ધર્મ અને અધ્યાત્મની ભેદરેખા
ધર્મ એટલે અશુભનો ત્યાગ કરવો અને શુભને ગ્રહણ કરવું. અધ્યાત્મ એટલે શુભ - અશુભ બંનેથી પર થઇ અવિનાશી આત્મામાં આવવું. ધર્મ અને અધ્યાત્મ વિષે વિગતમાં જાણવા નિહાળો આ વિડિયો....
જ્યારે આપણે આત્માથી પણ વિશેષ અને પંચેન્દ્રિયથી પર હોય એવી આધ્યાત્મિક શોધમાં હોઈએ, ત્યારે આપણા સહુની ભિન્ન ભિન્ન માન્યતાઓ હોય છે. પણ, તેમાંની પ્રત્યેક બાબતો સત્ય નથી. કારણ કે, આધ્યાત્મિકતા કે અધ્યાત્મ એ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી આત્માને જાણવાનું વિજ્ઞાન છે. આધ્યાત્મિક વિજ્ઞાન એવું છે કે તે લૌકિક માન્યતાઓને દૂર કરી, મૂળ આત્માની રાઈટ બિલીફ બેસાડે છે.
સામાન્ય રીતે, ધર્મ અને અધ્યાત્મ શબ્દ મોટે ભાગે એકબીજાના માટે વપરાતા હોય છે. પરંતુ, બન્ને વચ્ચે મોટો તફાવત છે.
આધ્યાત્મિકતા એટલે આત્મા તરફ પ્રયાણ
જે લોકો અધ્યાત્મ માર્ગમાં હોય છે, તેઓ બહારથી તેમની સાંસારિક ક્રિયાઓ અને ફરજો પૂરી કરતા જોવા મળે છે, પરંતુ અંદરથી તેમની એકમાત્ર ઈચ્છા ‘આત્મા પ્રાપ્તિ’ની હોય છે. તેથી, દિવસ અને રાત તેમનું મન સતત શુદ્ધાત્માની પ્રાપ્તિ માટેના સાધનોની આરાધનામાં હોય છે. આ સાધનો ધર્મના અભ્યાસ માટે વપરાતા સાધનોથી તદ્દન ભિન્ન હોય છે. તે આપણને આધ્યાત્મિકતાની ઓળખાણ આપે છે, અધ્યાત્મમાં પ્રગતિ કરાવે છે અને અંતે, આપણને એવા પદ સુધી પહોંચાડે છે કે આપણે આત્માને ખરેખર પામી શકીએ.
અધ્યાત્મનું પ્રાથમિક સાધન જ્ઞાની અને તેમના જ્ઞાનવાક્યો છે
જેવી રીતે એક પ્રગટ દીવો બીજા દીવાને પ્રગટાવી શકે, માત્ર જ્ઞાની જ બીજાને જ્ઞાન આપી શકે. તેથી, આપણી આત્મજાગૃતિ માટે પ્રત્યક્ષ જ્ઞાની કે જેમનો આત્મા જાગૃત થયેલો છે તેમની આવશ્યતા છે!
જો આપણને આવા જ્ઞાની મળી આવે તો આપણે તેમની પાસેથી ખાસ આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ અને યથાર્થ આધ્યાત્મિક જીવન જીવવા માટે તેમની આજ્ઞા પાલન કરવી જોઈએ. એમની વાણી એવી હોય છે કે જેને આપણા રોજિંદા જીવનમાં વાપરવામાં આવે તો બધી ગૂંચોનો ઉકેલ આવી જાય છે. આપણામાં રાઈટ બિલીફ બેસાડે છે અને આધ્યાત્મિકતાના માર્ગ પર અર્થપૂર્ણ પરિણામ મેળવવામાં મદદરૂપ થાય છે.
જે ક્ષણે આધ્યાત્મિકતાને અપનાવવામાં આવે છે...
હકીકતમાં, જે આધ્યાત્મિકતા તરફ વળે છે, તેને ચોક્કસપણે આ પરિણામો મળે છે. કારણ કે, અધ્યાત્મ વિજ્ઞાન આત્મા તરફ લઈ જાય છે. તેથી આવો, આપણે પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવાયેલા આધ્યાત્મિકતાના સંપૂર્ણ વિજ્ઞાનને સમજીએ.
A. આધ્યાત્મિકતાની વ્યાખ્યા આપવી એ એક સરળ નથી, કારણ કે વર્ષોથી લોકો અલગ અલગ દ્રષ્ટિકોણથી તેને સમજે છે.... Read More
Q. આધ્યાત્મિકતા શા માટે જરૂરી છે?
A. આધ્યાત્મિકતા એટલે આત્માની ઓળખાણ કરવી, આપણા દરેકની અંદર રહેલી ચેતના એ જ આત્મા. આવી ઓળખાણ કરવી શા... Read More
Q. આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચે શું તફાવત છે?
A. આધ્યાત્મિકતા અને ધર્મ બન્ને સમાન નથી. બન્ને વચ્ચે મોટો તફાવત છે. માટે, ચાલો જાણીએ કે આધ્યાત્મિકતા... Read More
Q. શું આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે ભૌતિક સુખ સાધનનો ત્યાગ કરવો જરૂરી છે?
A. આજના સમાજમાં એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે જો કોઈ આધ્યાત્મિક માર્ગે જવા ઈચ્છે છે તો, તેણે બધી... Read More
Q. ભૌતિક વસ્તુઓ તરફ ખૂબ જ આકર્ષણ હોવા છતાં હું આધ્યાત્મિક કઈ રીતે બની શકું?
A. જો તમે સાંસારિક જીવન જીવી રહ્યા છો અને ભૌતિક વસ્તુઓ તરફ તમને ખૂબ આકર્ષણ છે, તો તમને લાગશે કે તમારા... Read More
Q. આધ્યાત્મિકતાના જુદા જુદા પ્રકારો કયા છે?
A. આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મના આ જગતમાં બે પ્રકાર છે, જે આ મુજબ છે: ક્રમિક: આ... Read More
Q. આધ્યાત્મિક પ્રગતિમાં વચ્ચે કયા કયા અવરોધો આવે છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન આધ્યાત્મિક સાધકોને ત્રણ ખૂબ જ ભયંકર ટેવો બાબતે ચેતવે છે, જે સમય જતા આપણી... Read More
subscribe your email for our latest news and events