દાદાશ્રી: તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે? એવું કંઈ થાય છે તારે કોઈ દહાડોય? એવું બને કે નહીં?
પ્રશ્નકર્તા: હા. એવું બને છે.
દાદાશ્રી: લોકોને થતું હશે કે નહીં? એનું શું કારણ? કે ઈચ્છા ના હોય ને કરવું પડે છે. એ પૂર્વકર્મ કરેલું છે, તેની આ ઈફેક્ટ આવી. પરાણે કરીએ, તેનું શું કારણ?
જગતના લોકો આ ઈફેક્ટને જ કૉઝ કહે છે અને પેલી ઈફેક્ટ તો સમજતા જ નથી ને! આ જગતના લોકો આને કૉઝ કહે, તો આપણે કહીએ નહીં કે મારી ઈચ્છા નથી, તે શી રીતે આ કાર્ય કર્યું મેં? હવે જે ઈચ્છા નથી એ કર્મ 'મેં કર્યું', એ શી રીતે કહો છો? કારણ કે, જગત શાથી કહે છે એને, 'તમે કર્મ કર્યું' એમ? કારણ કે, દેખીતી ક્રિયાને જ જગતના લોકો કર્મ કર્યું કહે છે, લોક કહેશે કે, આ આણે જ કર્મ બાંધ્યું. જ્યારે જ્ઞાનીઓ એને સમજી જાય કે આ તો પરિણામ આવ્યું.
કોણે મોકલ્યા પૃથ્વી પર?
પ્રશ્નકર્તા: આપણે આપણી મેળે જન્મ્યા છીએ કે આપણને કોઈ મોકલનાર છે?
દાદાશ્રી: કોઈ મોકલનાર છે નહીં. તમારા કર્મો જ તમને લઈ જાય છે ને તરત જ ત્યાં અવતાર મળે છે. સારા કર્મો હોય તો સારી જ જગ્યાએ જન્મ થાય, ખોટા કર્મો હોય તો ખોટી જગ્યાએ થાય.
Book Name : કર્મનું વિજ્ઞાન (Page #1 Paragraph #1,#2,#3,#4)
A. પ્રશ્નકર્તા: કર્મની વ્યાખ્યા શું? દાદાશ્રી: કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ... Read More
Q. શું કર્મ અંતઃક્રિયાથી બંધાય છે?
A. પ્રશ્નકર્તા: મનુષ્યને કર્મ લાગુ પડતા હશે કે નહીં? દાદાશ્રી: નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું... Read More
Q. બંધન કોને: દેહને કે આત્માને?
A. પ્રશ્નકર્તા: હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને? દાદાશ્રી: દેહ તો એ પોતે જ કર્મ... Read More
A. પ્રશ્નકર્તા: તો આ બધું ચલાવે છે કોણ? દાદાશ્રી: આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો... Read More
Q. સારા માણસોને શા માટે સહન કરવું પડે છે?
A. પ્રશ્નકર્તા: કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મના કોઈ પાપ નડે છે. એ... Read More
Q. સારા અને ખરાબ કર્મો માત્ર મનુષ્ય જીવનમાંજ.
A. પ્રશ્નકર્તા: મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારા કર્મો પણ અહીંયા જ બંધાય ને? દાદાશ્રી: સારા કર્મો પણ... Read More
Q. ખોટા કર્મોને (પાપકર્મોને), સારા કર્મો (પુણ્યકર્મો) ખલાસ કરી શકે?
A. પ્રશ્નકર્તા: પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે,... Read More
Q. કર્મ બંધનમાંથી મુક્તિનો માર્ગ.
A. પ્રશ્નકર્તા: પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે... Read More
A. પ્રશ્નકર્તા: કર્મ થતા ક્યારે અટકે? દાદાશ્રી: 'હું શુદ્ધાત્મા છું' એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું... Read More
subscribe your email for our latest news and events