદરની સુગંધ આવે તેમ વેરવીને એકબીજાની સુગંધ આવે, તેમને ઉપયોગ દેવો ના પડે. તેમ પાર્શ્વનાથ ભગવાન નીચે ધ્યાનમાં હતા ને કમઠ દેવ થયેલા તે ઉપરથી જતા હતા. તેમને નીચે દ્રષ્ટિ નહોતી નાખવી તોય તે નીચે પડી અને પછી તો ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા, મોટા મોટા પથ્થરો નાખ્યા, અગ્નિ વરસાવ્યો, ધોધમાર વરસાદ વરસાવ્યો, બધું જ કર્યું. ત્યારે ધરણેન્દ્ર દેવ કે જેમના ઉપર ભગવાનનો પૂર્વભવમાં ઉપકાર હતો તેમણે અવધિજ્ઞાનમાં આ જોયું ને આવીને ભગવાનના માથે છત્ર બની રક્ષણ કર્યું! ને દેવીઓએ પદ્મકમળ રચીને ભગવાનને ઊંચકી લીધા! અને ભગવાન તો આટલું બધું બન્યું છતાંય ધ્યાનમાં જ રહ્યા! તેમને ઘોર ઉપસર્ગ કરનાર કમઠ, વેરવી જોડે કિંચિતમાત્ર દ્વેષ નથી થતો અને ઉપકારી ધરણેન્દ્ર દેવ અને દેવીઓ પર કિંચિતમાત્ર રાગ નથી થતો, એવા વીતરાગ પાર્શ્વનાથ ભગવાન ઉઘાડી વીતરાગ મુદ્રામાં સ્થિત દેખાય છે! એમની વીતરાગતા ખુલ્લી દેખાય છે! ગજબની વીતરાગતામાં રહે છે. ચોવીસેય તીર્થકરોની મૂર્તિઓમાં વીતરાગના દર્શન માટે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગજબની છે!
આજે તો આ લોકને સહન કરવાનું જરાય છે નહીં, છતાં રોજ ગા ગા કરે! આખી જિંદગીનું સરવૈયું કાઢે તોય મહાન પુરુષનું એક દહાડાનુંય દુઃખ ના હોય, છતાંય ગા ગા કરે!
1. જો આપણે એડજસ્ટ ન થતા હોય તેમની સાથે એડજસ્ટ થઈશું, તો સંસાર સાગરને પાર કરી શકીશું. એટલે એડજસ્ટ એવરીવ્હેર.
2. દુઃખમાં સમતા ધરવી, એનું નામ તપ.
3. સહનશક્તિ લિમિટવાળી છે, જ્ઞાન અનલિમિટેડ છે. આ ‘જ્ઞાન’ જ એવું છે કે કિંચિતમાત્ર સહન કરવાનું રહે નહીં.
4. આ સંસાર આપણને પોષાતો હોય તો કશું સમજવાની આગળ જરૂર નથી અને સંસાર આપણને કંઈ હરકતકર્તા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની જરૂર છે. અધ્યાત્મમાં 'સ્વરૂપ'ને જાણવાની જરૂર છે. 'હું કોણ છું' એ જાણ્યું કે બધા 'પઝલ' સોલ્વ થઈ જાય છે.
5. આપણું સુખ સ્વાભાવિક હોવું જોઈએ. સ્વભાવિક સુખ સ્વધર્મમાં ઉત્પન્ન થાય છે, સ્વધર્મમાં 'સ્વરૂપ'ને જાણવું પડે!
6. જ્યાં કોઈ પણ 'ઉપરી' નથી, જ્યાં કોઈ પણ 'અંડરહેન્ડ' નથી, એનું નામ મોક્ષ! જ્યાં કોઈ પણ જાતની ખરાબ 'ઈફેક્ટ' જ નથી, નિરંતર પરમાનંદમાં, સનાતન સુખમાં રહેવું, એનું નામ મોક્ષ!
Book Excerpt: આપ્તવાણી 2 (Entire Page #201)
Q. ધ્યાનના પ્રકારો કયા કયા છે?
A. ચાર પ્રકારના ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે... Read More
Q. શું ધ્યાન કરતી વખતે કર્મ બંધાય છે?
A. આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ... Read More
Q. કર્મ અને પૂર્વજન્મના કર્મ ધ્યાન (અંદરના ભાવ) પર કેવી રીતે આધાર રાખે છે?
A. પ્રશ્નકર્તા: હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય... Read More
Q. ધ્યાન અને ધર્મ વચ્ચે શું તફાવત છે? અને ખરો ધર્મ એટલે શું?
A. ધર્મ કોને કહેવાય? જે ધર્મ થઈને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને... Read More
Q. શું કુંડલિની જાગરણથી આત્માનો અનુભવ કરી શકાય?
A. બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના... Read More
Q. અનાહત નાદના ધ્યાનથી શું પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: અનાહત નાદ એટલે શું? દાદાશ્રી: શરીરના કોઈ પણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી... Read More
Q. સાચા ગુરુ અને સદ્ગુરુ કયા પ્રકારનું ધ્યાન કરાવે છે?
A. આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે! જે કોઈ... Read More
Q. સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?
A. પ્રશ્નકર્તા: દાદા, મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે. દાદાશ્રી: સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર... Read More
subscribe your email for our latest news and events