Related Questions

આધ્યાત્મિક પ્રગતિમાં વચ્ચે કયા કયા અવરોધો આવે છે?

spiritual

પરમ પૂજ્ય દાદા ભગવાન આધ્યાત્મિક સાધકોને ત્રણ ખૂબ જ ભયંકર ટેવો બાબતે ચેતવે છે, જે સમય જતા આપણી આધ્યાત્મિક પ્રગતિને રૂંધે છે. આ ટેવો આપણા આધ્યાત્મિક જીવન માટે અવરોધરૂપ છે, જે નીચે મુજબ છે:

  • માંસાહાર ખોરાક લેવો
  • દારૂ અને માદક પીણાનું સેવન કરવું
  • અણહક્કના વિષયો ભોગવવા

આમાં ખૂબ જ ભયંકર નુકસાન રહેલું છે! તેવું એટલા માટે કે આ ક્રિયાઓમાં જે જીવોની હિંસા થાય છે તે આપણી સાથે વેર બાંધે છે. આ કર્મોના હિસાબ ચૂકવવા માટે આપણે તે જીવો અધોગતિમાં જાય તો તેમની પાછળ જવું પડે છે! ચાલો, આપણે આ દરેક અવરોધ વિશે વિગતવાર સમજીએ:

૧. માંસાહાર ખોરાક લેવો

માંસાહાર અને આધ્યાત્મિકતા બન્ને સાથે હોઈ શકે જ નહીં. માત્ર કલ્પના કરો કે જો નવું જન્મેલું બાળક હોય તેને તમારી આંખો સામે જ મારી નાખવામાં આવે તો તમને કેવું લાગે? આપણે તેને નિર્દય, ક્રૂર કૃત્ય કહીશું, બરાબર ને? આવું ભાગ્યે જ કોઈ જોઈ શકશે કે પાંચ ઈન્‍દ્રિય ધરાવતા પૂર્ણ વિકસિત જીવને તીવ્ર વેદના અને ભય આપીને રડાવવામાં આવે. આવું જોતા માતા પણ તીવ્ર વેદના અનુભવશે. ટૂંકમાં, તે માનવીય કૃત્ય છે જ નહીં.

તે જ રીતે ચિકન, માછલી, ગાય કે અન્ય પ્રાણીને મારવું તે પણ માનવીય કૃત્ય નથી, કારણ કે, તેઓ પણ જીવતા પ્રાણીઓ છે. તેઓને પણ અત્યંત ભય અનુભવાય છે અને તેથી તેઓની જાતને બચાવવા માટે આશરો શોધવા અહીં તહીં તરફડીયા મારે છે. તેઓને માત્ર આપણા પોતાના ખોરાક માટે જ મારીને આપણે કઈ રીતે આનંદ માણી શકીએ? આ પાશવી આનંદ આપણા આધ્યાત્મિક વિકાસ માટે મોટી અડચણ છે.

આવું કઈ રીતે? શું આપણે ક્યારેય જાણીજોઈને આપણી આંગળીને છરી વડે કાપવાનો પ્રયાસ કર્યો છે? જો આપણે આવું ક્યારેય કરીએ તો આપણને કેટલું બધું દુ:ખ થાય? તેથી જ્યારે તે જીવના મસ્તકને કાપવામાં આવે છે, ત્યારે તેને પણ કેટલું દુ:ખ અનુભવાતું હશે? તેને ત્રાસ અનુભવાય છે અને તે ભયભીત બની જાય છે. તે અત્યંત પીડા અનુભવે છે અને જ્યારે તે મૃત્યુ પામે છે, ત્યારે તેને અત્યંત ભોગવટો આવે છે. પછી જ્યારે આપણે તેમનો વપરાશ કરીએ છીએ, ત્યારે તેઓના ભોગવટા, ભય અને પીડાથી ભરેલા પરમાણુઓ આપણા શરીરની અંદર પ્રવેશે છે અને ધીમે ધીમે આપણી અંદર પણ ભોગવટા શરૂ થાય છે. બીજાને દુ:ખ આપીને કોઈ ક્યારેય ખુશ થઈ શકે જ નહીં. તેથી બીજાને દુ:ખ ન આપવું, જે આધ્યાત્મિક પ્રગતિ માટેની મોટામાં મોટી ચાવી છે.

