આધ્યાત્મિકતાની વ્યાખ્યા આપવી એ એક સરળ નથી, કારણ કે વર્ષોથી લોકો અલગ અલગ દ્રષ્ટિકોણથી તેને સમજે છે. તેથી આધ્યાત્મિકતાનો અર્થ સમય સાથે બદલાયો છે. તેમ છતાં, આધ્યાત્મિકતા એ વિજ્ઞાન છે, તેના કારણે તેની વ્યાખ્યા પણ વૈજ્ઞાનિક હોવી જોઈએ.
ખાવું, પીવું, કામ પર જવું, પૈસા કમાવવા અને આવું બધું એ વ્યવહારિક પ્રવૃત્તિઓ છે. જ્યારે ભ્રષ્ટાચાર, ચોરી, લૂંટ, લોકોને દુઃખ આપવું અને લોકોને હેરાન કરવા, એ બધી અસામાજિક પ્રવૃત્તિઓ છે; પૂજા કરવી, મંત્ર-જાપ, ભક્તિ, વ્રત અને આહાર તથા પૈસાનું દાન, આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ છે. છતાં પણ તે આધ્યાત્મિક નથી! તો, આધ્યાત્મિકતા એટલે શું?
અશુભનો ત્યાગ કરવો અને શુભને ગ્રહણ કરવું તેને ધર્મ કહેવાય, જ્યારે આત્માને જાણવો તેને આધ્યાત્મિકતા કહેવાય. જ્યારે વ્યક્તિ વિનાશી ચીજોના મોહમાંથી બહાર નીકળીને અવિનાશી આત્માને જાણે છે, તેને આધ્યાત્મિકતાની શરૂઆત ગણાય છે.
ધર્મ આપણને શુભ અને અશુભ શું છે તેનું જ્ઞાન આપે છે. તે આપણને અશુભ કર્મથી છોડાવી અને શુભ ગ્રહણ કરાવે છે. તેમ છતાં, આ શુભ કર્મોના ફળ ભોગવવા ફરી જન્મ લેવો પડે છે. જન્મ-મરણની આ પ્રક્રિયા જ પીડાદાયક છે.
તદુપરાંત, પુણ્યકર્મનું ફળ ભૌતિક સુખોના રૂપે સ્વભાવથી જ વિનાશી છે. આથી, વ્યક્તિને અસંતોષ રહે છે, વધુ સુખની ભૂખ રહે છે અને સુખ માટેના બીજા સાધનોની શોધમાં રહે છે. આ અનંતા ભવો સુધી ચાલ્યા કરે છે.
બીજી બાજુ, આધ્યાત્મિકતા આપણને શાશ્વત સુખ આપે છે. તે જે શુદ્ધ છે, તેવા તમારા પોતાના આત્માનું જ્ઞાન આપે છે. તે આપણને શુભ અને અશુભથી આગળનું જ્ઞાન આપે છે અને ક્યારેય નાશ ન થનારા આત્માના આનંદમાં રહેવાનું શીખવે છે. જેનાથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે છે.
જ્યારે ધર્મ આપણને અશુભ છોડાવી અને શુભને ગ્રહણ કરાવે છે, આધ્યાત્મિકતા આપણને શુદ્ધ તરફ લઈ જાય છે. આધ્યાત્મિકતા શુભ અને અશુભના દ્વંદ્વથી આગળ વધીને શુદ્ધાત્માનો અનુભવ કરાવીને, આપણને બધા સાંસારિક બંધનોમાંથી મુક્ત કરાવે છે.
ધારો કે, નળમાંથી ડહોળું પાણી આવે છે. તેને પીવાલાયક બનાવવા માટે થોડા ફિલ્ટર મૂકીને ચોખ્ખું કરી શકાય છે. પછી આપણે તે ચોખ્ખા પાણીને આપણા રોજિંદા વપરાશમાં વાપરી શકીએ છીએ અને સારું જીવન જીવી શકીએ છીએ. તેમ છતાં, જો આપણે આ પાણીમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન છૂટા પાડવા હોય તો આપણને એવા વૈજ્ઞાનિકની જરૂર પડે કે જે કહેશે, “તમે આ પાણીને ડહોળામાંથી ચોખ્ખું તો બનાવી આપ્યું, પરંતુ તમારે આનાથી પણ આગળ જવાનું છે.” આ રીતે, આપણને પાણીનું શુદ્ધ તત્ત્વરૂપ, એટલે કે હાઈડ્રોજન અને ઓક્સિજન મેળવવું હોય તો આપણે હજી પણ આગળ જવાનું છે.
જ્યારે બીજી બાજુ, જો આપણે હાઈડ્રોજન અને ઓક્સિજનને સીધા ડહોળા પાણીમાંથી છૂટા પાડીએ અને ચકાસીએ તો શું તે હાઈડ્રોજન અને ઓક્સિજન અશુદ્ધ હશે? જરા પણ નહીં! તે સંપૂર્ણ શુદ્ધ જણાય છે. આમ, બહુ બધી અશુદ્ધિઓ વચ્ચે પણ તત્ત્વ કાયમ માટે શુદ્ધ રહે છે! તેવી રીતે, શરીરમાં રહેલો આત્મા ગમે તેટલા અશુભ અને શુભ કર્મો થયા હોય, કાયમ શુદ્ધ રહેલો છે. આના પરથી આધ્યાત્મિકતા શું છે તેનું વૈજ્ઞાનિક તારણ નીકળે છે.
