પ્રશ્નકર્તા: પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે, ભોગવટામાં?
દાદાશ્રી: ના, પ્લસ-માઈનસ ના થાય. પણ એને ભોગવટામાં ઓછા કરી શકાય. પ્લસ-માઈનસનો તો આ દુનિયા છે ને ત્યારથી કાયદો જ નથી. નહીં તો લોકો અક્કલવાળા જ લાભ ઉઠાવી જાત એમ કરીને. કારણ કે, સો પુણ્ય કરે અને દસ પાપ કરે, એ દસ બાદ કરીને મારા નેવું છે, જમે કરજો, કહેશે. તે અક્કલવાળા તો ફાવી જાય બધા. આ તો કહે છે, આ પુણ્ય ભોગવ અને પછી આ દસ પાપ ભોગવ.
પ્રશ્નકર્તા: દાદા, આપણે અહંકાર વગર કોઈ પણ સત્કર્મ થાય અથવા કોઈ સંસ્થાને, હોસ્પિટલ કે એને પૈસા આપે તો આપણા કર્મો પ્રમાણે જે ભોગવવું પડે એ ઓછું થાય એ સાચી વાત?
દાદાશ્રી: ના, ઓછું ના થાય. ઓછું-વધતું ના થાય. એ બીજા કર્મ બંધાય. બીજા પુણ્યૈના કર્મ બંધાય. પણ તે આપણે કો'કને ગોદો મારી આવ્યા એનું ફળ તો ભોગવવું પડે, નહીં તો જાણે બધા વેપારી લોકો પેલા બાદ કરીને પછી નફો એકલો જ રાખે. એ એવું નથી. કાયદા બહુ સુંદર છે. એક ગોદો માર્યો હોય તેનું ફળ આવશે. સો પુણ્યમાંથી બે બાદ નહીં થાય. બે પાપેય ખરું અને સો પેલું પુણ્ય પણ ખરું. બન્ને જુદા ભોગવવાના.
પ્રશ્નકર્તા: એટલે આ શુભ કર્મ કરીએ અને અશુભ કર્મ કરીએ, બન્નેનું ફળ જુદું મળે?
દાદાશ્રી: અશુભનું અશુભ ફળ આપે જ. શુભનું શુભ આપશે. કશું ઓછું-વત્તું થાય નહીં. ભગવાનને ત્યાં કાયદો કેવો છે? કે તમે આજે શુભકર્મ કર્યું એટલે સો રૂપિયા દાન આપ્યા, તો સો રૂપિયા જમે કરે એ અને પાછા પાંચ રૂપિયા કો'કને ગાળ ભાંડી ઉધાર્યા, તમારે ખાતે ઉધારે એ. એ પંચાણું જમે ના કરે. એ પાંચ ઉધારેય કરે ને સો જમેય કરે. બહુ પાકા છે. નહીં તો આ વેપારી લોકોને ફરી દુઃખ જ ના પડે. એવું હોય ને તો જમે-ઉધાર કરીને એમનું જમે જ હોય અને તો પછી કોઈ મોક્ષે જાય જ નહીં. અહીં આગળ આખો દા'ડો પુણ્ય ને પુણ્ય હોય. પછી કોણ જાય મોક્ષે? આ કાયદો જ એવો છે કે સો જમે કરે ને પાંચ ઉધારેય કરે. બાદબાકી કરવાની નહીં. એટલે માણસને જમે કર્યું હોય તે પાછું ભોગવવું પડે, તે પુણ્યૈ ગમે નહીં પાછું, બહુ પુણ્ય ભેગું થયેલું હોય ને, દસ દા'ડા, પંદર દા'ડા જમવાનું-કરવાનું, બધું લગન-બગન ચાલતા હોય, ગમે નહીં, કંટાળો આવે. બહુ પુણ્યમાંય કંટાળો આવે. બહુ પાપમાંય કંટાળો આવે. પંદર દા'ડા સુધી સેન્ટ ને અત્તરો આમ ઘસ ઘસ કરતા હોય, જમાડો ખૂબ, તોય ખીચડી ખાવા ઘેર નાસી જાય. કારણ કે, આ સાચું સુખ નથી. આ કલ્પેલું સુખ છે. સાચું સુખ કોઈ દા'ડો અભાવેય ના થાય. એ આત્માનું જે સાચું સુખ છે, એનો અભાવ ક્યારેય પણ ના થાય. આ તો કલ્પિત સુખ છે.
Book Name : કર્મનું વિજ્ઞાન (Page #69 Paragraph #3 onwards and Page#70 Paragraph #1 )
A. પ્રશ્નકર્તા: કર્મની વ્યાખ્યા શું? દાદાશ્રી: કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ... Read More
Q. શું કોઈની પાસે કંઈ જ કરવાની સત્તા છે?
A. દાદાશ્રી: તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે? એવું કંઈ... Read More
Q. શું કર્મ અંતઃક્રિયાથી બંધાય છે?
A. પ્રશ્નકર્તા: મનુષ્યને કર્મ લાગુ પડતા હશે કે નહીં? દાદાશ્રી: નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું... Read More
Q. બંધન કોને: દેહને કે આત્માને?
A. પ્રશ્નકર્તા: હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને? દાદાશ્રી: દેહ તો એ પોતે જ કર્મ... Read More
A. પ્રશ્નકર્તા: તો આ બધું ચલાવે છે કોણ? દાદાશ્રી: આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો... Read More
Q. સારા માણસોને શા માટે સહન કરવું પડે છે?
A. પ્રશ્નકર્તા: કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મના કોઈ પાપ નડે છે. એ... Read More
Q. સારા અને ખરાબ કર્મો માત્ર મનુષ્ય જીવનમાંજ.
A. પ્રશ્નકર્તા: મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારા કર્મો પણ અહીંયા જ બંધાય ને? દાદાશ્રી: સારા કર્મો પણ... Read More
Q. કર્મ બંધનમાંથી મુક્તિનો માર્ગ.
A. પ્રશ્નકર્તા: પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે... Read More
A. પ્રશ્નકર્તા: કર્મ થતા ક્યારે અટકે? દાદાશ્રી: 'હું શુદ્ધાત્મા છું' એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું... Read More
subscribe your email for our latest news and events