Related Questions

કર્મ શું છે?

પ્રશ્નકર્તા: કર્મની વ્યાખ્યા શું?

દાદાશ્રી: કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ કર્મની વ્યાખ્યા. 'હું કરું છું' એવો આધાર આપે, એનું નામ કર્મ બાંધ્યું કહેવાય. 'હું કરતો નથી' અને 'કોણ કરે છે' એ જાણો એટલે આને નિરાધાર કરે ને, તો કર્મ પડી જાય.

karma

પ્રશ્નકર્તા: કર્મનો સિદ્ધાંત એટલે શું?

દાદાશ્રી: તું વાવમાં અંદર ઊતરી જઈને બોલે કે, 'તું ચોર છે.' એટલે વાવ શું બોલે?

પ્રશ્નકર્તા: 'તું ચોર છે.' એમ આપણે બોલેલાનો પડઘો પાડે છે.

દાદાશ્રી: બસ, બસ. જો તને આ ના ગમતું હોય, તો આપણે કહીએ કે, 'તું બાદશાહ છે.' એટલે એ તને 'બાદશાહ' કહે. તને ગમે એ કહે, એ કર્મનો સિદ્ધાંત! તને વકીલાત ગમે તો વકીલાત કર. ડૉક્ટરી ગમે તો ડૉક્ટરી કર. કર્મ એટલે એક્શન. રિએક્શન એટલે શું? એ પડઘો છે. રિએક્શન પડઘાવાળું છે. એનું ફળ આવ્યા વગર રહે નહીં.

એ વાવ શું કહેશે? તે આ જગત બધું આપણો જ પ્રોજેક્ટ છે. જે તમે કર્મ કહેતા'તા ને, એ પ્રોજેક્ટ છે.

પ્રશ્નકર્તા: કર્મનો સિદ્ધાંત ખરો કે નહીં?

દાદાશ્રી: આખું જગત કર્મનો સિદ્ધાંત જ છે, બીજું કશું છે જ નહીં. અને તમારી જ જોખમદારીથી બંધન છે. આ બધું પ્રોજેક્શન જ તમારું છે. આ દેહેય તમે જ ઘડ્યો છે. તમને જે જે ભેગું થાય છે, તે બધું તમારું જ ઘડેલું છે. આમાં બીજા કોઈનો હાથ જ નથી. હૉલ એન્ડ સોલ રિસ્પૉન્સિબિલિટી તમારી જ છે આ બધી, અનંત અવતારથી. 

×
Share on