શાકાહારી ખોરાક લેવો યોગ્ય. તેમાં ખૂબ ઓછું જોખમ રહેલું છે. માંસાહારમાં પાંચ ઈન્‍દ્રિય જીવોની હિંસા સમાયેલી છે.

આ જગતમાં જુદી જુદી ઈન્‍દ્રિય ધરાવતા જીવો વિકાસ પામતા હોય છે. દાખલા તરીકે, છોડ, ફળ અને શાકભાજીમાં એક જ ઈન્‍દ્રિય વિકાસ પામેલ હોય છે. જો કે, પક્ષીઓ અને પ્રાણીઓ એક કરતા વધુ ઈન્‍દ્રિય ધરાવતા હોય છે. તેથી જ્યારે આપણે છોડ, વનસ્પતિ કે શાકભાજી ખાઈએ છીએ; ત્યારે આપણી જવાબદારી ખૂબ જ ઓછી થઈ જાય છે. કારણ કે, તેઓ એક ઈન્‍દ્રિય ધરાવે છે, સુષુપ્ત જીવો છે. મૃત્યુ સમયે આ જીવો અન્ય પ્રાણીઓની સાપેક્ષે ખૂબ જ ઓછું દર્દ અનુભવે છે.

જેમ જેમ, જ્યારે કોઈ માંસાહાર ખોરાક ખાય છે, તેમ તેમ તે ભય અને પીડાની વધુ ને વધુ જવાબદારીઓમાં ફસાતો જાય છે અને અંતે વિકસિત જીવમાંથી અધોગતિમાં જાય છે. આપણે પ્રત્યક્ષ રીતે હિંસા ન કરતા હોઈએ, તો પણ કોઈ આપણા માટે (આપણા ખોરાક અને અન્ય જરૂરિયાત સંતોષવા માટે) મારે છે અને માટે આપણે આ હિંસા માટે સમાન રીતે જવાબદાર બનીએ છીએ. આમમાંસાહાર ખોરાક ખાતી વખતે આપણે જે પાપ કે ખરાબ કર્મ બાંધીએ છીએ, તે શાકાહારી ખોરાક ખાવાથી થતા પાપ કરતા આપણા જીવનમાં ખૂબ વધુ ભોગવટા આપશે.

માંસ, ઈંડા, માછલી આ બધી માંસાહારી વસ્તુઓ છે. કારણ કે, તમે પાંચ ઈન્‍દ્રિય જીવની હિંસા કરો છો. માછલી, પક્ષીઓ અને પ્રાણીઓને પાંચ ઈન્‍દ્રિયો હોય છે. તમે બે ઈન્‍દ્રિયોથી પાંચ ઈન્‍દ્રિયો ધરાવતા જીવને ખાઈ ન શકો; તમે માત્ર એક ઈન્‍દ્રિય ધરાવતા જીવને જ ખાઈ શકો. જેવા કે, શાકભાજી, જો તમે આધ્યાત્મિક પ્રગતિ કરવા ઈચ્છતા હોવ તો.

માટે જ્યારે તમે માંસાહાર ખોરાક ખાઓ છો, ત્યારે તમને બે રીતે નુકસાન થાય છે:

  • જે પ્રાણીની કતલ કરવામાં આવે છે, તેનો તમારી સાથે હિસાબ બંધાય છે. તે આનો બદલો લેશે (જેના પરિણામે તમારે દુ:ખ ભોગવવું પડશે).
  • જો તમે માંસ ખાઈ રહ્યા છો તો ભગવાન કહે છે કે તમારે અધોગતિ,જાનવર ગતિમાં જન્મ લેવો પડશે અથવા નરક (કે જ્યાં તમારે અત્યંત દુ:ખ બોગવવું પડે છે)માં જવું પડશે. તેવું એટલા માટે કે તમે કોઈની હિંસા કરી રહ્યા છો. જે કોઈ જીવની હત્યા જેવું છે.

વધુમાં, માંસાહારી ખોરાક ખાવો એ આધ્યાત્મિક પ્રગતિ માટે નુકસાનકારક છે, કારણ કે, તે આપણા આત્મા ઉપર આવરણ લાવે છે. તેથી, આપણી આધ્યાત્મિક ધારણ શક્તિ ઘટે છે.

