પ્રશ્નકર્તા: આ ભવની સમજણ કેવી રીતે વાણી સુધારવામાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા સમજાવો.
દાદાશ્રી: અત્યારે તને એક ગાળ ભાંડે, તે મહીં અસર થઈ જાય. થોડું ઘણું મનમાં ને મનમાં બોલુંય ખરો કે, 'તમે નાલાયક છો.' પણ એમાં તું ના હોય. જુદો પડ્યો એટલે તું આમાં ના હોય. આત્મા જુદો પડી ગયો છે એટલે પેલું એકાકાર ના હોય. પેલું માંદું માણસ હોય એવું બોલે, એવું કરી નાખે.
પ્રશ્નકર્તા: હવે અહંકાર નથી ગયો, આત્મા નથી છૂટો પડ્યો, એને એની સમજણ હેલ્પ કરે?
દાદાશ્રી: હા. પણ એ જેવું છે એવું બોલી જાય અને પછી પસ્તાવો કરે.
વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢે, અથડામણ ના કરે, તોય વાણી સુધરી જાય.
પ્રશ્નકર્તા: હવે વાણીમાં સુધારો કરવો હોય તો કેમ કરવું?
દાદાશ્રી: વાણી પોતે પોતાની મેળે સુધારી ન શકે, એ ટેપરેકર્ડ થઈ ગયેલી છે.
પ્રશ્નકર્તા: હા, એટલે જ ને! એટલે વ્યવસ્થિત થયેલું છે.
દાદાશ્રી: વ્યવસ્થિત થયેલું છે, એ હવે અહીં આગળ 'જ્ઞાની પુરુષ'ની કૃપા ઊતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઊતરવી એ મુશ્કેલ છે.
જ્ઞાનીની આજ્ઞાથી બધું સુધરી શકે. કારણ કે, ભવમાં દાખલ થવાને માટે એ વાડ સમાન છે. ભવની અંદર દાખલ ના થવા દે.
1) વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢે, અથડામણ ના કરે, તોય વાણી સુધરી જાય.
2) હે દાદા, કંઠે બિરાજો. એટલે વાણી સુધરી જાય. અહીં ગળે દાદાનું નિદિધ્યાસન કરીએ તોય વાણી સુધરી જાય.
3) જ્યારે જૂઠું બોલાય ને તમને ખબર પડે કે આ જૂઠું બોલાયું કે તરત 'દાદા'ની પાસે માફી માગવાની કે, 'દાદા, મારે જૂઠું નથી બોલવું, છતાં જૂઠું બોલાઈ જવાયું. મને માફ કરો. હવે ફરી જૂઠું નહીં બોલું.' અને છતાં ફરી એવું થાય તો વાંધો નહીં રાખવાનો. માફી માગ માગ કર્યા કરવાની. એથી એના ગુના પછી ત્યાં નોંધ ના થાય. માફી માગી એટલે નોંધ ના થાય.
Book Name: વાણી, વ્યવહારમાં.. (Page #77 Last #2 Paragraphs and Page #78 Paragraph #1 to #8)
Q. દુઃખદાયી શબ્દોની શું અસર થાય છે?
A. આ પેલા તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં? પ્રશ્નકર્તા: ઘણા... Read More
Q. નકારાત્મક લાગણીઓ (ફીલિંગને) કેવી રીતે બંધ કરવી?
A. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે.... Read More
Q. વાણીનું ખરું સ્વરૂપ શું છે?
A. વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલા પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે આ... Read More
Q. વાણી અને ભાવ (અંતર આશય) વચ્ચે શો સંબંધ છે?
A. ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને! આ તો એમ ને એમ જ છે ને! નાના છોકરાં હોય... Read More
Q. ગતભવના કર્મોને ચોખ્ખા કરવા શું કરવું?
A. અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ... Read More
Q. લોકો શા માટે જૂઠ્ઠું બોલે છે?
A. પ્રશ્નકર્તા: માણસ જૂઠું શું કામ બોલે? દાદાશ્રી: મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે... Read More
Q. હું જૂઠ્ઠું બોલું તો શું હું કર્મ નથી બાંધતો? જૂઠ્ઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું?
A. પ્રશ્નકર્તા: આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને? દાદાશ્રી: ચોક્કસ વળી! પણ... Read More
Q. સત્ય એટલે શું? પરમ સત્ય (સત્) એટલે શું?
A. પ્રશ્નકર્તા: મસ્કા મારવા, એનું નામ સત્ય? ખોટી હા પુરાવવી? દાદાશ્રી: એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો... Read More
Q. વ્યક્તિને વચનબળ ક્યારે પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય? દાદાશ્રી: એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ... Read More
subscribe your email for our latest news and events