આજના સમાજમાં એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે જો કોઈ આધ્યાત્મિક માર્ગે જવા ઈચ્છે છે તો, તેણે બધી સાંસારિક સુખ-સવલતોને ત્યજવી પડે છે, બધી સાંસારિક ફરજોમાંથી નિવૃત્ત થવું પડે છે, બધા સાંસારિક બંધનોનો ત્યાગ કરવો પડે છે અને અંતે તેઓની જાતને ધ્યાન, જાપ, પ્રાર્થના, તપસ્યા વગેરે પ્રવૃત્તિમાં જોડવી પડે છે. ત્યાર પછી જ વ્યક્તિ આધ્યાત્મિકતાના માર્ગ પર પ્રગતિ કરી શકે છે અને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.
જો કે, પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “ત્યાગ કુદરતી હોવો જોઈએ. જે વસ્તુ છોડવાની છે તેની મેળે આપોઆપ જ ખરી પડવી જોઈએ.”
મહાન પુરુષો જેવા કે, શ્રીમદ્ રાજચંદ્ર, ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભગવાન રામ આ બધાએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, તો પણ સામાન્ય સાંસારિક જીવન જીવ્યા અને તેઓની બધી સાંસારિક ફરજો અને જવાબદારીઓને પૂર્ણ નિષ્ઠાથી અને સંપૂર્ણપણે નિભાવી.
પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે, “ભૌતિક જગતના આધાર વિના કોઈ જીવી જ ન શકે. પરંતુ, પછી પોતાના આત્માનો પોતાને ટેકો મેળવવાથી વ્યક્તિને ભૌતિક જગતના સહારાની જરૂરિયાત રહેતી નથી. પછી તે સ્વતંત્ર બની જાય છે. સાચી સ્વતંત્રતા કોઈ પણ જાતની અસરો (સાંસારિક સુખ-સવલતોથી ભરેલા કર્મોના હિસાબ હોય કે સાંસારિક સુખ-સવલતોના અભાવના કર્મોના હિસાબ)માં ‘હું ચોક્કસપણે મુક્ત છું’ તેવું વર્તે તે છે.
આધ્યાત્મિકતાનો અંતિમ ઉદ્દેશ્ય એ છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, બધા કર્મો પૂરા કરવા અને મોક્ષ મેળવવો (આત્યંતિક મુક્તિ) એ છે. તેથી આવો, ‘મોક્ષ’ના અર્થને અને તે કઈ રીતે પ્રાપ્ત થાય તે પરમ પૂજ્ય દાદા ભગવાનના શબ્દોમાં જ સમજીએ...
પ્રશ્નકર્તા: મોક્ષ શું છે?
દાદાશ્રી: મોક્ષ એ બધા દુ:ખોમાંથી મુક્તિ છે અને શાશ્વત સુખની પ્રાપ્તિ છે. મોક્ષ એ સ્વતંત્રતાનો અનુભવ છે.
પ્રશ્નકર્તા: બંધનનું શું કારણ છે?
દાદાશ્રી: સ્વરૂપની અજ્ઞાનતા.
પ્રશ્નકર્તા: શું મોક્ષ એ કોઈ સ્થાન છે કે સ્થિતિ છે?
દાદાશ્રી: તે સ્થિતિ છે, પરંતુ તમે જેનાથી પરિચિત છો તેવી તે સ્થિતિ નથી; તે તો કુદરતી સ્થિતિ છે.
પ્રશ્નકર્તા: શું મોક્ષ એટલે સ્વતંત્રતા.
દાદાશ્રી: હા, સાચી સ્વતંત્રતા જ્યાં કોઈ ઉપરી નથી અને કોઈ સબઓર્ડિનેટ નથી.
પ્રશ્નકર્તા: શું આ સાંસારિક જીવનમાં આવી સ્થિતિ મેળવવી શક્ય છે?
દાદાશ્રી: શા માટે નહીં? મેં તે પ્રાપ્ત કરી છે. હું તેના માટે જીવતી-જાગતી સાબિતી છું કે આવી સ્થિતિ પ્રાપ્ત કરવી શક્ય છે, ભલે ને આ સાંસારિક જીવનમાં જીવતા હોઈએ. મને જોઈને તમે પ્રોત્સાહિત થઈ ઊઠશો કે આ સાંસારિક જીવન હોવા છતાં તે મેળવી શકાય તેમ છે.
