Related Questions

ભૌતિક વસ્તુઓ તરફ ખૂબ જ આકર્ષણ હોવા છતાં હું આધ્યાત્મિક કઈ રીતે બની શકું?

જો તમે સાંસારિક જીવન જીવી રહ્યા છો અને ભૌતિક વસ્તુઓ તરફ તમને ખૂબ આકર્ષણ છે, તો તમને લાગશે કે તમારા માટે આધ્યાત્મિક યાત્રા સુગમ નથી. જો કે, આ સાચું નથી. તમે તો પણ આધ્યાત્મિક પ્રગતિ કરી શકો છો. તમારે માત્ર સાંસારિક જીવન જીવતા જીવતા પણ કઈ રીતે આધ્યાત્મિક રહી શકાય તેની ચાવી જાણવાની જ જરૂર છે.

Spirituality

આત્માને પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ કરવામાં આવે છે તે જ મુખ્ય વસ્તુ છે. કારણ કે, તેના પરિણામે તેને અન્ય તમામ જરૂરિયાતની વસ્તુઓ તો મળી જ રહેશે.

એક વખત એક સાધકે પરમ પૂજ્ય દાદા ભગવાનને પૂછ્યું, શું સાંસારિક ઈચ્છાઓ કે ભૌતિક વસ્તુઓ માટેની લાલસા આધ્યાત્મિકતા માટે અવરોધરૂપ છે કે નહીં. ચાલો જોઈએ તેમણે શું કહ્યું તે...

પ્રશ્નકર્તા: શું ઈચ્છાઓ કે સાંસારિક સુખો માટેના પ્રયત્નો આધ્યાત્મિક પ્રગતિને અવરોધે છે અને જો તેઓ અવરોધરૂપ છે તો કઈ રીતે?

દાદાશ્રી: સાંસારિક સમૃદ્ધિ માટે તમારે એક દિશામાં જવું જોઈએ અને આધ્યાત્મિક સમૃદ્ધિ માટે બીજી દિશામાં. તેથી જો તમે ખોટી દિશામાં જ જઈ રહ્યા હોવ તો તે અવરોધરૂપ થશે જ કઈ રીતે?

પ્રશ્નકર્તા: હા, બરાબર છે.

દાદાશ્રી: તેથી તે સંપૂર્ણપણે જ અવરોધરૂપ છે. આધ્યાત્મિકવાદ અને ભૌતિકવાદ બન્ને વિરુદ્ધ દિશામાં જ જઈ રહ્યા છે.

પ્રશ્નકર્તા: સાંસારિક સમૃદ્ધિ વિના કઈ રીતે રહી શકાય?

દાદાશ્રી: શું આ જગતમાં કોઈ ખરેખર સમૃદ્ધ છે ખરું? દરેક લોકો સાંસારિક સમૃદ્ધિની પાછળ પડ્યા છે, પરંતુ શું કોઈ પણ ખરેખર સફળ થયું છે?

પ્રશ્નકર્તા: કેટલાક થયા છે, પરંતુ બધા નથી થયા.

દાદાશ્રી: માણસ પાસે આની કોઈ સત્તા જ નથી. જો વ્યક્તિની સત્તામાં કંઈ ન હોય તો પછી આ કારણ વગરના અજંપાનો શું મતલબ છે? તે બધું અર્થવિહિન જ છે!

પ્રશ્નકર્તા: જ્યાં સુધી વ્યક્તિને સાંસારિક લાભો માટેની ઘેલછા હોય, ત્યાં સુધી તે આધ્યાત્મિકતા તરફ કઈ રીતે જઈ શકે?

દાદાશ્રી: અત્યંત ઘેલછા હોવી તે સ્વીકાર્ય છે. ઈચ્છા ભલે હોય, પરંતુ તે માટેની સત્તા તમારા હાથમાં નથી.

પ્રશ્નકર્તા: ઈચ્છાઓ કઈ રીતે શાંત થઈ શકે?