ધારો કે, એક પ્રકાશનો ગોળો છે અને તમે તેને કશાકથી જેમ કે, ઘાટા કલરના કપડાથી સંપૂર્ણપણે ઢાંકી દો છો. તો શું તેમાંથી કોઈ પ્રકાશનું કિરણ બહાર આવશે ખરું? ના, આવરણના કારણે પ્રકાશ બહાર નહીં આવે. એવી જ રીતે, માંસાહાર ખોરાક આત્મા ઉપર આવરણ વધારે છે, તેનો મતલબ તે પ્રકાશ, દ્રષ્ટિ અને જ્ઞાનને ઢાંકી દે છે.

તેથી, આપણે આત્માના જ્ઞાન અને દર્શન ઉપર માંસાહાર ખોરાક ખાઈને આવરણ લાવીએ છીએ. માટે, આપણે તેવું ન ખાવું જોઈએ. કારણ કે, આપણે મુક્તિની સંપૂર્ણ સ્થિતિએ પહોંચવા ઈચ્છીએ છીએ.

૨. દારૂ, આલ્કોહોલ, માદક પીણા વગેરેનું સેવન.

દારૂ અને આધ્યાત્મિક પ્રગતિ બન્ને સાથે ન થઈ શકે. દારૂથી પણ ઘણું બધુ નુકસાન છે. દારૂ બનાવવા માટે, બનાવનાર તેના માટે આથો લાવવાની પ્રક્રિયા કરે છે, જેમાં ઘણા બધા જીવો ઉત્પન્ન થાય છે. તેઓ પછી મરી જાય છે, જ્યારે પ્રક્રિયા વખતે તેને હલાવવામાં આવે છે. તે પ્રવાહીને આપણે દારૂ તરીકે પીવામાં વપરાશ કરીએ છીએ, તેનાથી આપણા મગજના તંતુઓ ખરાબ રીતે અસર પામે છે. જ્યારે આપણે માદક પીણાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આવી જ અસર થાય છે. માટે, આપણે આપણા આધ્યાત્મિક વિકાસ માટે આ બે વસ્તુઓને જાણીજોઈને ટાળવી જોઈએ.

આધ્યાત્મિક માર્ગ ઉપર અજાગૃતિ સમક્ષ આપણો સતત ખંત જ આપણને પૂર્ણ જાગૃતિની સ્થિતિમાં લાવી શકશે. આપણે સાચી જાગૃતિ ‘હું શુદ્ધાત્મા છું’ તેમાં રહેવાનો જ ધ્યેય રાખવો જોઈએ. જો કે, જ્યારે તમે દારૂ કે માદકપીણા લો છો, ત્યારે તમે એ પણ ભૂલી જાઓ છો કે, ‘હું જ્હોન છું.’ તેથી તે તો ખૂબ જ અજાગૃતિ ગણાય. આ બધી માદક વસ્તુઓ આપણી જાગૃતિ પર આવરણ લાવે છે. અંતે, તેઓ આપણી જાગૃતિને સંપૂર્ણપણે ઉડાડી દે છે.

જો તમે તમારો હાથ ૪૪૦ વોલ્ટની સ્વિચમાં નાખો અને સ્વિચ ચાલુ હોય અને એવું વિચારો કે, “હું તો ખાલી જોઉં છું. આ તો જ્હોન છે જે ખોટું કરી રહ્યો છે.” તો શું આ બરાબર છે? જો તમે આવું કરો છો તો શું થાય છે? આધ્યાત્મિક વિકાસને તો ભૂલી જ જાઓ પરંતુ, તમે તરત જ મૃત્યુ પામશો. તેથી, આ જ રીતે આ વસ્તુઓના વપરાશ દ્વારા તમે તમારી જાતને મારી રહ્યા છો, તમારી આધ્યાત્મિકતા મરી પરવારે છે! તેઓના વપરાશમાં આટલું મોટું જોખમ રહેલું છે!

૩. અણહક્કના વિષયોમાં ન પડવું

પરમ પૂજ્ય દાદા ભગવાન ગેરેન્ટી સાથી એવી ખાતરી આપે છે કે આ કાળમાં પતિ-પત્ની વચ્ચેના વિષયના સંબંધને બ્રહ્મચર્ય ગણવામાં આવશે. “આ કાળચક્રમાં જે વ્યક્તિ તેની પત્નીને વફાદાર રહે છે, તે અંતે મોક્ષ પ્રાપ્ત કરશે; આ અમે ગેરેન્ટી આપીએ છીએ! ભગવાન કહે છે કે જે હક્કના વિષયો ભોગવે છે ત્યાં મુક્તિ છે પરંતુ, જે અણહક્કના વિષયો ભોગવે છે તેમના માટે મોક્ષ શક્ય નથી.”

