ધર્મ કોને કહેવાય?
જે ધર્મ થઈને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને (ક્રોધ-માન-માયા-લોભ) ઓછા કરે.
કષાયભાવ ઓછા થાય એવા નથી, વધે એવા છે. એ પોતાની મેળે ઓછા કરવાથી થાય નહીં, પણ ધર્મથી જ ઓછા થાય. ધર્મ ક્યાંથી પ્રાપ્ત થવો જોઈએ? 'જ્ઞાની પુરુષ' પાસેથી; સહી-સિક્કાવાળો ધર્મ હોવો જોઈએ. 'જ્ઞાની પુરુષ'ના પછી બે શબ્દોય ય વાપરવા માંડ્યા કે જે શબ્દો વચનબળવાળા હોય, મહીં બળ આપનારા હોય , જાગૃતિ રખાવનારા હોય; તે શબ્દો આવરણો ભેદીને મહીંની શક્તિઓ પ્રગટ કરે.
પરિણામ શું પામે? તો કે કષાયભાવોને હળવા કરે, ઓછા કરે, હલકા-પાતળા કરે અને જેમ તે કષાયભાવો ઓછા થતા જાય તેમ પોતાની શક્તિ, આનંદ વધતા જાય. પોતાની બધી શક્તિ માલૂમ પડે કે ઓહોહો! મહીં પોતાની કેવી શક્તિ છે! આટલી બધી પોતામાં શક્તિ ક્યાંથી આવી? એટલે ધર્મ એનું નામ કહેવાય. નહીં તો આ ભમરડો તો એવો ને એવો જ હોય, નાનપણથી તે ઠેઠ નનામી કાઢે ત્યાં સુધી એવો ને એવો જ હોય. તો એને ધર્મ શી રીતે કહેવાય?
ધર્મ થઈને પરિણામ પામે. ત્યારે પરિણામ શું પામવાનું? વ્રત, નિયમ, તપ કરતા શીખે એ? ના, એ ન હોય પરિણામ. ક્રોધ-માન-માયા-લોભ-કષાયોનું નિવારણ કરે, એનું નામ ધર્મ અને અધર્મ તો કષાયો વધારે. ત્યારે કેટલાક કહે છે ને કે રોજ સામાયિક, પ્રવચન, ધ્યાન કરે છે ને? શું એ ધર્મ નથી? ભગવાન કહે છે કે ના, એ ધર્મ ન હોય. ભગવાન તો કહે છે કે તમે એમને જરા પૂછો કે આ બીજા જોડે, શિષ્યો જોડે કષાયો થાય છે કે નથી થતા? અને આપણે પૂછીએ કે, 'મહારાજ શિષ્યો જોડે કશું થઈ જાય છે?' ત્યારે મહારાજ કહે કે, 'કોઈ એકુય સામાયિક નથી કરતો તે મને મહીં બહુ અકળામણ થઈ જાય છે?' ત્યારે તેં કર્યું તેને ધર્મ કેમ કહેવાય? આ તો ઊલટા કષાયો વધારે છે.
ધર્મ સામાયિક વગેરેમાં નથી, ધર્મ તો પરિણામ પામે તેમાં છે. ધર્મ તો કષાય ભાવોનું નિવારણ કરે તે. કષાય ભાવો તો દાબ્યા દબાવાય નહીં કે એમને છોલ છોલ કરે, રંધો માર માર કરે તોય કશું વળે નહીં.
ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે 'પોતે' જ ધર્મસ્વરૂપ થઈ જાય!
ધર્મ બે પ્રકારના છે : એક રીલેટિવ ધર્મ અને બીજો રિયલ ધર્મ.
રીલેટિવ ધર્મ એટલે મનોધર્મ, દેહધર્મ, વાણીધર્મ અને એ બધા પરધર્મ છે. જપ કરતા હોય એ વાણીના ધર્મ, ધ્યાન કરવું એ બધા મનના ધર્મ અને દેહને નવડાવવું, ધોવડાવવું, પૂજાપાઠ કરવો, એ બધા દેહના ધર્મ છે.
