વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલા પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે આ વાણીની પણ આખી પટ્ટી ઊતરી ગયેલી છે. ને તેને સંયોગ મળતા જ, જેમ પીન વાગે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે.
ઘણીવાર એમ બને છે કે નહીં કે, તમે દ્રઢ નિશ્ચય કર્યો હોય કે સાસુની સામે કે ધણીની સામે નથી બોલવું, છતા બોલાઈ જાય છે કે નહીં? બોલાઈ જાય છે, એ શું છે? આપણી તો ઈચ્છા નહોતી. ત્યારે શું ધણીની ઈચ્છા હતી કે વહુ મને ગાળ દે? ત્યારે કોણ બોલાવે છે? એ તો રેકર્ડ બોલે છે અને ઊતરી ગયેલી રેકર્ડને કોઈ બાપોય ફેરવી ના શકે.
ઘણીવાર કોઈ મનમાં નક્કી કરીને આવ્યું હોય કે આજે તો પેલાને આમ સંભળાવું ને તેમ કહી નાખું. અને જ્યારે તેની પાસે જાય ને બીજા બે-પાંચ જણને જુએ, તો અક્ષરેય બોલ્યા વિના પાછો આવે કે નહીં? અરે, બોલવા જાય પણ બોબડી ના વળે. એમ બને કે નહીં? જો તારી સત્તાની વાણી હોય, તો તું ધારે તેવી જ વાણી નીકળે. પણ એવું બને છે? ક્યાંથી બને?
આ વિજ્ઞાન એવું સુંદર છે ને કે કોઈ રીતે બાધક જ નથી ને ઝટપટ ઉકેલ લાવે એવું છે. પણ આ વિજ્ઞાનને લક્ષમાં રાખે કે દાદાએ કહ્યું છે કે વાણી એટલે બસ રેકર્ડ જ છે, પછી કોઈ ગમે તેવું બોલ્યો હોય કે ફોજદાર ટૈડકાવતો હોય પણ એની વાણી એ રેકર્ડ જ છે, એવું ફીટ થઈ જવું જોઈએ તો આ ફોજદાર ટૈડકાવતો હોય તો આપણને અસર ના કરે.
કોઈ પણ માણસ બહુ વધારે બોલ બોલ કરતો હોય તોય આપણે સમજી જવું કે આ રેકર્ડ બોલી. રેકર્ડને રેકર્ડ જાણીએ તો આપણે ગબડી ના પડીએ. નહીં તો તન્મયાકાર થઈએ તો શું થાય?
આપણા જ્ઞાનમાં આ 'વાણી એ રેકર્ડ છે' એ એક કૂંચી છે અને એમાં આપણે ગપ્પું મારવાનું નથી. એ છે જ રેકર્ડ. અને રેકર્ડ માનીને જો આજથી આરંભ કરે તો? તો પછી છે કશું દુઃખ? આપણી ઊંચી નાતોમાં લાકડી લઈને મારંમારા નથી કરતા. અહીં તો બધા વાણીના જ ધડાકા! હવે એને જીતી ગયા પછી રહ્યું કશું? વાણી એ રેકર્ડ છે, તેથી મેં એ બહાર પાડેલું. આ બહાર ખુલ્લું પાડવાનું કારણ શું? તેને લીધે તમારા મનમાંથી વાણીની કિંમત જતી રહે. અમને તો કોઈ ગમે તેવું બોલે ને તોય એની અક્ષરેય કિંમત નથી. હું જાણું કે એ શી રીતે બિચારો બોલવાનો છે? એ જ ભમરડો છે ને! અને આ તો રેકર્ડ બોલી રહી છે. એ તો ભમરડો છે, દયા ખાવા જેવો!
1) આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવા એવા કેટલાય સાધનો અત્યારે થયા છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો? હવે આમાં (ટેપ મશીનમાં) તો શબ્દો ટેપ થયા એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી-મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરાય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે, 'આ નાલાયક છે' તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું. એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનુંય ના બોલાય, અક્ષરેય ના બોલાય. કારણ કે, બધું ટેપ થઈ જાય એવી આ મશીનરી છે. બોલવું હોય તો સારું બોલજો કે, 'સાહેબ, તમે બહુ સારા માણસ છો.' સારો ભાવ રાખજો તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.
2) જગત આખું નિર્દોષ છે. નિર્દોષ જોઈને હું તમને કહું છું કે નિર્દોષ છે. શાથી નિર્દોષ છે જગત? શુદ્ધાત્મા નિર્દોષ ખરા કે નહીં? ત્યારે દોષિત કયું લાગે છે? આ પુદ્ગલ. હવે પુદ્ગલ ઉદયકર્મને આધીન છે, આખી જિંદગી. હવે ઉદયકર્મમાં હોય એવું આ બોલે એમાં તમે શું કરો તે?
3) એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે! ન્યાય તો જોઈએ કે ના જોઈએ? આ જ ભોગવવાનું. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે. એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે, 'વહુ મને આમ કેમ કરે છે?' વહુને એમ થાય કે, 'આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે?' એને પણ દુઃખ થાય, પણ શું થાય? પછી મેં તેમને પૂછ્યું કે, 'વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા!' ત્યારે એ કહે કે, 'હું ખોળી લાવ્યો હતો.' ત્યારે એનો શો દોષ બિચારીનો? લઈ આવ્યા પછી અવળું નીકળે. એમાં તે શું કરે, ક્યાં જાય પછી?
4) એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ શબ્દ ખોટા સ્વાર્થ કે પડાવી લેવા માટે ના વાપર્યો હોય, શબ્દનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય છે.
Book Name: વાણી, વ્યવહારમાં.. (Page #30 Paragraph #1 to #5 and Page #31 Paragraph #1)
Q. દુઃખદાયી શબ્દોની શું અસર થાય છે?
A. આ પેલા તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં? પ્રશ્નકર્તા: ઘણા... Read More
Q. નકારાત્મક લાગણીઓ (ફીલિંગને) કેવી રીતે બંધ કરવી?
A. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે.... Read More
Q. વાણી અને ભાવ (અંતર આશય) વચ્ચે શો સંબંધ છે?
A. ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને! આ તો એમ ને એમ જ છે ને! નાના છોકરાં હોય... Read More
Q. ગતભવના કર્મોને ચોખ્ખા કરવા શું કરવું?
A. અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ... Read More
Q. લોકો શા માટે જૂઠ્ઠું બોલે છે?
A. પ્રશ્નકર્તા: માણસ જૂઠું શું કામ બોલે? દાદાશ્રી: મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે... Read More
Q. હું જૂઠ્ઠું બોલું તો શું હું કર્મ નથી બાંધતો? જૂઠ્ઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું?
A. પ્રશ્નકર્તા: આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને? દાદાશ્રી: ચોક્કસ વળી! પણ... Read More
Q. સત્ય એટલે શું? પરમ સત્ય (સત્) એટલે શું?
A. પ્રશ્નકર્તા: મસ્કા મારવા, એનું નામ સત્ય? ખોટી હા પુરાવવી? દાદાશ્રી: એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો... Read More
Q. વ્યક્તિને વચનબળ ક્યારે પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય? દાદાશ્રી: એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ... Read More
A. પ્રશ્નકર્તા: આ ભવની સમજણ કેવી રીતે વાણી સુધારવામાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા... Read More
subscribe your email for our latest news and events