ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને! આ તો એમ ને એમ જ છે ને! નાના છોકરાં હોય ત્યારે એમની હાજરીમાં ધણી-બૈરી ગમે તેવું બોલે. એ જાણે કે આ નાનું છોકરું શું સમજવાનું છે? અલ્યા, મહીં ટેપ થાય છે તેનું શું? એ મોટું થશે ત્યારે એ બહાર પડશે!
સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું. આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. તારામાં નબળાઈ એવી છે કે સળી કરતા પહેલા જ તું બોલવા મંડીશ.
પ્રશ્નકર્તા: ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને?
દાદાશ્રી: ખરાબ ભાવ ના આવવો જોઈએ, એ વાત ખરી છે. ભાવમાં આવે છે, તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને, તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીં ને! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય અને એવું ત્યાં સુધી તમારે પણ આવવાનું છે.
એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે.
પ્રશ્નકર્તા: વાણી બોલતી વખતના ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે?
દાદાશ્રી: ના. એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. અને પછી આજે શું થાય? છપાયા પ્રમાણે જ વાગે.
પ્રશ્નકર્તા: પાછું અત્યારે બોલીએ તે વખતે જાગૃતિ રાખીએ તો?
દાદાશ્રી: અત્યારે તમે કોઈને દફડાવો. પછી મનમાં એવું થાય કે, 'આને દફડાવ્યો તે બરાબર છે.' એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો. અને 'આને દફડાવ્યો, તે ખોટું થયું', એવો ભાવ થયો તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. 'આ દફડાવ્યો એ બરોબર છે', એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. અને 'આ બહુ ખરાબ થઈ ગયું, આવું ના બોલવું જોઈએ, આવું કેમ થાય છે?' એવું થાય તો કોડ નાનો થઈ ગયો.
Book Name: વાણી, વ્યવહારમાં.. (Page#19 Paragraph #2,#3,#4,#5 and Page#20 Paragraph #1 to #5)
Q. દુઃખદાયી શબ્દોની શું અસર થાય છે?
A. આ પેલા તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં? પ્રશ્નકર્તા: ઘણા... Read More
Q. નકારાત્મક લાગણીઓ (ફીલિંગને) કેવી રીતે બંધ કરવી?
A. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે.... Read More
Q. વાણીનું ખરું સ્વરૂપ શું છે?
A. વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલા પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે આ... Read More
Q. ગતભવના કર્મોને ચોખ્ખા કરવા શું કરવું?
A. અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ... Read More
Q. લોકો શા માટે જૂઠ્ઠું બોલે છે?
A. પ્રશ્નકર્તા: માણસ જૂઠું શું કામ બોલે? દાદાશ્રી: મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે... Read More
Q. હું જૂઠ્ઠું બોલું તો શું હું કર્મ નથી બાંધતો? જૂઠ્ઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું?
A. પ્રશ્નકર્તા: આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને? દાદાશ્રી: ચોક્કસ વળી! પણ... Read More
Q. સત્ય એટલે શું? પરમ સત્ય (સત્) એટલે શું?
A. પ્રશ્નકર્તા: મસ્કા મારવા, એનું નામ સત્ય? ખોટી હા પુરાવવી? દાદાશ્રી: એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો... Read More
Q. વ્યક્તિને વચનબળ ક્યારે પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય? દાદાશ્રી: એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ... Read More
A. પ્રશ્નકર્તા: આ ભવની સમજણ કેવી રીતે વાણી સુધારવામાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા... Read More
subscribe your email for our latest news and events