દાદાશ્રી: ઈચ્છાઓના પરિણામો તો આવ્યા જ કરશે. તમારે તેના માટે ગભરાવાની જરૂર નથી. માત્ર તમારા આધ્યાત્મિક કાર્યને પકડી રાખો અને તેને અનુસરો. સાંસારિક સમૃદ્ધિ તો વધારાનું પરિણામ જ છે. તમારું મુખ્ય ઉત્પાદન તો આધ્યાત્મિક જ રાખો અને તેના બદલામાં તમને સાંસારિક સમૃદ્ધિ તો કોઈ પણ કિંમત વિના મળશે જ.

પ્રશ્નકર્તા: ‘આધ્યાત્મિક કાર્યો કરવા’ એટલે તમે શું કહેવા માગો છો? આપણે તે કરવું હોય તો કઈ રીતે કરી શકીએ?

દાદાશ્રી: સૌ પ્રથમ તો, શું તમે સમજો છો કે સાંસારિક સમૃદ્ધિ તમારા આધ્યાત્મિક ‘ઉત્પાદન’ની ‘બાય પ્રોડક્ટ’ જ છે?

પ્રશ્નકર્તા: તમે જે કહો છો તે હું માનું છું, પરંતુ મને તે સારી રીતે સમજાતું નથી.

દાદાશ્રી: તેથી જો તમે તે માનો છો, તો પછી આ બધી સાંસારિક સુખ-સવલતો ‘બાય પ્રોડક્ટ’ છે. બાય પ્રોડક્ટ’ એટલે જે વસ્તુ મફતમાં છે. તમે આ જગતમાં ક્ષણિક સુખો મફતમાં જ મેળવી શકશો. તમારી આધ્યાત્મિક સુખોની ખોજમાં તમે સાંસારિક સુખો વધારાના પરિણામ તરીકે મેળવી શકો છો.

પ્રશ્નકર્તા: મેં એવા ઘણા લોકો જોયા છે જેમને આધ્યાત્મિકતામાં રસ ન હોય, તો પણ તેઓ સુખી અને સમૃદ્ધ હોય.

દાદાશ્રી: હા, તમે તેઓને આધ્યાત્મિક તરીકે નથી જોયા, પરંતુ તેઓએ પૂર્વભવમાં આધ્યાત્મિક કાર્યો કરેલ હોય જેના કારણે તેઓ આ જીવનમાં સાંસારિક સુખો ભોગવે છે.

પ્રશ્નકર્તા: તો એનો મતલબ એવો કે આ જીવનના આધ્યાત્મિક પ્રયત્નો પછીના જન્મમાં સરભર થશે?

દાદાશ્રી: હા, તમે પછીના જીવનમાં સારો ફાયદો મેળવી શકશો. આ જીવનમાં તમને ફળ દેખાશે, પરંતુ તે વ્યક્તિ જરા પણ આધ્યાત્મિક હોય નહીં.

આ બાબત એવું બતાવે છે કે દરેક જીવ સતત આધ્યાત્મિક પ્રગતિના માર્ગે જ હોય છે. કઈ રીતે? ચાલો સમજીએ...

Spirituality

આધ્યાત્મિકતા તરફની યાત્રા

જ્યારે આપણે આ સંસારમાં યાત્રા શરૂ કરીએ છીએ, ત્યારે આપણો આત્મા સંપૂર્ણ રીતે કર્મોના પરમાણુઓથી આવરાયેલો હોય છે. આ આવરણ આત્માની અજાગૃતિ અથવા અજ્ઞાનતા માટે જવાબદાર છે. જેમ જેમ આવરણ થોડું થોડું તૂટતું જાય, તેમ આત્માનો પ્રકાશ તે કાણામાંથી બહાર આવે છે અને જીવ એક ઈન્દ્રિય જીવ તરીકે પ્રગતિના તબક્કે આગળ વધે છે, જ્યાંથી સ્પર્શની ઈન્‍દ્રિયની શરૂઆત થાય છે. આમ, આત્મા એક ઈન્‍દ્રિય જીવ તરીકેનો દેહ ધારણ કરે છે.