તેનો અર્થ એ છે કે સ્વરૂપની અજ્ઞાનતા જ આધ્યાત્મિક સ્વતંત્રતાના બંધનનું મુખ્ય કારણ છે અને સાંસારિક સુખ-સવલતો બંધનનું કારણ નથી. માટે, સ્વરૂપની અજ્ઞાનતાનો ત્યાગ કરવો જ જરૂરી છે, જે જ્યારે આપણે આત્માને ઓળખીશું ત્યારે જ શક્ય બનશે. એક વખત આપણે આપણા વાસ્તવિક સ્વરૂપને જાણીશું, એટલે કે શુદ્ધાત્માને ઓળખીશુ; ત્યારે જ આપણે મોક્ષના માર્ગ પર પહોંચી શકીશું.
પરંતુ, શું આપણે સાંસારિક સુખ-સવલતોના ત્યાગ વિના આત્માને ઓળખી શકીશું? ચાલો જાણીએ...
સાંસારિક જીવન જીવવું અને સાથોસાથ મોક્ષના માર્ગ પર ચાલવું એ બન્ને વાત શક્ય નથી. પરંતુ, તે એવું કંઈક છે કે જેને તમે અનુભવી શકો છો. જ્યારે તમને તેનો અનુભવ થશે ત્યારે તમે તે સમજી શકશો. એવું એટલા માટે કે બે વસ્તુ તદ્દન જુદી છે અને દરેકને જુદી રીતે અનુભવવાનું શક્ય છે.
આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરવા માટેના બે રસ્તા છે:
ક્રમિક માર્ગ એ સામાન્ય પારંપારિક માર્ગ છે જેમાં વ્યક્તિ સાંસારિક વસ્તુઓનો ત્યાગ કરે છે અને ધીમે ધીમે એક એક પગથિયા ચડીને અંતિમ ધ્યેય મોક્ષ સુધી પહોંચી શકે છે. તે બધી સાંસારિક સુખ-સવલતોનો ત્યાગ કરવાનું કહે છે.
બીજો માર્ગ એ અક્રમ માર્ગ છે, જે અપવાદરૂપ માર્ગ છે અને તે આજના યુગમાં ખરેખર એક અજાયબી છે. એવું એટલા માટે કે જ્યારે આ માર્ગ પર ચાલીએ છીએ ત્યારે તમારે કશું ભૌતિક વસ્તુ છોડવાની કે ગ્રહણ કરવાની જરૂર નથી. તમે સાંસારિક જીવન જીવીને પણ મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરી શકો છો, જેવી રીતે સમ્રાટ ભરત દ્વારા થયું હતું – તેઓ યુદ્ધ લડ્યા, ઘણી કળાઓ શીખ્યા, તેમના રાજવી જીવનનો આનંદ માણ્યો અને છતાં પણ તેઓને મુક્તિ પ્રાપ્ત થઈ.
જો સાંસારિક જીવન ખરેખર મોક્ષના માર્ગ ઉપરની અડચણ હોય તો પછી તેનો મતલબ એવો છે કે જેઓએ સાંસારિક જીવનનો ત્યાગ કર્યો છે, તેઓની બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. પરંતુ, તેવું બનતું નથી! વાસ્ત્વિક રીતે તો સાંસારિક જીવન મોક્ષને બાધકરૂપ છે જ નહીં. મોક્ષ માટે સાંસારિક જીવન નડતું નથી; સ્વરૂપની અજ્ઞાનતા જ નડે છે. જ્ઞાની પુરુષ આપણને સ્વરૂપનું એવું સચોટ જ્ઞાન આપે છે કે જેનાથી આપણને તરત તેનો અનુભવ થાય છે. જે જ્ઞાન પરિણામ આપે છે તે જ સાચું જ્ઞાન છે!
અક્રમ માર્ગ ઉપર આપણે સીધેસીધું જ્ઞાનીની કૃપા દ્વારા જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ!!!
માત્ર બે કલાકમાં જ આપણે સ્વરૂપનું અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. આ પ્રક્રિયા જ્ઞાનવિધિ તરીકે ઓળખાય છે, જે કોઈ પણ જાતની તકલીફ વગરની અને તદ્દન નિ:શુલ્ક છે.
