પ્રશ્નકર્તા: મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારા કર્મો પણ અહીંયા જ બંધાય ને?
દાદાશ્રી: સારા કર્મો પણ અહીં જ બંધાય ને ખોટાય અહીં બંધાય.
આ મનુષ્યો કર્મ બાંધે છે. તેમાં જો લોકોને નુકસાન કરનારા, લોકોને દુઃખ દેનારા કર્મ હોય તો છે તે જનાવરમાં જાય ને નર્કગતિમાં જાય. લોકોને સુખ આપનારા કર્મ હોય તો માણસમાં આવે ને દેવગતિમાં જાય. એટલે જેવા કર્મ એ કરે છે તેના ઉપરથી ગતિ થાય છે. હવે ગતિ થઈ એટલે પછી ભોગવીને પછી પાછું અહીં આવવાનું.
કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યોને જ છે, બીજા કોઈને નથી, અને જેને બાંધવાનો અધિકાર છે તેને ચારેય ગતિમાં રખડવું પડે છે. અને જો કર્મ ના કરે, બિલકુલેય કર્મ જ ના કરે તો મોક્ષે જાય. મનુષ્યમાંથી મોક્ષે જવાય. બીજી કોઈ જગ્યાએથી મોક્ષે ના જવાય. કર્મ ના કરે એવું તમે જોયેલું?
પ્રશ્નકર્તા: ના, એવું નથી જોયું.
દાદાશ્રી: તમે જોયેલા કર્મ ના કરે એવા? એમણે જોયેલા છે ને તમે નથી જોયા?!
આ જાનવરો-બાનવરો બધા છે તે ખાય છે, પીએ છે, મારંમારા કરે છે, લઢમ્લઢા કરે છે, તોય કર્મ બંધાય નહીં એમને. એવું માણસને કર્મ ના બંધાય એવી સ્થિતિ છે. પણ 'પોતે' કર્મનો કર્તા ના થાય તો ને કર્મ ભોગવે એટલું જ! એટલે અહીં અમારે ત્યાં આવે અને 'સેલ્ફ રિયલાઈઝ'નું જ્ઞાન પ્રાપ્ત થાય તો કર્મનું કર્તાપણું છૂટી જાય, કરવાપણું છૂટી જાય, ભોગવવાનું રહે પછી. અહંકાર હોય ત્યાં સુધી કર્મનો કર્તા.
Book Name : કર્મનું વિજ્ઞાન (Page #60)
A. પ્રશ્નકર્તા: કર્મની વ્યાખ્યા શું? દાદાશ્રી: કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ... Read More
Q. શું કોઈની પાસે કંઈ જ કરવાની સત્તા છે?
A. દાદાશ્રી: તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે? એવું કંઈ... Read More
Q. શું કર્મ અંતઃક્રિયાથી બંધાય છે?
A. પ્રશ્નકર્તા: મનુષ્યને કર્મ લાગુ પડતા હશે કે નહીં? દાદાશ્રી: નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું... Read More
Q. બંધન કોને: દેહને કે આત્માને?
A. પ્રશ્નકર્તા: હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને? દાદાશ્રી: દેહ તો એ પોતે જ કર્મ... Read More
A. પ્રશ્નકર્તા: તો આ બધું ચલાવે છે કોણ? દાદાશ્રી: આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો... Read More
Q. સારા માણસોને શા માટે સહન કરવું પડે છે?
A. પ્રશ્નકર્તા: કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મના કોઈ પાપ નડે છે. એ... Read More
Q. ખોટા કર્મોને (પાપકર્મોને), સારા કર્મો (પુણ્યકર્મો) ખલાસ કરી શકે?
A. પ્રશ્નકર્તા: પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે,... Read More
Q. કર્મ બંધનમાંથી મુક્તિનો માર્ગ.
A. પ્રશ્નકર્તા: પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે... Read More
A. પ્રશ્નકર્તા: કર્મ થતા ક્યારે અટકે? દાદાશ્રી: 'હું શુદ્ધાત્મા છું' એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું... Read More
subscribe your email for our latest news and events