ઘણા જન્મો પછી જ્યારે કેટલાક વધુ આવરણ આત્માના તૂટે છે, ત્યારે તે બે ઈન્‍દ્રિય જીવ તરીકે વિકસે છે. આગળ જતા, વધુ ઘણા જન્મો પછી જીવના વધુ આવરણો તૂટે છે અને ત્રણ ઈન્‍દ્રિય જીવ તરીકે વિકાસ પામે છે. આ રીતે પ્રગતિનો રસ્તો આગળ વધે છે. પાંચ ઈન્‍દ્રિય જીવ જેવા કે ગાય અને ચિમ્પાન્‍ઝી તરીકે મન થોડું વિકસે છે. જ્યારે આત્મા માનવદેહ ધારણ કરે છે, ત્યારે મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને જાગૃતિ વિકસે છે, સાથે સાથે ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ પણ વધે છે.

જ્યારે આ વિકાસ થાય છે ત્યારે જીવ ખૂબ જ ભોગવટા, દુ:ખ અને પીડા અનુભવે છે. વિકાસના દરેક તબક્કે જીવ જુદી જુદી ભૌતિક વસ્તુઓમાં એક પછી એક રીતે ખેંચાયા કરે છે. જીવ દરેક વસ્તુમાંથી સુખ મેળવવાના પ્રયત્નો કર્યા કરે છે અને કેટલાક સમય પછી જ્યારે તે વસ્તુમાંથી કોઈ સુખ આવતું નથી, ત્યારે બીજી ભૌતિક વસ્તુઓ તરફ તેને આકર્ષણ થાય છે. જેમ જેમ જીવ એક ઈન્‍દ્રિય જીવમાંથી પાંચ ઈન્‍દ્રિય જીવ બને છે, તેમ તેમ તે સતત અનુભવો કરે છે, જાણ્યા કરે છે, અને છેલ્લે નક્કી કરે છે કે આ પાંચ ઈન્‍દ્રિયો દ્રષ્ટિ, સ્વાદ, સૂંઘવું, સાંભળવું કે સ્પર્શ કરવું તેમાં કોઈ સુખ છે નહીં.

પાંચ ઈન્‍દ્રિય દ્વારા અને અહંકાર, બુદ્ધિ, મન, અને ચિત્ત દ્વારા આપણે સાંસારિક સુખોનો અનુભવ કરીએ છીએ. આ અનેક જન્મો સુધી ચાલુ જ રહે છે અને છેલ્લે આપણે એવું સમજીએ છીએ કે આ ભૌતિક જગતમાં કંઈ કાયમી સુખ નથી. બધા ભૌતિક સુખો નાશવંત છે અને ભૌતિક વસ્તુઓ પણ નાશવંત છે. તેઓ ફક્ત ક્ષણિક સુખો જ આપી શકે.

આવું ત્યારે બને જ્યારે વ્યક્તિ કાયમી સુખની ખોજ શરૂ કરે.

જીવ એવી જગ્યા શોધે છે કે જ્યાં તે કાયમી સુખ મેળવી શકે. આ માત્ર આધ્યાત્મિકતા જ છે કે જે આવું સુખ આપી શકે છે. એટલા માટે જ જીવ એનો જવાબ શોધવાનું શરૂ કરે છે, કઈ રીતે સંસારી જીવનમાં અધ્યાત્મિક બની શકાય.

આત્મા કાયમી છે અને તે અનંત આનંદનું ધામ છે! જ્યારે જીવને એવો ખ્યાલ આવે છે કે, ‘હું શુદ્ધાત્મા છું’ ત્યારે તેને કાયમી સુખનો સ્વાદ આવે છે. ત્યાર પછી, તે જેટલી વધુ ને વધુ શુદ્ધ આત્માની જાગૃતિમાં રહે, તેમ ભૌતિક વસ્તુઓ તરફના તેના રાગ-દ્વેષ થવાનું બંધ થઈ જાય.

