Related Questions

કર્મ બંધનમાંથી મુક્તિનો માર્ગ.

પ્રશ્નકર્તા: પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે સારા કે ખોટા કર્મ બધા કરેલા જ છે, તો એનાથી ઉકેલ લાવવાનો શો રસ્તો?

દાદાશ્રી: આ કો'ક તને હેરાન કરતું હોય, તો તું હવે સમજી જઉં કે મેં એમની જોડે પૂર્વભવમાં ખરાબ કર્મ કર્યાં છે, તેનું આ ફળ આપે છે. તો તારે શાંતિ અને સમતાથી એનો નિવેડો લાવવાનો. શાંતિ રહે નહીં પોતાથી ને ફરી બીજ નાખું તું. એટલે પૂર્વજન્મના બંધન ઉકેલવાનો એક જ રસ્તો, શાંતિ અને સમતા. એના માટે ખરાબ વિચાર પણ ન આવવો જોઈએ અને મારો જ હિસાબ ભોગવું છું એવું હોવું જોઈએ. આ જે કરી રહ્યો છે એ મારા પાપને આધારે જ, હું જ મારા પાપ ભોગવી રહ્યો છું, એવું લાગવું જોઈએ, તો છુટકારો થાય. અને ખરેખર તમારા જ કર્મના ઉદયથી એ દુઃખ દે છે. એ તો નિમિત્ત છે. આખું જગત નિમિત્ત છે, દુઃખ દેનાર, સો ડોલર રસ્તામાં લઈ લેનારા, બધાય નિમિત્ત છે. તમારો જ હિસાબ છે. તમને આ ઈનામ ક્યાંથી પહેલા નંબરનું લાગ્યું? આમને કેમ નથી લાગતું? સો ડોલર લઈ લીધા, એ ઈનામ ના કહેવાય? 

×
Share on