અણહક્કના વિષયો અને આધ્યાત્મિકતા એકબીજાના શત્રુ જેવા છે. પરમ પૂજ્ય દાદા ભગવાન ખૂબ જ સ્પષ્ટપણે અણહક્કના વિષયો કઈ રીતે ભયંકર છે તે સમજાવે છે! જો તમે લગ્ન કરેલ જીવન જીવી રહ્યા છો તો તમે જે હક્કના વિષય હોય તે ભોગવી શકો છો અને ક્યારેય પણ જે તમારું નથી તેના વિચાર ન કરવા જોઈએ. કારણ કે, અણહક્કના વિષયોના પરિણામ અત્યંત ભયંકર છે.”

શું તમારા હક્કનું છે તેનો વિચાર કર્યા વિના જો તમે કોઈ બીજી વ્યક્તિ સાથે વિષય સંબંધથી જોડાઓ છો, તો તમારે તે વ્યક્તિ જ્યાં જન્મ લેશે ત્યાં પછીના ભવમાં જવું પડશે. જો તે વ્યક્તિ અધોગતિમાં જાય તો તમારે પણ ત્યાં જવું પડશે. નિયમ એવો છે કે જે વ્યક્તિ સાથે તમે વિષય ભોગવો છો તે તમારા હક્કનું નથી. તે પછીના ભવમાં તમારી માતા કે તમારી દીકરી બનીને આવે છે. જો કે, જો બધા અણહક્કના વિષયોના પસ્તાવા લેવામાં આવે તો વ્યક્તિ જરૂર મુક્ત થઈ શકે!

જો કે, જે લોકો અણહક્કના વિષયો ખૂબ ખુશ થઈને ભોગવે છે, તેઓ ઘણા જન્મો સુધીના ભોગવટાના મજબૂત દોરડાથી બંધાય છે અને તેથી પછીના ભવમાં તેઓને અત્યંત દુ:ખ, પીડા ભોગવવા પડે છે. ઉપરાંત તેઓના બાળકો પણ ચારિત્ર્યહીન બને છે. અણહક્કના વિષય તો ભગવાન દ્વારા અપાયેલ પાંચેપાંચ મહાવ્રતનો ભંગ છે. તેમાં તમે હિંસા કરો છો, તમે જુઠ્ઠું બોલો છો, અને તમે ખુલ્લી ચોરી પણ કરો છો. તે તો દિવસ દરમિયાનની ચોરી છે. પછી અબ્રહ્મચર્ય તો છે જ અને પાંચમુ પરિગ્રહ પણ છે. અબ્રહ્મચર્ય એ સૌથી મોટો પરિગ્રહ છે.

માટે, આ ત્રણ મુખ્ય અવરોધો છે તમારા આધ્યાત્મિક વિકાસ માટે. આપણે મોક્ષ માટે લાયક જ છીએ, જો આપણને જોઈતો હોય તો! આજ સુધી તમે તમારા આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં લીધા વિના કદાચ માંસાહારી ખોરાક ખાધો હશે અથવા દારૂનું સેવન કર્યુ હશે. જો કે, જો તમે આ પ્રકારની જીવનશૈલી સાચી નથી તેની સાથે સંમત હોવ, તો તમે આ જીવનમાં જ તેની અસરોથી મુક્ત થશો. તેના માટે તમારે જરૂર છે:

  1. આ ત્રણ દુર્ગુણોમાં પડવું જ નથી તેનો દ્રઢ નિશ્ચય કરો.
  2. આજ સુધી તમે જે ગુનાઓ કર્યા હોય તેના પસ્તાવા કરો અને માફી માંગો.
  3. દરરોજ ૧૦ મિનિટ આવું બોલીને શક્તિ માગો, “હે દાદા ભગવાન (અથવા તમે જે ભગવાનમાં માનતા હો તેમને), મારા ઉપર એવી કૃપા કરો કે જેથી હું આ ખરાબ ટેવોમાંથી મુક્ત થઈ શકુ.”
×
Share on