એકવાર જ્યારે આપણને સમજાય છે કે આત્મા એ અવિનાશી તત્ત્વ છે અને તે આપણે પોતે છીએ, અને જો (આત્મતત્ત્વ અને જડતત્ત્વના ભેદજ્ઞાનથી) આપણે તે શાશ્વત તત્ત્વને જાણીએ, તો આપણા લૌકિક પ્રશ્નો અને મૂંઝવણોને સરળતાથી ઉકેલી શકાય.
તેથી, પરમ પૂજ્ય દાદા ભગવાને આપણને આ આધ્યાત્મિક વિજ્ઞાન આપ્યું છે! વ્યવહારિક વિજ્ઞાન એ આખી જુદી વસ્તુ છે. તે ભૌતિક છે, જ્યારે આ આધ્યાત્મિક વિજ્ઞાન છે, જે અવિનાશી તત્ત્વ, આત્મા પર આધારિત છે. મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન અને રામ ભગવાન એ બધા આધ્યાત્મિક વિજ્ઞાનીઓ હતા. આ વૈજ્ઞાનિકોએ અવિનાશી તત્ત્વને જાણ્યો હતો, અનુભવ્યો હતો અને તેમના શિષ્યોને તેનું જ્ઞાન આપ્યું હતું.
પરમ પૂજ્ય દાદા ભગવાનને આત્મસાક્ષાત્કાર ૧૯૫૮માં થયો હતો. બાળપણથી જ આ જગત કોણ ચલાવે છે, હું કોણ છું, કર્તા કોણ અને આ જગત કેવી રીતે બન્યું, જેવા પ્રશ્નોના જવાબોની શોધમાં હતા. ૧૯૫૮માં આત્મસાક્ષાત્કાર થયા પછી તેમને આ બધા આધ્યાત્મિક પ્રશ્નોનું નિરાકરણ મળી ગયું.
મુમુક્ષુઓને આત્મજ્ઞાન આપી શકે તે માટે તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થયેલ. કૃષ્ણ ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું આ તે જ જ્ઞાન છે. આધ્યાત્મિકતા શું છે તેની ખોજમાં આપણને બે પાયાની વસ્તુનું જ્ઞાન મળે છે:
આ જ્ઞાનપ્રાપ્તિ પછી આપણને આપણી બધી સાંસારિક મૂંઝવણોને ઉકેલવા માટેના સમાધાન અને ચાવીઓ મળે છે અને સાથે સાથે આપણે દુઃખોથી મુક્ત થઈએ છીએ. અજ્ઞાનતાના કારણે કોઈ પણ મુશ્કેલી આવે તેનો ભોગવટો રહે છે. એકવાર જ્યારે આપણને વાસ્તવિકતા, ‘હું કોણ છું અને કરે છે કોણ’નું જ્ઞાન મળે છે, પછી એની મેળે અજ્ઞાનતાથી જે ભોગવટો હતો તે દૂર થઈ જાય છે. આથી, આ આધ્યાત્મિક વિજ્ઞાન છે!
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “સંસારવ્યવહાર 'ક્રિયાત્મક' છે અને આત્મવ્યવહાર 'જ્ઞાનાત્મક' છે. એક ક્રિયા કરે છે ને બીજો જોયા કરે છે. કરનાર ને જાણનાર, બે એક હોય જ નહીં, જુદા જ હોય. જુદા હતા, જુદા છે ને જુદા રહેશે...”
Q. આધ્યાત્મિકતા શા માટે જરૂરી છે?
A. આધ્યાત્મિકતા એટલે આત્માની ઓળખાણ કરવી, આપણા દરેકની અંદર રહેલી ચેતના એ જ આત્મા. આવી ઓળખાણ કરવી શા... Read More
Q. આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચે શું તફાવત છે?
A. આધ્યાત્મિકતા અને ધર્મ બન્ને સમાન નથી. બન્ને વચ્ચે મોટો તફાવત છે. માટે, ચાલો જાણીએ કે આધ્યાત્મિકતા... Read More
Q. શું આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે ભૌતિક સુખ સાધનનો ત્યાગ કરવો જરૂરી છે?
A. આજના સમાજમાં એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે જો કોઈ આધ્યાત્મિક માર્ગે જવા ઈચ્છે છે તો, તેણે બધી... Read More
Q. ભૌતિક વસ્તુઓ તરફ ખૂબ જ આકર્ષણ હોવા છતાં હું આધ્યાત્મિક કઈ રીતે બની શકું?
A. જો તમે સાંસારિક જીવન જીવી રહ્યા છો અને ભૌતિક વસ્તુઓ તરફ તમને ખૂબ આકર્ષણ છે, તો તમને લાગશે કે તમારા... Read More
Q. આધ્યાત્મિકતાના જુદા જુદા પ્રકારો કયા છે?
A. આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મના આ જગતમાં બે પ્રકાર છે, જે આ મુજબ છે: ક્રમિક: આ... Read More
Q. આધ્યાત્મિક પ્રગતિમાં વચ્ચે કયા કયા અવરોધો આવે છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન આધ્યાત્મિક સાધકોને ત્રણ ખૂબ જ ભયંકર ટેવો બાબતે ચેતવે છે, જે સમય જતા આપણી... Read More
subscribe your email for our latest news and events