દરેક વસ્તુ તેના ધર્મમાં જ રહે છે. મન મનના ધર્મમાં જ રહે છે, બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં અને અહંકાર અહંકારના ધર્મમાં જ રહે છે, કાન કાનના ધર્મમાં રહે છે. કાન છે તે સાંભળવાનું કામ કરે છે, એ ઓછું જોવાનું કામ કરે છે! આંખ જોવાનું કામ કરે, સાંભળવાનું નહીં. નાક સૂંઘવાનો ધર્મ બજાવે, જીભ સ્વાદનો ધર્મ બજાવે અને સ્પર્શેન્દ્રિય સ્પર્શના ધર્મમાં જ રહે છે. દરેક ઈન્દ્રિય પોતપોતાના વિષયોના ધર્મમાં જ હોય છે.
મન મનના ધર્મમાં હોય ત્યારે અવળા વિચાર આવે અને સવળા વિચાર પણ આવે, પણ એ એના ધર્મમાં છે. પણ 'પોતે' સવળો વિચાર આવે ત્યારે કહે કે, મારા સારા વિચાર છે, એટલે 'પોતે' તેમાં ભ્રાંતિથી તન્મયાકાર થઈ જાય છે. અને અવળા વિચાર આવે એટલે 'પોતે' તેનાથી છૂટો રહે અને ત્યારે કહે કે મારી ઈચ્છા નથી છતાં એ આવા અવળા વિચાર આવે છે! અંતઃકરણમાં બધાના ધર્મ જુદા છે. મનના ધર્મ જુદા, ચિત્તના ધર્મ જુદા, બુદ્ધિના ધર્મ જુદા અને અહંકારના ધર્મ જુદા. આમ, બધાના ધર્મ જુદા જુદા છે. પણ 'પોતે' મહીં ડખલ કરીને ડખો ઊભો કરે છે ને! મહીં તન્મયાકાર થઈ જાય છે, એ જ ભ્રાંતિ છે. તન્મયાકાર ક્યારે ના થાય? કે જ્યારે 'જ્ઞાની પુરુષ' સ્વરૂપનું જ્ઞાન આપે ત્યારે તન્મયાકાર ના થાય. પોતે આત્મા થયા પછી નિષ્પક્ષપાતી થાય. પછી મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકારનો, વાણીનો કે દેહનો પક્ષપાત ના રહે. આ તો આરોપિત ભાવથી અહંકારે કરીને તન્મયાકાર થાય છે. આત્મા થયા પછી એ બધાને 'પોતે' છૂટો રહીને જુએ અને જાણે.
જગત આખું રીલેટિવ ધર્મ પાળે છે. દેહના ધર્મ, વાણીના ધર્મ, મનના ધર્મ જ પાળે છે. દેહના ધર્મોને જ 'પોતાનો ધર્મ છે' એમ માને છે. એ રીલેટિવ ધર્મ છે અને 'આત્મા એ જ ધર્મ' માને છે, તે આત્મધર્મ કહેવાય છે. આત્મધર્મ એ જ રિયલ ધર્મ છે, એ જ સ્વધર્મ છે, એ જ મોક્ષ છે. પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. આત્માનો ધર્મ એ જ સ્વધર્મ છે, બીજા બધા પરધર્મ છે.
Book Excerpt: આપ્તવાણી 2 (Entire Page #8 to #10, Page #11 - Paragraph #1 & #2)
Q. ધ્યાનના પ્રકારો કયા કયા છે?
A. ચાર પ્રકારના ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે... Read More
Q. શું ધ્યાન કરતી વખતે કર્મ બંધાય છે?
A. આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ... Read More
Q. કર્મ અને પૂર્વજન્મના કર્મ ધ્યાન (અંદરના ભાવ) પર કેવી રીતે આધાર રાખે છે?
A. પ્રશ્નકર્તા: હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય... Read More
Q. તપ વખતે પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનની સ્થિતિ કેવી હતી?
A. આમને ક્યાં પહોંચી વળાય? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે! ને ઉપરથી વેર... Read More
Q. શું કુંડલિની જાગરણથી આત્માનો અનુભવ કરી શકાય?
A. બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના... Read More
Q. અનાહત નાદના ધ્યાનથી શું પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: અનાહત નાદ એટલે શું? દાદાશ્રી: શરીરના કોઈ પણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી... Read More
Q. સાચા ગુરુ અને સદ્ગુરુ કયા પ્રકારનું ધ્યાન કરાવે છે?
A. આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે! જે કોઈ... Read More
Q. સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?
A. પ્રશ્નકર્તા: દાદા, મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે. દાદાશ્રી: સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર... Read More
subscribe your email for our latest news and events