• question-circle
  • quote-line-wt

કર્મ શું છે? : કર્મનું વિજ્ઞાન

કર્મ શું છે? શું સારા કર્મો (પુણ્યકર્મ), ખોટા કર્મોને (પાપકર્મને) ખલાસ કરી શકે? શા માટે સારા લોકોને ભોગવવું પડે છે? ક્યારે નવું કર્મ બંધાય નહીં?

જો તમે કર્મ બાંધો છો, તો તેનું ફળ આવતા ભવે ભોગવવું પડે. છતાં એ હકીકત છે કે ભગવાન મહાવીરે અને અર્જુન જેવા ઘણાએ બીજો જન્મ લીધો નથી, તો એ પુરવાર કરે છે કે એવો કોઈ રસ્તો હોવો જોઈએ કે રોજબરોજની ક્રિયાઓ કરવા છતાં નવા કર્મ ના બંધાય.

આ એવું વિજ્ઞાન છે કે જ્યાં જીવનની રોજબરોજની ક્રિયાઓ કરવા છતાં, નવા કર્મ ના બંધાય. આત્મવિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાના જ્ઞાનમાં જોઈને દુનિયાને આ 'કર્મનું વિજ્ઞાન' આપ્યું છે.

જ્યારે તમને આ વિજ્ઞાન સમજાઈ જશે, ત્યારે તમે મુક્ત થઈ જશો.

કર્મ બંધન શાથી?

સારું કામ કરવાથી સારા કર્મો બંધાય છે, બીજાને દુ:ખ આપીને ખુશ થાય છે ત્યારે ખરાબ કર્મો બંધાય છે, અને એનાથી કર્મોના ફળ ભોગવવા પડે છે. અજ્ઞાનતાથી કર્મો બંધાય છે અને 'હું કોણ છું?' અને 'કરે છે કોણ?' એ જાણવાથી કર્મ બંધન માંથી મુક્તિ મળે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. કર્મ શું છે?

    A. પ્રશ્નકર્તા: કર્મની વ્યાખ્યા શું? દાદાશ્રી: કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ... Read More

  2. Q. શું કોઈની પાસે કંઈ જ કરવાની સત્તા છે?

    A. દાદાશ્રી: તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે? એવું કંઈ... Read More

  3. Q. શું કર્મ અંતઃક્રિયાથી બંધાય છે?

    A. પ્રશ્નકર્તા: મનુષ્યને કર્મ લાગુ પડતા હશે કે નહીં? દાદાશ્રી: નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું... Read More

  4. Q. બંધન કોને: દેહને કે આત્માને?

    A. પ્રશ્નકર્તા: હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને? દાદાશ્રી: દેહ તો એ પોતે જ કર્મ... Read More

  5. Q. કર્મનું સંચાલન કોણ કરે છે?

    A. પ્રશ્નકર્તા: તો આ બધું ચલાવે છે કોણ? દાદાશ્રી: આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો... Read More

  6. Q. સારા માણસોને શા માટે સહન કરવું પડે છે?

    A. પ્રશ્નકર્તા: કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મના કોઈ પાપ નડે છે. એ... Read More

  7. Q. સારા અને ખરાબ કર્મો માત્ર મનુષ્ય જીવનમાંજ.

    A. પ્રશ્નકર્તા: મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારા કર્મો પણ અહીંયા જ બંધાય ને? દાદાશ્રી: સારા કર્મો પણ... Read More

  8. Q. ખોટા કર્મોને (પાપકર્મોને), સારા કર્મો (પુણ્યકર્મો) ખલાસ કરી શકે?

    A. પ્રશ્નકર્તા: પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે,... Read More

  9. Q. કર્મ બંધનમાંથી મુક્તિનો માર્ગ.

    A. પ્રશ્નકર્તા: પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે... Read More

  10. Q. કર્મ ક્યારે ના બંધાય?

    A. પ્રશ્નકર્તા: કર્મ થતા ક્યારે અટકે? દાદાશ્રી: 'હું શુદ્ધાત્મા છું' એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું... Read More

