પ્રશ્નકર્તા: મસ્કા મારવા, એનું નામ સત્ય? ખોટી હા પુરાવવી?
દાદાશ્રી: એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી. આ તો પોતાની શોધખોળ છે, પોતાની ભૂલને લઈને બીજાને મસ્કો મારે છે આ.
પ્રશ્નકર્તા: કોઈની સાથે મીઠાશથી બોલો તો એનો ફાયદો ખરો?
દાદાશ્રી: હા, એને સુખ થાય!
પ્રશ્નકર્તા: એ તો પછી ખબર પડે ત્યારે તો બહુ દુઃખ થઈ જતું હશે. કેમ કે, કોઈ બહુ મીઠા બોલો હોય અને કોઈ સાચા બોલો હોય તો, આપણે એમ કહીએ ને કે આ મીઠુ બોલે છે પણ એના કરતા ભલે પેલો ખરાબ બોલે છે પણ એ સારો માણસ છે.
દાદાશ્રી: સાચા બોલો કોને કહેવાય? એક ભઈ એની મધર જોડે સાચું બોલ્યો, એકદમ સત્ય બોલ્યો. અને મધરને શું કહે છે? 'તમે મારા બાપાના વહુ થાવ' કહે છે, એ સત્ય નથી? ત્યારે મધરે શું કહ્યું? તારું મોઢું ફરી ના દેખાડીશ, બા. હવે તું જા અહીંથી! મને તારા બાપની વહુ બોલું છું.
એટલે સત્ય કેવું હોવું જોઈએ? પ્રિય લાગે એવું હોવું જોઈએ. એકલું પ્રિય લાગે એવું હોય તોય ના ચાલે એને હિતકર હોવું જોઈએ, એટલાથીય ના ચાલે. હું સત્ય, પ્રિય અને હિતકારીય બોલું, તોય હું વધારે બોલ બોલ કરું ને, તો તમે કહો કે, 'હવે કાકા બંધ થઈ જાવ. હવે મને જમવા ઊઠવા દો ને.' એટલે તે મિત જોઈએ, પ્રમાણ જોઈએ. આ કંઈ રેડિયો નથી કે બોલ બોલ કરે શું? એટલે આવું સત્ય-પ્રિય-હિતકર ને મિત, ચાર ગુણાકાર થાય તો જ સત્ય કહેવાય. નહીં તો સત્ય એકલું નાગું બોલે તો એને અસત્ય કહેવાય.
વાણી કેવી હોવી જોઈએ? હિત-મિત-પ્રિય ને સત્ય, આ ચાર ગુણાકારવાળી હોવી જોઈએ. ને બીજી બધી અસત્ય છે. વ્યવહાર વાણીમાં આ નિયમ લાગુ પડે છે. આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારેય ગુણાકારવાળી વાણી એક 'જ્ઞાની પુરુષ'ની પાસે જ હોય, સામાના હિત માટે જ હોય, સહેજ પણ પોતાના હિત માટે વાણી ના હોય. 'જ્ઞાની'ને 'પોતાપણું' હોય જ નહીં, જો 'પોતાપણું' હોય તો તે જ્ઞાની ના હોય.
સત્ય કોને કહેવાય? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે. મોટામાં મોટો સિદ્ધાંત છે. આ રીયલ સત્ય નથી. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે.
Book Name: વાણી, વ્યવહારમાં.. (Page #38 Paragraph #2 to #8 and Page #39 Paragraph #1,#2,#3)
Q. દુઃખદાયી શબ્દોની શું અસર થાય છે?
A. આ પેલા તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં? પ્રશ્નકર્તા: ઘણા... Read More
Q. નકારાત્મક લાગણીઓ (ફીલિંગને) કેવી રીતે બંધ કરવી?
A. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે.... Read More
Q. વાણીનું ખરું સ્વરૂપ શું છે?
A. વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલા પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે આ... Read More
Q. વાણી અને ભાવ (અંતર આશય) વચ્ચે શો સંબંધ છે?
A. ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને! આ તો એમ ને એમ જ છે ને! નાના છોકરાં હોય... Read More
Q. ગતભવના કર્મોને ચોખ્ખા કરવા શું કરવું?
A. અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ... Read More
Q. લોકો શા માટે જૂઠ્ઠું બોલે છે?
A. પ્રશ્નકર્તા: માણસ જૂઠું શું કામ બોલે? દાદાશ્રી: મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે... Read More
Q. હું જૂઠ્ઠું બોલું તો શું હું કર્મ નથી બાંધતો? જૂઠ્ઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું?
A. પ્રશ્નકર્તા: આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને? દાદાશ્રી: ચોક્કસ વળી! પણ... Read More
Q. વ્યક્તિને વચનબળ ક્યારે પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય? દાદાશ્રી: એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ... Read More
A. પ્રશ્નકર્તા: આ ભવની સમજણ કેવી રીતે વાણી સુધારવામાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા... Read More
subscribe your email for our latest news and events