પ્રશ્નકર્તા: માણસ જૂઠું શું કામ બોલે?
દાદાશ્રી: મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે સુધી બોલે છે કે, દસ-બાર વર્ષની ઉંમરની છોકરી હોય અને તે પચાસ વર્ષની ઉંમરની આજે થયેલી હોય, તે પચાસ વર્ષ સુધી મેં શું શું કર્યું બાર વર્ષથી તે બધું મને ખુલ્લું લખી આપે છે, નહીં તો આ દુનિયામાં બન્યું નથી એવું. કોઈ સ્ત્રી પોતાનું ખુલ્લું કરે એવું બનેલું નહીં. એવી હજારો સ્ત્રીઓ મારી પાસે છે અને તે એમને પાપ ધોઈ આપું છું.
પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે?
દાદાશ્રી: ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી છે. કાં તો માન મેળવવું છે, લક્ષ્મી મેળવવી છે, કંઈ પણ જોઈએ છે. એટલા સારું જૂઠું બોલે છે અગર તો ભય છે, ભયના માર્યો જૂઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે 'કોઈ મને શું કહેશે?' એવું કંઈ પણ ભય હોય. પછી ધીમે ધીમે જૂઠાની ટેવેય પડી જાય. પછી ભય ના હોય તોય બોલી જાય.
પ્રશ્નકર્તા: આ સમાજમાં ઘણા લોકો જૂઠું બોલે છે અને ચોરી-લબાડી બધું કરે છે ને બહુ સારી રીતે રહે છે, સાચું બોલે છે, એને બધી તકલીફો આવે છે. તો હવે કઈ લાઈન પકડવી? જૂઠું બોલીને પોતાને થોડી શાંતિ રહે એવું કરવું કે પછી સાચું બોલવું?
દાદાશ્રી: એવું છે ને, પહેલા જૂઠું બોલ્યા હતા તેનું તો ફળ આવ્યું છે, અહીં ચાખો છો નિરાંતે(!) પેલો થોડું સાચું બોલ્યો હતો, તેનું ફળ એને આવ્યું છે. હવે અત્યારે જૂઠું બોલે છે, તો એનું ફળ એને આવશે. તમે સાચું બોલશો તો એનું ફળ આવશે. આ તો ફળ ચાખે છે. ન્યાય છે, બિલકુલ ન્યાય છે.
એક માણસને આજે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને એ પાસ થયો. અને આપણે નાપાસ થયા. પાસ થનારો માણસ આજે રખડ રખડ કરતો હોય, પણ પરીક્ષા આપતી વખતે કરેક્ટ આપી હોય. એટલે આ બધું જે આવે છે, એ ફળ આવે છે. તે ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું, એનું નામ પુરુષાર્થ.
પ્રશ્નકર્તા: કેટલાક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને કેટલાક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ (કોયડો) છે?!
દાદાશ્રી: એ એના પાપ અને પુણ્યના આધારે બને છે. એના પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તોય ચાલી જાય.
પ્રશ્નકર્તા: તો એને કંઈ નુકસાન નહીં?
દાદાશ્રી: નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યા ને, તેનું ફળ એને આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે!
Book Name: વાણી, વ્યવહારમાં.. (Page #39 Last #2 Paragraphs , Page #40 full Page and Page #41 Paragraph #1,#2,#3)
Q. દુઃખદાયી શબ્દોની શું અસર થાય છે?
A. આ પેલા તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં? પ્રશ્નકર્તા: ઘણા... Read More
Q. નકારાત્મક લાગણીઓ (ફીલિંગને) કેવી રીતે બંધ કરવી?
A. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે.... Read More
Q. વાણીનું ખરું સ્વરૂપ શું છે?
A. વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલા પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે આ... Read More
Q. વાણી અને ભાવ (અંતર આશય) વચ્ચે શો સંબંધ છે?
A. ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને! આ તો એમ ને એમ જ છે ને! નાના છોકરાં હોય... Read More
Q. ગતભવના કર્મોને ચોખ્ખા કરવા શું કરવું?
A. અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ... Read More
Q. હું જૂઠ્ઠું બોલું તો શું હું કર્મ નથી બાંધતો? જૂઠ્ઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું?
A. પ્રશ્નકર્તા: આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને? દાદાશ્રી: ચોક્કસ વળી! પણ... Read More
Q. સત્ય એટલે શું? પરમ સત્ય (સત્) એટલે શું?
A. પ્રશ્નકર્તા: મસ્કા મારવા, એનું નામ સત્ય? ખોટી હા પુરાવવી? દાદાશ્રી: એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો... Read More
Q. વ્યક્તિને વચનબળ ક્યારે પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય? દાદાશ્રી: એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ... Read More
A. પ્રશ્નકર્તા: આ ભવની સમજણ કેવી રીતે વાણી સુધારવામાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા... Read More
subscribe your email for our latest news and events