અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં.
પ્રશ્નકર્તા: નવી રકમ ધીરવી કોને કહો છો?
દાદાશ્રી: કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે 'આ મને કેમ અવળું બોલે છે?' એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી તે નવી ધીરધાર કરે છે ને પછી ગૂંચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે?
જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં ને આ પોષાતું હોય તો ફરી પાંચ આપ.
પ્રશ્નકર્તા: એક વખત જમે કરીએ, બે વખત જમે કરીએ, સો વખત જમે કરીએ, એવું બધી વખત જમા જ કર્યા કરવાનું?
દાદાશ્રી: હા, ફરી ઉધાર કરશો તો ફરી એ ચોપડા ચાલુ રહેશે. એના કરતા લાખ વખત તું જમે કરાવ ને, આપણે જમે કરવાના. અને એનો અંત આવશે. જો જો ને, મારા કહ્યા પ્રમાણે ચાલો ને!
પ્રશ્નકર્તા: આટલા વર્ષ ગયા છતાં હજુ અંત નથી આવ્યો.
દાદાશ્રી: બીજો વિચાર કર્યા કરતા મારા કહ્યા પ્રમાણે કરજો ને, અંત આવી જશે. અને મેં જમે કરેલા છે, એવા બધા બહુ. અમે અઠ્ઠાવીસ વર્ષથી નવી ધીરતા નથી. તે ચોપડા બધા કેટલા ચોખ્ખા થઈ ગયા!
આપણા પાડોશીને કહીએ કે, 'તમે સવારના પહોરમાં મને પાંચ ગાળો ભાંડજો.' ત્યારે એ શું કહેશે કે, 'હું કંઈ નવરો છું?' એટલે હિસાબ નથી, એ કોઈ ગાળ ભાંડે જ નહીં ને! અને હિસાબ છે, એ કોઈ છોડનાર નથી.
હવે આપણો આટલો પુરુષાર્થ રહ્યો કે 'હસતે મુખે ઝેર પીવો.' કો'ક દહાડો છોકરાની જોડે કંઈ મતભેદ પડ્યો, છોકરો સામો થયો હોય તો પછી જે 'પ્યાલો' આપી જાય તે પીવો તો પડે ને! રડી રડીનેય પણ પીવો તો પડે જ ને? એ 'પ્યાલો' કંઈ ઓછો એના માથામાં મરાય છે? પીવો તો પડે જ ને?
Book Name: વાણી, વ્યવહારમાં.. (Page #23 Paragraph #3,#4,#5,#6 and Page #24 Paragraph #1 to #6)
Q. દુઃખદાયી શબ્દોની શું અસર થાય છે?
A. આ પેલા તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં? પ્રશ્નકર્તા: ઘણા... Read More
Q. નકારાત્મક લાગણીઓ (ફીલિંગને) કેવી રીતે બંધ કરવી?
A. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે.... Read More
Q. વાણીનું ખરું સ્વરૂપ શું છે?
A. વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલા પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે આ... Read More
Q. વાણી અને ભાવ (અંતર આશય) વચ્ચે શો સંબંધ છે?
A. ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને! આ તો એમ ને એમ જ છે ને! નાના છોકરાં હોય... Read More
Q. લોકો શા માટે જૂઠ્ઠું બોલે છે?
A. પ્રશ્નકર્તા: માણસ જૂઠું શું કામ બોલે? દાદાશ્રી: મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે... Read More
Q. હું જૂઠ્ઠું બોલું તો શું હું કર્મ નથી બાંધતો? જૂઠ્ઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું?
A. પ્રશ્નકર્તા: આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને? દાદાશ્રી: ચોક્કસ વળી! પણ... Read More
Q. સત્ય એટલે શું? પરમ સત્ય (સત્) એટલે શું?
A. પ્રશ્નકર્તા: મસ્કા મારવા, એનું નામ સત્ય? ખોટી હા પુરાવવી? દાદાશ્રી: એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો... Read More
Q. વ્યક્તિને વચનબળ ક્યારે પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય? દાદાશ્રી: એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ... Read More
A. પ્રશ્નકર્તા: આ ભવની સમજણ કેવી રીતે વાણી સુધારવામાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા... Read More
subscribe your email for our latest news and events