જ્ઞાનવિધિમાં આપણે ખરેખર ‘હું કોણ છું’નું જ્ઞાન મેળવીએ છીએ અને “હું ચંદુભાઈ નથી; પરંતુ શુદ્ધાત્મા છું.” તેની સાચી સમજણ મેળવીએ છીએ.
તેથી, અક્રમ વિજ્ઞાન આપણી રોજિંદી સંસારી જીવનને કોઈ પણ રીતે અડચણરૂપ થતું નથી. તમે સંસારની તમામ ભૌતિક સુખ-સવલતો સાથે જીવો અને છતાં પણ તેનાથી અલિપ્ત રહો; આ જ અક્રમ માર્ગનું વિજ્ઞાન છે!
જ્યારે કોઈ જ્ઞાની પુરુષની કૃપા પ્રાપ્ત કરે છે અને મોક્ષનો વિઝા મેળવે છે, પછી ખૂબ જ અદભૂત ભવિષ્ય તેના હાથમાં થઈ જાય છે. વર્તમાન જીવન જ નહીં પરંતુ, ભવિષ્યનું જીવન પણ સુખ-સાહ્યબી અને આરામથી ભરેલી થઈ જાય છે. આવો અક્રમનો માર્ગ છે!
માટે એટલું જ કહેવાનું કે:
સાંસારિક સુખ સગવડોને છોડવાની જરૂર નથી, પરંતુ સુખ સગવડોનો મોહ અવશ્ય છોડવાની જરૂર છે. માટે ત્યાગ તો સુખ સગવડના મોહનો કરવાનો છે. સાંસારિક સુખ સગવડ તો એક વસ્તુ છે જેને જાણવી જોઈએ, જ્યારે શુદ્ધાત્માની સ્થિતિમાં જ રહેવું જોઈએ. જો કે, તેને મેળવવા માટે પહેલા તો આપણે જ્ઞાનીને પ્રાપ્ત કરવા જોઈએ, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલ છે!!!
જો ‘ભૌતિક વસ્તુઓ પ્રત્યે મોહ’ હોય તો અવશ્ય છોડીએ છીએ, તો અધ્યાત્મમાં થતું નુકસાન પણ છૂટે છે! આપણે પછીના પ્રશ્નમાં આ મુદ્દા ઉપર વિગતવાર ઉંડાણમાં ઊતરીએ...
A. આધ્યાત્મિકતાની વ્યાખ્યા આપવી એ એક સરળ નથી, કારણ કે વર્ષોથી લોકો અલગ અલગ દ્રષ્ટિકોણથી તેને સમજે છે.... Read More
Q. આધ્યાત્મિકતા શા માટે જરૂરી છે?
A. આધ્યાત્મિકતા એટલે આત્માની ઓળખાણ કરવી, આપણા દરેકની અંદર રહેલી ચેતના એ જ આત્મા. આવી ઓળખાણ કરવી શા... Read More
Q. આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચે શું તફાવત છે?
A. આધ્યાત્મિકતા અને ધર્મ બન્ને સમાન નથી. બન્ને વચ્ચે મોટો તફાવત છે. માટે, ચાલો જાણીએ કે આધ્યાત્મિકતા... Read More
Q. ભૌતિક વસ્તુઓ તરફ ખૂબ જ આકર્ષણ હોવા છતાં હું આધ્યાત્મિક કઈ રીતે બની શકું?
A. જો તમે સાંસારિક જીવન જીવી રહ્યા છો અને ભૌતિક વસ્તુઓ તરફ તમને ખૂબ આકર્ષણ છે, તો તમને લાગશે કે તમારા... Read More
Q. આધ્યાત્મિકતાના જુદા જુદા પ્રકારો કયા છે?
A. આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મના આ જગતમાં બે પ્રકાર છે, જે આ મુજબ છે: ક્રમિક: આ... Read More
Q. આધ્યાત્મિક પ્રગતિમાં વચ્ચે કયા કયા અવરોધો આવે છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન આધ્યાત્મિક સાધકોને ત્રણ ખૂબ જ ભયંકર ટેવો બાબતે ચેતવે છે, જે સમય જતા આપણી... Read More
subscribe your email for our latest news and events