આ જાગૃતિ નવા કર્મો બાંધવાનું પણ બંધ કરાવી દે. તેથી, ધીમે ધીમે જૂના કર્મો એક પછી એક ફળ આપવા માટે તૈયાર થાય છે અને પૂરા થાય છે. સમય જતા આત્મા એવી સ્થિતિમાં આવે છે કે જ્યાં તે બધા આવરણોથી મુક્ત થાય છે.

જ્યારે અજ્ઞાનનું કે કર્મનું કોઈ આવરણ આત્મા ઉપર રહેતું નથી, ત્યારે તે કાયમી સુખનો અનુભવ કરે છે અને જન્મ અને મરણના ચક્કરમાંથી કાયમનો છુટકારો મેળવે છે!!

માટે, એવી સ્થિતિ પ્રાપ્ત કરવી જરૂરી છે, જ્યાં જીવને એવો અનુભવ થાય છે અને એવા તારણ ઉપર આવે છે કે બધી ભૌતિક વસ્તુઓ નાશવંત છે અને તેથી તેમાંથી પ્રાપ્ત થતા સાંસારિક સુખો પણ નાશવંત છે.

ભૌતિકવાદ ઉપર આધ્યાત્મિકતાના સ્પષ્ટ ફાયદાઓ

  • આધ્યાત્મિક બનીને જીવ બધા દુ:ખોમાંથી છુટકારો મેળવે છે અને કાયમી સુખ પ્રાપ્ત કરે છે. કારણ કે, ભૌતિક વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ક્ષણિક સુખો જ આપે છે અને દુ:ખોની પરંપરાઓ સર્જે છે.
  • આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવા માટે આપણે ક્યાંય દૂર જવું પડતું નથી. તે ખરેખર તો આપણી અંદર જ રહેલું છે. બીજી તરફ, જ્યારે ભૌતિક વસ્તુઓ આકર્ષે છે, ત્યારે તે આપણને સતત એમની પાછળ અનંત જન્મો સુધી દોડતા જ રાખે છે.
  • આધ્યાત્મિકતા આપણા જીવનને પ્રકાશ આપે છે, જ્યારે ભૌતિકતા આપણને જીવનભર ગુલામ બનાવે છે.
  • ભૌતિક વિજ્ઞાન આપણને સંસારી જીવનમાં મદદ કરે છે, આપણું જીવન સુખ-સવલતોથી ભરેલું બને છે. દાખલા તરીકે, વસ્તુઓ જેવી કે મોબાઈલ, લિફ્ટ, કાર, એસી, પંખો અને મિક્ષર સાંસારિક ક્ષણિક સુખો આપે છે. આંતરિક સુખ કે શાશ્વત સુખ પ્રાપ્ત કરવા, એટલે કે, સુખ કે જે કાયમનું ટકે છે, તેના માટે આપણે આધ્યાત્મિક વિજ્ઞાન સમજવું પડશે.
  • આધ્યાત્મિક વિજ્ઞાન ક્રોધ-માન-માયા-લોભનો નાશ કરે છે, જ્યારે ભૌતિકવાદ તેવું ન કરી શકે.

તેથી, સંસારી જીવન જીવતા જીવતા આધ્યાત્મિકતાના માર્ગની સમજણ અનુસરવી જોઈએ. જ્યારે સંસારી જીવન જીવતા જીવતા અને બધી સાંસારિક ઈચ્છાઓ સાથે કઈ રીતે આધ્યાત્મિક જીવન શરૂ કરવું, તે માટે આપણે બધાએ હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ કે, “હે ભગવાન! કુદરતી રીતે જ બધી સાંસારિક સુખોની ઈચ્છાઓનો અંત આવે, આ માટે કૃપા કરો.”

×
Share on