Spiritual Quotes

  1. બીજાને સુખ આપવાનો ભાવ કર્યો, એનાથી પુણ્ય બંધાય અને દુઃખ આપવાનો ભાવ કર્યો, એનાથી પાપ બંધાય. માત્ર ભાવથી જ કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. ક્રિયામાં એવું હોય કે ના પણ હોય, પણ ભાવમાં જેવું હોય તેવું કર્મ બંધાય. માટે ભાવને બગાડશો નહીં.
  2. સ્થૂળકર્મ એટલે તને એકદમ ગુસ્સો આવ્યો, ત્યારે ગુસ્સો નથી લાવવો છતાં તે આવે. એટલે ગુસ્સો થવો એ સ્થૂળકર્મ છે અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ગુસ્સો કરવો જ જોઈએ. તે આવતા ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે અને તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઈએ. તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઈ જાય છે તો તને આવતા ભવ માટે બંધન ના રહ્યું.
  3. ઈફેક્ટ તો એની મેળે જ આવે. આ પાણી નીચે જાય, એ પાણી એમ ના બોલે કે 'હું જઉં છું', તે દરિયા તરફ ચારસો માઈલ આમ તેમ ચાલીને જાય જ છે ને ! અને મનુષ્યો તો કોઈનો કેસ જીતાડી આપે તો 'મેં કેવો જીતાડી આપ્યો', બોલે. હવે એનો પોતે અહંકાર કર્યો, તે કર્મ બંધાયું, કૉઝ થયું. એનું ફળ પાછું ઈફેક્ટમાં આવશે.
  4. અત્યારે ય કર્મ બંધાઈ રહ્યા છે ને રાતે ઊંઘમાં ય કર્મ બંધાય છે. કારણ કે 'હું ચંદુભાઈ છું' એવું માનીને ઊંઘે છે. 'હું ચંદુભાઈ છું.' એ તમારી રોંગ બિલીફ છે, એનાથી કર્મ બંધાય છે.
  5. 'હું ચંદુભાઈ છું' એવું માને છે એ જ અહંકાર છે. ખરેખર પોતે ચંદુલાલ છે ? કે ચંદુલાલ નામ છે ? નામને 'હું' માને છે, શરીરને 'હું' માને છે, હું ધણી છું, આ બધી રોંગ બિલીફો છે. ખરેખર તો પોતે આત્મા જ છે, શુદ્ધાત્મા જ છે પણ એનું ભાન નથી, જ્ઞાન નથી તેથી હું ચંદુલાલ, હું જ દેહ છું એવું માને છે. એ જ અજ્ઞાનતા છે ! અને એનાથી જ કર્મ બંધાય છે.
  6. ગાળો ભાંડે તો એની પર દ્વેષ નહીં, ફૂલ ચઢાવે કે ઊંચકીને ફરે તો એની પર રાગ નહીં, તો કર્મ ના બંધાય એને.
  7. હંમેશાં કોઈ પણ કાર્યનો પસ્તાવો કરો, એટલે એ કાર્યનું ફળ બાર આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોયને, એના જેવું ફળ આવે. તે બળેલી દોરડી આવતે ભવ આમ જ કરીએ, તે ઊડી જાય. કોઈ ક્રિયા એમ ને એમ નકામી તો જાય જ નહીં. પ્રતિક્રમણ કરવાથી એ દોરડી સળગી જાય છે. પણ ડિઝાઈન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે ? આમ જ કર્યું, ખંખેરી કે ઊડી ગઈ.
  8. કર્મોના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો નવું કર્મ ના થાય ને તન્મયાકાર રહો તો નવું કર્મ બંધાય. આત્મજ્ઞાની થાય ત્યાર પછી જ કર્મ ના બંધાય.
  9. વીતરાગ એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતાં નથી, તારી અજ્ઞાનતા નડે છે ! અજ્ઞાનતા શેની ? 'હું કોણ છું' એની. દેહ છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં, પણ અજ્ઞાન જાય એટલે કર્મ બંધાતા બંધ થઈ જાય !
  10. કર્મ અને આત્મા બધા અનાદિ કાળથી છે. જેને આપણે કર્મ કહીએ છીએ એ જડ તત્ત્વનું છે અને આત્મા ચેતન તત્વ છે. બન્ને તત્વો જુદાં જ છે અને તત્વ એટલે સનાતન વસ્તુ કહેવાય. જે સનાતન હોય તેની આદિ ક્યાંથી ? આ તો આત્મા ને જડ તત્ત્વનો સંયોગ થયો ને તેમાં આરોપિત ભાવોનું આરોપણ થયા જ કર્યું. તેનું આ ફળ આવીને ઊભું રહ્યું. સંયોગ વિયોગી સ્વભાવના છે. તેથી સંયોગો આવે ને જાય.

Related Books

×
Share on